પોરબંદરથી ઇરાન જતા જહાજની મધદરિયે સમાધિ થઈ, 12 ખલાસીઓનો આબાદ બચાવ
- સયલાના જહાજની જળ સમાધિથી સાયલા પંથક શોકમાં
- ખલાસીઓને આવતીકાલે પોરબંદર લાવવામાં આવશે
- જહાજ માલિકને ખૂબ મોટું આર્થિક નુકશાન જવા પામ્યું
Dwarka Ship Sinked : તાજેતરમાં સાયલાના એક જહાજની મધદરિયે જળ સમાધિ કરવામાં થઈ છે. આ જહાજનું નામ અલ પિરાને પીર હતું. તે ઉપરાંતા આ જહાજમાં સવાર 12 ખલાસીઓનો પણ આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. જોકે જહાજમાં પાણી ભરાયું હોવાને કારણે જહાજ દરિયામાં ધીમે-ધીમે ડૂબી રહ્યું હતું. ત્યારે આ 12 ખલાસીઓનો આબાદ બચાવ કરાયો હતો. તો સયલાના જહાજની જળ સમાધિથી સાયલા પંથક શોકમાં છે.
ખલાસીઓને આવતીકાલે પોરબંદર લાવવામાં આવશે
મળતી માહિતી મુજબ, સલાયાના રહેવાસી સુલતાન ઇસ્માઇલ સુંભણીયાની માલિકીનું અલ પીરાને પીર નામનું જહાજ બે દિવસ પહેલા પોરબંદરથી જનરલ કાર્ગો ભરી અને ઇરાનનાં બંદર અબાસ પોર્ટે જવા નીકળ્યું હતું. જેમાં 12 લોકો ટંડેલ સહિત સવાર હતા. આ જહાજ નીકળ્યા બાદ આજે સવારે 8 વાગ્યા આસપાસ ખરાબ હવામાનને લીધે મધદરિયે ફસાયું હતું. ત્યારે ખલાસીઓ દ્વારા ઈન્ડિયન સેલીંગ વેસલ્સ એસોશિયલનને આ અંગે જાણ કરવામાં આવી હતી. ત્યારે આ ખલાસીઓની મદદ માટે નૌકાદળ આવી પહોંચ્યું હતું.
આ પણ વાંચો: આચાર્યએ ઝેરની શીશી ગટગટાવી, શિક્ષિકા અવારનવાર કહેતી હતી કે....
જહાજ માલિકને ખૂબ મોટું આર્થિક નુકશાન જવા પામ્યું
આ તમામ ખલાસીઓને આવતીકાલે પોરબંદર લાવવામાં આવશે. આ જહાજ ખરાબ હવામાનના લીધે ડૂબ્યું હોવાનું બહાર આવ્યું છે. સલાયામાં આ જહાજ ડૂબવાના સમાચાર મળતા જહાજવટી ભાઈઓમાં ભારે શોકની લાગણી ફેલાઇ હતી. આ જહાજમાં નીચે મુજબના સલાયાના ખલાસીઓ સવાર હતા. જેમને MRCC એ બચાવી લીધા છે. આ જહાજ ડૂબવાના લીધે જહાજ માલિકને ખૂબ મોટું આર્થિક નુકશાન જવા પામ્યું છે.
આ પણ વાંચો: IAS અધિકારીઓની બદલી, GSSSB ના ચેરમેન બન્યા IAS તુષાર ધોળકીયા