Vadodara : નશાની હાલતમાં નબીરાઓએ મોતનો ખેલ ખેલ્યો, 7 લોકોને ઉડાવ્યા
- ગાંધીના ગુજરાતમાં પોલીસને પડકાર ફેંકતા નબીરાઓ
- કારેલીબાગના મુક્તાનંદ સર્કલ પાસે બેફામ કાર ચલાવી
- 1 મહિલાનું ઘટનાસ્થળે મોત, 4 લોકોને ગંભીર ઈજા
Vadodara : ગાંધીના ગુજરાતમાં પોલીસને પડકાર ફેંકતા નબીરાઓ સામે આવ્યા છે. જેમાં વડોદરામાં નશાની હાલતમાં નબીરાઓએ મોતનો ખેલ ખેલ્યો છે. તેમાં કારેલીબાગના મુક્તાનંદ સર્કલ પાસે બેફામ કાર ચલાવી નબીરાએ 7 લોકોને ઉડાવ્યા છે. કાર ચાલકે એક્ટિવા પર જઈ રહેલા 3 લોકોને ઉડાવ્યા હતા જેમાં 1 મહિલાનું ઘટનાસ્થળે મોત થયુ છે. 4 લોકોને ગંભીર ઈજા પહોંચી છે.
અકસ્માતના કાળજુ કંપાવી દેતા CCTV દ્રશ્યો સામે આવ્યા
અકસ્માતના કાળજુ કંપાવી દેતા CCTV દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં કાર ચાલક નશો કરીને કાર ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યુ છે. તેમજ એક આરોપીની પોલીસે અટકાયત કરી છે તથા અન્ય 1ની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તેમજ કારની એરબેગ ખુલી જતા ડ્રાઈવર અને અન્ય એક યુવકનો બચાવ થયો છે. નબીરા કાર ચાલક રક્ષિત રવીશ ચોરસિયાએ અકસ્માત સર્જ્યો છે. તથા રક્ષિતના મિત્ર મિત પ્રાંશુ ચૌહાણની કાર છે. આરોપી રક્ષિત મુળ વારાણસીનો વતની છે. તથા આરોપી MS યુનિવર્સિટીમાં કાયદાનો વિદ્યાર્થી છે. પોલીસે રક્ષિત ચોરસિયાની ધરપકડ કરી અન્ય આરોપી મીત ચૌહાણની શોધખોળ શરૂ કરી છે. આરોપી નશો કરીને ઓવરસ્પીડે કાર ચલાવી રહ્યો હતો તેવી DCP પન્ના મોમાયાએ માહિતી આપી છે.
ભાજપે આજનો ધુળેટીના ઉજવણીનો કાર્યક્રમ રદ કર્યો
આ અકસ્માતમાં 4 લોકોને ગંભીર ઈજા પહોંચી છે તેમજ 1 યુવતીનું મોત થયુ છે તેમ પણ પોલીસે જણાવ્યું છે. દારૂ અને નશો કરીને કાર ચલાવતા લોકો ગુજરાત પોલીસને પડકાર ફેંકે છે. ગુજરાત પોલીસ આવા નશેડીઓ પર ક્યારે લગામ લગાવશે? જેમાં અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તેમાં લોકોએ આરોપી રક્ષિત ચોરસિયાને બરોબરનો મેથીપાક આપ્યો છે. આરોપી નબીરો અકસ્માત કર્યા બાદ અફસોસ વ્યક્ત કરવાને બદલે બૂમો પાડતો રહ્યો હતો. તેમજ ઘટનાને પગલે સ્થળ પર પોલીસના ઉચ્ચ અધિકારી દોડી આવ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની અને સાંસદ હેમાંગ જોશી પણ દોડી આવ્યા હતા. તથા ભાજપે આજનો ધુળેટીના ઉજવણીનો કાર્યક્રમ રદ કર્યો છે.
આ પણ વાંચો: Gondal : રાજકુમાર જાટના મોતને લઇ ફોરેન્સિક પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો