Dwarka: પૂર્વ મંત્રીએ કડક શબ્દોમાં સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતનાં નિવેદનને વખોડ્યું, કહ્યું- હું સનાતની છુ
- સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંત વિવાદ
- દ્વારકાદીશ ભગવાન પર કરેલ ટિપ્પણી મામલો
- પૂર્વ મંત્રી જવાહર ચાવડાની પ્રતિક્રિયા
- હું ભગવાન કૃષ્ણનો વંશજ છુંઃ જવાહર ચાવડા
સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંત દ્વારા ભગવાન દ્વારકાધીશ પર કરવામાં આવેલ નિવેદનને લઈ ભક્તોમાં તેમજ સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મુદ્દે પૂર્વ મંત્રી જવાહર ચાવડા દ્વારા પ્રતિક્રિયા આપી હતી કે, હું ભગવાન કૃષ્ણનો વંશજ છું. હું સનાતની છું. હિન્દુ ધર્મનાં દેવી દેવતાને લઈ મને શ્રદ્ધા છે. કોઈ પણ દેવી દેવતા અંગે અયોગ્ય ટિપ્પણી કરવાથી મને દુઃખ પહોંચે છે.
અન્ય દેવી દેવતાઓની નિંદા ન કરશો : આચાર્ય રાકેશપ્રસાદ
વડતાલ (Vadtal) ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદે સ્વામિનારાયણ સંપ્રદાયનાં કેટલાક બફાટિયા સંતો સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, સ્વામિનારાયણનાં સાધુ-સંતો માપમાં રહે અને અન્ય ધર્મનાં દેવી-દેવતાઓની નિંદા કરશો નહીં. તેમણે કહ્યું કે, જેટલું આપણે શ્રીજી મહારાજનાં નિયમોથી વિપરિત વર્તીએ છીએ એટલો કલેશ થાય છે. રોજ કોઈ દેવી-દેવતાની નિંદા કરીએ તો કલેશ થાય તે સૌ જાણીએ છીએ.
આ પણ વાંચોઃ Nyari Dam Accident Case : 7 દિવસની સારવાર બાદ આશાસ્પદ યુવકનું મોત
નીલકંઠ ચરણ સ્વામીએ વિવાદિત ટિપ્પ્ણી કરતા વિવાદ
આચાર્ય રાકેશપ્રસાદે (Acharya Rakesh Prasad) વધુમાં કહ્યું કે, જેમ આપણેને આપણા ધર્મની ખુમારી હોય તેમ અન્ય ધર્મનાં લોકોને પણ તેમના ધર્મની ખુમારી, દ્રઢતા હોય એટલે તેની પણ સભાનતાપૂર્વક સમતા રાખવી પડશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાય સંપ્રદાયનાં કેટલાક સંતો દ્વારા હિન્દુ ધર્મ અને હિન્દુ દેવી-દેવાઓ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી છે, જેને લઈને હિન્દુ ધર્મનાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં દ્વારકાધીશ (Dwarkadhish) પ્રત્યે સ્વામિનારાયણ સંપ્રદાયનાં નીલકંઠ ચરણ સ્વામીએ વિવાદિત ટિપ્પ્ણી કરી હતી, જેને લઈ રાજ્યભરમાં હિન્દુ ધર્મનાં લોકો અને સાધુ-સંતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્વામી દ્વારકા જઈ દ્વારકાપતી સમક્ષ માફી માંગે તેવી માંગ ઊઠી છે.
આ પણ વાંચોઃ Rajkot : ન્યારી ડેમ અકસ્માત કેસમાં પોલીસનું 'દ્રશ્યમ'! CCTV, નિવેદનોમાં વિરોધાભાસથી અનેક સવાલ