ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dwarka બ્રેકિંગ : ખંભાળિયામાં યુવા મહોત્સવમાં ફૂડ પોઈઝનિંગ, 50થી વધુ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં ખસેડાયા

Dwarka : ખંભાળિયામાં યુવા મહોત્સવમાં ફૂડ પોઈઝનિંગની શંકા, 50થી વધુ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ
11:39 PM Sep 20, 2025 IST | Mujahid Tunvar
Dwarka : ખંભાળિયામાં યુવા મહોત્સવમાં ફૂડ પોઈઝનિંગની શંકા, 50થી વધુ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ

ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ( Dwarka ) ખંભાળિયા ખાતે નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજિત યુવા મહોત્સવમાં ફૂડ પોઈઝનિંગની શંકાએ અફરાતફરી મચી ગઈ છે. આંતર-કોલેજ સ્પર્ધાના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં હજારો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, પરંતુ શનિવારે દરમિયાન 50થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડતાં તેમને તાત્કાલિક ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગને કારણે આ ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

50થી વધુ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ

ખંભાળિયાના આહિર કન્યા છાત્રાલય ખાતે નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા બે દિવસના યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 950 જેટલી વિવિધ આંતર-કોલેજ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શનિવારે કાર્યક્રમ દરમિયાન અનેક વિદ્યાર્થીઓને ચક્કર આવવા, ઉલટી થવી અને ગભરામણની ફરિયાદો થતાં કેટલાક બેભાન થઈ ગયા હોવાની માહિતી સામે આવી રહી છે. આ ઘટનાએ કાર્યક્રમમાં અફરાતફરી મચાવી દીધી છે. તાત્કાલિક 50થી વધુ વિદ્યાર્થીઓને એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- Mahisagar : લુણાવાડામાં દુ:ખદ ઘટના : મોટા ભાઈના હાથે 8માં ધોરણમાં ભણતા નાના ભાઈનું મોત

વિદ્યાર્થીઓ પર ફૂડ પોઈઝનિંગની અસરની શક્યતા

પ્રાથમિક તપાસમાં આ ઘટના ફૂડ પોઈઝનિંગના કારણે બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલા ખોરાકમાંથી ઝેરી અસર થઈ હોવાની શક્યતા છે. હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થીઓને ચક્કર, ઉલટી અને નબળાઈ જેવા લક્ષણો જોવા મળ્યા છે. હાલ તમામ વિદ્યાર્થીઓની સારવાર ચાલી રહી છે, અને તેમની હાલત સ્થિર હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું છે.

ઘટનાની જાણ થતાં ગુજરાત હાઈકોર્ટના જાણીતા વકીલ અને આહિર કન્યા છાત્રાલયના અધ્યક્ષ વી.એચ. કનારા તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. ખંભાળિયા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે, અને ખોરાકના સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. નરસિંહ મહેતા યુનિવર્સિટીના અધિકારીઓએ પણ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે અને તપાસમાં સહકાર આપવાની ખાતરી આપી છે. ગઈકાલે કેબિનેટ મંત્રી મુળુ બેરા દ્વારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા આ ઘટનાને દુ:ખદ ગણાવીને તપાસમાં સહયોગની વાત કરવામાં આવી છે.

આ ઘટનાએ ખંભાળિયા અને આસપાસના વિસ્તારોમાં ચર્ચા જગાવી છે. સ્થાનિક લોકોએ યુવા મહોત્સવ જેવા મોટા કાર્યક્રમોમાં ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા પર વધુ ધ્યાન આપવાની માંગ કરી છે. આયોજકો દ્વારા હાલ કાર્યક્રમને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યો છે, અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આહિર કન્યા છાત્રાલયના સંચાલકોએ પણ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે અને ઝડપી તપાસની માંગ કરી છે.

આ પણ વાંચો- Surat : વેસુમાં મહાવીર હોસ્પિટલમાં આગ, 12 લોકોનું રેસ્ક્યૂ, કોઈ જાનહાનિ નહીં

Tags :
#NarsinghMehtaUniversity#YouthFestivalCivilHospitalDwarkaFoodPoisoningKhambhalia
Next Article