Surat : શિક્ષણ વિભાગની લાલિયાવાડીનો સૌથી મોટો પર્દાફાશ!
- ગુજરાતમાં શિક્ષણ વિભાગની લાલિયાવાડીનો સૌથી મોટો પર્દાફાશ!
- દુબઈનો વેપારી Surat ની સરકારી શાળામાં શિક્ષક!
- અમરોલીની સ્નેહ રશ્મિ શાળાનાં સંજય પટેલ આચાર્ય છે!
- Gujarat First પર શિક્ષણ વિભાગની પોલંપોલના બોલતા પુરાવા!
ગુજરાતનાં શિક્ષણ વિભાગની લાલિયાવાડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. દુબઈનો (Dubai) વેપારી સુરતની સરકારી શાળામાં શિક્ષક હોય તેવી ચોંકાવનારી વિગત ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પાસે આવી છે. વર્ષોથી દુબઈમાં વેપાર કરતો અને ત્યાંનો જ વતની એક શખ્સ સુરતમાં (Surat) સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતો હોવાનો પર્દાફાશ થયો છે. ગુજરાત ફર્સ્ટને શિક્ષણ વિભાગની પોલંપોલનાં પુરાવા મળ્યા છે. આ મામલે જ્યારે શાસનાધિકારી સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે વાત કરી તો તેમણે કહ્યું કે, વિદેશ જવા માટેની કોઈ અરજી અમને મળી નથી.
આ પણ વાંચો - BZ GROUP એ પોંઝી સ્કીમો થકી આ રીતે આચર્યું કરોડોનું મસમોટું કૌભાંડ ? વાંચો સમગ્ર વિગત
દુબઈનો વેપારી સુરતની સરકારી શાળામાં આચાર્ય!
ગુજરાતનાં શિક્ષણ વિભાગની (Gujarat's Education Department) બેદરકારીનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. એવી વિગતો સામે આવી છે કે, દુબઈનો (Dubai) વતની અને ત્યાં વેપાર કરતો સંજય પટેલ સુરતની (Surat) અમરોલીમાં આવેલી સ્નેહ રશ્મિ શાળાનો આચાર્ય છે. વર્ષોથી દુબઈમાં વેપાર અને વતન હોવા છતાં સુરતમાં એક સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ પર હોવાથી શિક્ષણ વિભાગની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે. આ મામલે એવી વિગત પણ સામે આવી છે કે સંજય પટેલે 22 નવેમ્બરથી એક મહિના સુધી શાળામાં રજા મુકી છે. ત્યારે આશંકા છે કે માંદગીને નામે રજાઓ લઈ દુબઈમાં બિઝનેસ કરવા જાય છે.
Surat Teacher Scheme : શિક્ષકના કાંડ જોઈ ચોંકી જશો તમે! | GujaratFirst @prafulpbjp @kuberdindor #Surat #EducationMatters #AccountabilityInEducation #GujaratUpdates #BreakingNews #TeacherSchemeExposed #GujaratFirst pic.twitter.com/mVgzAUdaFF
— Gujarat First (@GujaratFirst) November 27, 2024
આ પણ વાંચો - પાટીદાર અગ્રણી પર થયેલા હુમલા બાદ PI સંજય પાદરીયા સસ્પેન્ડ
અમે પુરાવા એકઠાં કરી રહ્યાં છીએ : શાસનાધિકારી
ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પાસે શિક્ષક સંજય પટેલની છે ટ્રાવેલ હિસ્ટ્રી પણ છે. આ મામલે જ્યારે શાસનાધિકારી સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે વાત કરી તો તેમણે કહ્યું કે, વિદેશ જવા માટેની કોઈ અરજી અમને મળી જ નથી. અમે પુરાવા એકઠાં કરી રહ્યાં છીએ. શાસનાધિકારીએ કહ્યું કે, આખા મામલાની અમે તપાસ કરી રહ્યાં છીએ.
તપાસમાં કસૂરવાર ઠરશે તો બરતફ કરવામાં આવશે : શિક્ષણમંત્રી
અમરોલીની (Amroli) સ્નેહ રશ્મિ શાળાનાં આચાર્ય અંગેનાં ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First) ચોંકાવનારા ખુલાસા પર શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ (Praful Pansheriya) પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, અમરોલીનાં આચાર્યની ઘટના અંગે તપાસના આદેશ કરાયા છે. જો આચાર્ય તપાસમાં કસૂરવાર ઠરશે તો બરતફ કરવામાં આવશે. શિક્ષણમંત્રીએ કહ્યું કે, નોકરી અહીં બોલતી હોય અને પોતે વિદેશ હોય તેવા શિક્ષકોની યાદી બની રહી છે. સાથે જ કડક પગલાંઓ લેવા માટે આદેશ પણ અપાયા છે.
આ પણ વાંચો - Ponzi Schemeનું કૌંભાડ કરી ભૂપેન્દ્ર ઝાલાએ ખરીદી ગ્રોમોર કોલેજ..?