ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

DRI: એરપોર્ટ પરથી 50 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપાયું

DRI: અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ પરથી કેટામાઇન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાના સમાચાર મળી રહ્યા છે. DRI એ એરપોર્ટના એરકાર્ગો કોમ્પ્લેક્ષમાંથી ડ્રગ્સ ઝડપી લીધું છે. DRI એ એરપોર્ટના એરકાર્ગો કોમ્પ્લેક્ષમાંથી ડ્રગ્સ ઝડપી લીધુ અમદાવાદમાંથી કેટામાઇન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. DRI એ એરપોર્ટના...
08:19 PM Jan 17, 2024 IST | Vipul Pandya
DRI: અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ પરથી કેટામાઇન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાના સમાચાર મળી રહ્યા છે. DRI એ એરપોર્ટના એરકાર્ગો કોમ્પ્લેક્ષમાંથી ડ્રગ્સ ઝડપી લીધું છે. DRI એ એરપોર્ટના એરકાર્ગો કોમ્પ્લેક્ષમાંથી ડ્રગ્સ ઝડપી લીધુ અમદાવાદમાંથી કેટામાઇન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. DRI એ એરપોર્ટના...
AHMEDABAD DRUGS PC GOOGLE

DRI: અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ પરથી કેટામાઇન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાના સમાચાર મળી રહ્યા છે. DRI એ એરપોર્ટના એરકાર્ગો કોમ્પ્લેક્ષમાંથી ડ્રગ્સ ઝડપી લીધું છે.

DRI એ એરપોર્ટના એરકાર્ગો કોમ્પ્લેક્ષમાંથી ડ્રગ્સ ઝડપી લીધુ

અમદાવાદમાંથી કેટામાઇન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. DRI એ એરપોર્ટના એરકાર્ગો કોમ્પ્લેક્ષમાંથી ડ્રગ્સ ઝડપી લીધુ છે. DRI ની કાર્યવાહીમાં
25 કિલો કેટામાઇન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.

કેમિકલની આડમાં કેટામાઇન ડ્રગ્સનો જથ્થો લવાયો

DRIએ તપાસ કરતાં કેમિકલની આડમાં કેટામાઇન ડ્રગ્સનો જથ્થો લવાયો હોવાનું બહાર આવ્યું હતું. ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 50 કરોડથી વધુની થવા જાય છે.

કેટામાઇનનો 25 કિલો જથ્થો મળી આવ્યો

અમદાવાદ એરપોર્ટના એર કાર્ગો કોમ્પ્લેક્ષમાં ડ્રગ્સનો જથ્થો લવાયો હોવાની બાતમી DRI ને મળી હતી જેથી DRI એ તુરત જ એરપોર્ટ પર પહોંચીને તપાસ કરતાં પ્રતિબંધિત કેટામાઇનનો 25 કિલો જથ્થો મળી આવ્યો હતો. ડ્રગ્સનો જથ્થો કોણે મોકલ્યો હતો અને કોણે મંગાવ્યો હતો તે સહિતના મુદ્દા પર ઝીણવટભરી તપાસ શરુ કરાઇ છે. ઉલ્લેખનિય છે કે ગુજરાતના દરિયા કિનારેથી મોટા પ્રમાણમાં અવાર નવાર ડ્રગ્સ ઝડપાતું રહ્યું છે. ભુતકાળમાં ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડની કાર્યવાહીમાં કરોડો રુપિયાનું ડ્રગ્સ ઝડપી લેવાયું હતું. ગુજરાતના દરિયા કિનારાની સાથે હવેહવાઇ માર્ગનો પણ ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે અને તેથી જ હવાઇ માર્ગે આ ડ્રગ્સ મોકલવામાં આવ્યું હોવાની શક્યતા છે. પ્રતિબંધીત કેટામાઇનનો જથ્થો ક્યા ડ્રગ્સ માફઇયાએ મોકલ્યો છે અને ક્યાં મોકલવાનો હતો તેની તપાસ શરુ કરવામાં આવી છે પણ દેશના યુવાનોને નશાના વાડે ચઢાવવા માટે ડ્રગ્સ માફિયા સતત પ્રયાસો કરતાં રહે છે તે વાત ચોક્કસ છે. વારંવાર સરકારી એજન્સીઓ ડ્રગ્સનો જથ્થો ઝડપી લે છે. દેશની આંતરીક સુરક્ષા એજન્સીઓ અને સરદહ પર રક્ષા કરતા સુરક્ષા દળોની સતર્કતાના કારણે ડ્રગ્સ ઝડપાઇ જાય છે તે રાહતની વાત છે.

આ પણ વાંચો---KUTCH ની બોર્ડર પરથી ઘૂસણખોર ઝડપાયો, તપાસમાં સામે આવી વિગત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AhmedabadAhmedabad AirportAircargo ComplexDRIdrugsGujaratGujaratFirst
Next Article