Dwarka : જિલ્લાના લોકોએ સ્વયંભૂ કર્યું બ્લેક આઉટ, જગત મંદિરમાં આરતી કર્યા બાદ લાઈટો બંધ કરવામાં આવી
- ભારત-પાક. તણાવ વચ્ચે દ્વારકામાં બ્લેકઆઉટ કરાશે
- દ્વારકાધીશ જગતમંદિર સાંજે 7:30 કલાકે કરાશે બંધ
- સાવચેતીના ભાગરૂપે દ્વારકાધીશ મંદિર બંધ કરવા નિર્ણય
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને લઈ ગુજરાતના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જગત મંદિર ખાતે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ સાવચેતીના ભાગરૂપે દ્વારકાધીશ મંદિર સાંજે 7.30 બાદ સ્વૈચ્છીક બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરક્ષાના ભાગરૂપે દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અગમચેતીના ભાગરૂપે નિર્ણય કર્યો છે.
આપાતકાલીન સલામતી માર્ગદર્શિકા... સર્વે દેવભૂમિ દ્વારકા વાસીઓને હાલની આ પરિસ્થિતિમાં ઉકત માર્ગદર્શિકા આપને તથા આપના પરિવાર ને સુરક્ષિત રાખવામાં મદદરૂપ બનશે.. pic.twitter.com/LWAV4gfMYA
— Collector Devbhumi Dwarka (@COLLECTORDWK) May 11, 2025
દેવભૂમિ દ્વારકાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ એમ તન્ના દ્વારા જાહેર જનતા તેમજ ઔધોગિક એકમો તેમજ વિવિધ સંસ્થાઓને પ્રવર્તમાન પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાને લેતા, તેમજ સંભવિત આકસ્મિક આપત્તિને પહોંચી વળવા આગામી સૂચના ન મળે ત્યાં સુધી જિલ્લામાં સૂર્યાસ્તથી સુર્યોદય સુધી બ્લેક આઉટની અમલવારી કરવા અપીલ કરવામાં આવી છે. તેમજ હાલના સંજોગોમાં વહીવટીતંત્ર તરફતી આપવામાં આવેલ સૂચનાઓનું પાલન કરવા અને અફવાઓથી દૂર રહેવા જણાવવામાં આવ્યું હતું.
આપાતકાલીન સલામતી માર્ગદર્શિકા
કોઈ પણ સંભવિત યુદ્ધ કે આપાતકાલીન સ્થિતિનો સામનો કરવા માટે નાગરિકોએ સંપૂર્ણપણે તૈયાર રહેવું જરૂરી છે. તેમજ આ માર્ગદર્શિકા આપને અને આપના પરિવારને સુરક્ષિત રાખવામાં મદદ કરશે.
આ પણ વાંચોઃ Gujarat Weather: રાજ્યમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામા, હવામાન વિભાગની ત્રણ દિવસની આગાહી
આપાતકાલીન પરિસ્થિતિ સમયે શુ કરવું
- આપાતકાલી કીટ તૈયાર કરો
- ઓળખપત્રઃ આધાર કાર્ડ, રાશન કાર્ડ, પેન કાર્ડ, બેંક પાસબુક વગેરીની નકલ
- આવશ્યક દવાઓઃ દુખાવા માટે, તાવ, ORS, એન્ટિસેપ્ટિક, બેન્ડેજ વગેરે
- પાણીઃ ઓછામાં ઓછુ 5-6 લિટર પ્રતિ વ્યક્તિ
- ટોર્ચ, બેટરી, પાવર બેંક, સિટી
- રેડિયો (બેટરી દ્વારા ચાલતો)
- નજીકના શરણ સ્થળ ની જાણકારી રાખવી
આ પણ વાંચોઃ Banaskantha: કરા અને વાવાઝોડાના કારણે પાકને નુકસાન, ખેડૂતોએ સરકાર પાસે કરી સહાયની માંગ