Dwarka : 27 વર્ષથી ફરાર લૂંટારૂ આખરે ઝડપાયો, પોલીસ દ્વારા આરોપી પર 5 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતુ
Dwarka : ગુનો ગમે તેટલા વર્ષો પહેલાં કરવામાં આવ્યો હોય, પણ પોલીસના સકંજામાંથી બચવું લગભગ અશક્ય છે. આવું જ કંઈક જામનગરના એક ચકચારી લૂંટ કેસમાં સામે આવ્યું છે. વર્ષ 1999માં જામનગરના સિક્કા પાટિયા નજીક એક પેટ્રોલ પંપ પર ધાડ પાડી આશરે 85 હજાર રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા એક ઈનામી આરોપીને 27 વર્ષ બાદ દેવભૂમિ દ્વારકાની SOG પોલીસે ઝડપી પાડયો છે.
Advertisement
Dwarka : વર્ષ 1999માં જામનગરના પાંચકોશી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર લૂંટ અને ધાડનો ગંભીર ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલો એક આરોપી ઘટનાને અંજામ આપી પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો.

