દુબઇમાં સવારે 4 વાગ્યે પણ ટ્રાફિકના નિયમોનું સ્વ-શિસ્તથી પાલન, મહિલાએ જણાવી હકીકત
- દુબઇમાં ટ્રાફિકના નિયમોનું સ્વ-શિસ્તથી પાલન ઉજાગર કરતો વીડિયો સામે આવ્યો
- સવારે 4 વાગ્યે કોઇ નહોતું, છતાં કાર ચાલકે લાલ લાઇટ થતા વાટ જોઇ
- દુબઇમાં હાઇટેક નેટવર્ક હોવાથી ટ્રાફિકના નિયમો તોડનાર બચી ના શકે તેવી સ્થિતી
Dubai Traffic Rules Viral Video : દુબઈમાં લોકો ટ્રાફિક નિયમોનું પાલન કેવી રીતે કરે છે, તેની એક ઝલક સામે આવી છે. દુબઈનો આ વીડિયો નાગરિકોની શિસ્તનું એક ઝળહળતું ઉદાહરણ કહી શકાય છે. આ વીડિયો સવારે 4 વાગ્યાનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે રસ્તો સંપૂર્ણપણે નિર્જન હતો. આ સમય દરમિયાન, એક કાર ચાલક ટ્રાફિક લાઇટ પર લાલ લાઇટની ધીરજપૂર્વક રાહ જોતો જોવા મળ્યો હતો, એવા સમયે જ્યારે નજીકમાં કોઈ અન્ય વાહનો પણ નહોતા.
View this post on Instagram
દુબઇ અલગ છે
ઇન્સ્ટાગ્રામ યુઝર નેહા જયસ્વાલ દ્વારા શેર કરાયેલ આ વીડિયોમાં સવારે 4 વાગ્યાની આસપાસ લગભગ ખાલી રસ્તો દેખાય છે. કેપ્શનમાં લખ્યું છે, "દુબઈ અલગ છે. સવારે 4 વાગ્યે પણ નિયમોનું પાલન થાય છે." વીડિયોમાં સ્પષ્ટપણે નજીકમાં કોઈ અન્ય વાહનો દેખાતા નથી, છતાં ડ્રાઇવરે સિગ્નલ લીલું થાય ત્યાં સુધી રાહ જોઈ હતી.
આ કારણોપણ જવાબદાર
સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન વાયરલ વીડિયોમાં જોવા મળતા ખાલીપણા પર ખાસ ગયું નહતું, પરંતુ એ હકીકત તરફ આકર્ષાયા કે, ડ્રાઇવરે કોઈ જોતું ન હતું, અને રોકવાનું દબાણ ન હતું, ત્યારે પણ ટ્રાફિક નિયમોનું પાલન કર્યું હતું. જો કે, દુબઈના કડક કાયદા, ભારે દંડ અને દરેક જગ્યાએ કેમેરાની હાજરી પણ આના મુખ્ય કારણો હોઇ શકે છે.
લોકોએ શું કહ્યું ?
સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં આ શિસ્તની પ્રશંસા કરી છે. એકે લખ્યું કે, "સમય વાંધો નથી, કેમેરા ક્યારેય સૂતા નથી." બીજાએ કહ્યું કે, આ જ કારણ છે કે, દુબઈના રસ્તાઓ વિશ્વમાં સૌથી વ્યવસ્થિત માનવામાં આવે છે. ઘણા લોકોએ તેની સાદગીની પ્રશંસા કરતા કહ્યું, "કોઈ નાટક નહીં, ફક્ત નિયમોનું શાંતિપૂર્ણ પાલન."
નિયમો દરેક પરિસ્થિતીમાં લાગુ
દુબઈમાં એક નિર્જન શેરીનો જે વીડિયો સામે આવ્યો છે તે સાબિત કરે છે કે ટ્રાફિક નિયમો દરેક સમયે અને દરેક પરિસ્થિતિમાં લાગુ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને ઘણી લાઈક્સ મળી રહી છે.
આ પણ વાંચો ------ ભારતની બસમાં મુસાફરીનો આનંદ લેતા વિદેશી વ્લોગરે કહ્યું, 'આવું તો યુરોપમાં પણ ના મળે'


