ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sharad Poonam : ચંદ્રગ્રહણ હોવાથી મંદિરોમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર

આવતીકાલે શરદ પૂનમ (Sharad Poonam) છે અને ચંદ્રગ્રહણ (lunar eclipse) પણ છે. આવતીકાલે 28-29 ઓક્ટોબરની રાત્રે ચંદ્ર ગ્રહણ થશે. ગ્રહણની શરૂઆત 28 તારીખની રાત્રે 11:32 કલાકે થશે અને રાત્રે 1:05 કલાકે ચંદ્રગ્રહણ જોવા મળશે. રાત્રે 2:24 કલાક સુધી ચંદ્રગ્રહણ જોવા...
08:09 PM Oct 27, 2023 IST | Vipul Pandya
આવતીકાલે શરદ પૂનમ (Sharad Poonam) છે અને ચંદ્રગ્રહણ (lunar eclipse) પણ છે. આવતીકાલે 28-29 ઓક્ટોબરની રાત્રે ચંદ્ર ગ્રહણ થશે. ગ્રહણની શરૂઆત 28 તારીખની રાત્રે 11:32 કલાકે થશે અને રાત્રે 1:05 કલાકે ચંદ્રગ્રહણ જોવા મળશે. રાત્રે 2:24 કલાક સુધી ચંદ્રગ્રહણ જોવા...

આવતીકાલે શરદ પૂનમ (Sharad Poonam) છે અને ચંદ્રગ્રહણ (lunar eclipse) પણ છે. આવતીકાલે 28-29 ઓક્ટોબરની રાત્રે ચંદ્ર ગ્રહણ થશે. ગ્રહણની શરૂઆત 28 તારીખની રાત્રે 11:32 કલાકે થશે અને રાત્રે 1:05 કલાકે ચંદ્રગ્રહણ જોવા મળશે. રાત્રે 2:24 કલાક સુધી ચંદ્રગ્રહણ જોવા મળશે. ગ્રહણની સમાપ્તિ સવારે 3:56 કલાકે થશે. શરદ પૂનમે સંપૂર્ણ ગ્રહણકાળ 4 કલાક 25 મિનિટ રહેશે જ્યારે ખંડગ્રાસ કાળ 1 કલાક 17 મિનિટ રહેશે. ગ્રહણનો વેધ બપોરે 2:30 વાગ્યાથી લાગુ પડશે અને સુતકનો સમયગાળો બપોરે 2:30 કલાકે શરુ થશે. ગ્રહણ મેષ અને આસોની નક્ષત્રમાં થવાનું છે. ગ્રહણ કાલમાં મંત્ર જાપ કરવાથી વિશેષ લાભ મળે છે અને ગ્રહણ કાલમાં મંત્ર સિદ્ધિના ઉપાયો કરવા જોઈએ

શરદ પૂનમે ચંદ્ર ગ્રહણ હોવાથી વિવિધ મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે જે આ મુજબ છે

શરદ પૂનમે અંબાજી મંદિરના દર્શનનો સમય

પૂર્ણિમાના દિવસે મંદિર સવારે 6 કલાકે ખુલશે
મંગળા આરતીનો સમય સવારે 6 થી 6:30 કલાકે
મંદિરમાં સવારે દર્શનનો સમય 6:30 થી 11:30 કલાકે
અંબાજી મંદિર બપોરે 12 થી 2 કલાક બંધ રહેશે
મંદિરમાં સાંજની આરતી બપોરે 2 થી 2:30
અંબાજી મંદિરમાં બપોરે 2 થી 3:30 દર્શન થશે
બપોરે 3:30થી અંબાજી મંદિર સંપુર્ણ બંદ રહેશે
રવિવારે મંગળા આરતી સવારે 8:30 કલાકે થશે

શરદ પૂનમે શામળાજી મંદિરના દર્શનનો સમય

પૂર્ણિમાના દિવસે મંદિર સવારે 6 કલાકે ખુલશે
મંદિરમાં મંગળા આરતી સવારે 6:45 કલાકે થશે
મંદિરમાં શણગાર આરતી સવારે 8:30 કલાકે થશે
સવારે 11:15 કલાકે શામળાજી મંદિર બંધ થશે
બપોરે 12 કલાકે શામળાજી મંદિર ખુલશે
બપોરે 12:45 કલાકે ઠાકોરજી પોઢી જશે
બપોરે 2:15 કલાકે શામળાજી મંદિર ખુલશે
મંદિરમાં સંધ્યા આરતી સાંજે 4:30 કલાકે થશે
મંદિરમાં શયન આરતી સાંજે 5:45 કલાકે થશે
સાંજે 6 કલાકે શામળાજી મંદિર બંધ થશે
ચંદ્રગ્રહણને લઈને મંદિર વહેલા બંધ થશે

શરદ પૂનમે શ્રી દ્વારકાધીશ મંદિરના દર્શનનો સમય

પૂર્ણિમાના દિવસે મંદિર સવારે 5 કલાકે ખુલશે
મંદિરમાં મંગળા આરતી સવારે 5 કલાકે થશે
સવારે 5થી નિત્યક્રમ મુજબ દ્વારકાધીશના દર્શન
સવારે 11 કલાક સુધી મંદિરમાં દર્શન ચાલુ રહેશે
સવારે 11 થી 12 દ્વારકાધીશ મંદિર બંધ રહેશે
બપોરે 12 કલાકે દ્વારકાધીશના ઉત્થાન દર્શન
બપોરે 12 થી 3 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે
બપોરે 3 કલાકે શયન દર્શન બાદ મંદિર બંધ થશે
રવિવારે સવારથી નિત્યક્રમ મુજબ મંદિર ખુલશે

શરદ પૂનમે પાવાગઢ મંદિરના દર્શનનો સમય

પાવાગઢ મંદિરના દ્વાર વહેલી સવારે 4 કલાકે ખુલશે
વહેલી સવારે 4 કલાકે માતાજીની આરતી થશે
બપોર સુધી જ માતાજીના દર્શન કરી શકાશે
બપોરે 2:30 વાગ્યા પછી મંદિરના કપાટ બંધ થશે
રવિવારના રોજ સવારે 8:30 કલાકે મંદીરના દ્વાર ખુલશે

આ પણ વાંચો--MARRIAGE ACT : બીજા લગ્ન માટે સરકારની પરવાનગી જરૂરી… તમે જાણો છો અલગ-અલગ ધર્મોમાં બીજા લગ્નની કાનૂની શરતો શું છે ?

Tags :
lunar eclipseLunar Eclipse 2023Sharad PoonamSharad Poonam 2023Temples
Next Article