Ahmedabad : હવે કાલુપુર નહિં મળે ટ્રેન, જો ટિકિટ બુક કરાવી હોય તો ચોક્કસ વાંચજો
- Ahmedabad કાલુપુર રેલવે સ્ટેશનનાં નવીનીકરણની કામગીરી શરૂ
- વિવિધ ટ્રેનો નજીકનાં રેલવે સ્ટેશન શિફ્ટ કરાઈ
- સાબરમતી, મણિનગર, વટવા, અસારવા રેલવે સ્ટેશન પર ટ્રેનો શિફ્ટ કરાઈ
અમદાવાદનું (Ahmedabad) કાલુપુર રેલવે સ્ટેશન મુસાફરોથી ધમધમતું હોય છે. દૈનિક ધોરણો અહીં લાખોની સંખ્યામાં મુસાફરો આવતા હોય છે. જો કે, હવે રાજ્યનાં આ વ્યસ્ત કાલુપુર રેલવે સ્ટેશનનું (Kalupur Railway Station) નવીનીકરણ થવા જઈ રહ્યું છે, જેની કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે આ રેલવે સ્ટેશન પરથી ઉપડતી કેટલીક ટ્રેનોને નજીકનાં રેલવે સ્ટેશનો પર શિફ્ટ કરાઈ છે. આ અંગેની માહિતી રેલવે વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરી આપવામાં આવી છે.
આ પણ વાંચો - Rajkot : પાટીદાર અગ્રણી પર હુમલા મામલે નવા CCTV ફૂટેજ સામે આવતા ઊભા થયાં અનેક સવાલ!
આ સ્ટેશનો પર શિફ્ટ કરાઈ ટ્રેનો
કાલુપુર રેલવે સ્ટેશનનાં રિડેવલપમેન્ટનાં કારણે તબક્કા વાર આ સ્ટેશન મુસાફરો માટે બંધ રહેશે. રેલવે વિભાગે (Railway Department) એક પરિપત્ર જાહેર કરી માહિતી આપી છે કે કાલુપુર રેલવે સ્ટેશનનાં નવીનીકરણની કામગીરીને પગલે કાલુપુર રેલવે સ્ટેશનથી ઉપડતી કેટલીક ટ્રેનોને સ્ટેશનનાં નજીકના અન્ય રેલવે સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, કાલુપુર રેલવે સ્ટેશનથી ઉપડતી ટ્રેનોને સાબરમતી રેલવે સ્ટેશન (Sabarmati Railway Station), મણિનગર રેલવે સ્ટેશન (Maninagar Railway Station), વટવા અસારવા અને કેટલીક ટ્રેનોને રાજકોટ (Rajkot) રેલવે સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવી છે.
આ પણ વાંચો - Valsad : યુવતી સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં વીડિયો રેકોર્ડિંગ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું
કાલુપુરથી વટવા રેલવે સ્ટેશન પર 25 ટ્રેન શિફ્ટ કરાઈ
માહિતી અનુસાર, કાલુપુર રેલવે સ્ટેશનથી (Kalupur Railway Station) સાબરમતી રેલવે સ્ટેશન પર 2 ટ્રેન, કાલુપુરથી મણિનગર રેલવે સ્ટેશન પર 12 ટ્રેન, કાલુપુરથી વટવા રેલવે સ્ટેશન પર 25 ટ્રેન અને અસારવા રેલવે સ્ટેશન પર 4 ટ્રેનને શિફ્ટ કરવામાં આવી છે. અમદાવાદનાં કાલુપુર રેલવે સ્ટેશનથી રાજકોટ રેલવે સ્ટેશન પર પણ 4 ટ્રેનોને શિફ્ટ કરવામાં આવી છે.
આ પણ વાંચો - Rajkot : બોલિવુડનાં જાણીતા ડાયરેક્ટર Rajkumar Santoshi ની મુશ્કેલીઓ વધી!