ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dwarka : એવું તો શું થયું કે વાડીનાર મરીન પોલીસ સ્ટેશનનો ક્ષત્રિય સમાજના યુવાનોએ ઘેરાવ કર્યો?

જ્યાં સુધી પોલિસ ફરિયાદ દાખલ નહિ કરે ત્યાં સુધી પોલીસ દફ્તર નહિ છોડવા ક્ષત્રિય સમાજના (Kshatriya Samaj) યુવાનોએ જણાવ્યું છે.
09:04 PM Aug 31, 2025 IST | Vipul Sen
જ્યાં સુધી પોલિસ ફરિયાદ દાખલ નહિ કરે ત્યાં સુધી પોલીસ દફ્તર નહિ છોડવા ક્ષત્રિય સમાજના (Kshatriya Samaj) યુવાનોએ જણાવ્યું છે.
Kshatriya Samaj_Gujarat_first
  1. Dwarka માં ક્ષત્રિય યુવાનના આપઘાતને પગલે સમાજમાં ભારે રોષ
  2. વાડીનાર મરીન પોલીસ સ્ટેશનનો મોટી સંખ્યામાં આગેવાનો સાથે યુવાનો ઘેરાવ કર્યો
  3. પોલીસકર્મીના ત્રાસથી ક્ષત્રિય યુવાને આપઘાત કર્યાનો આરોપ
  4. ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસ, મારમારી અને 7000 પડાવી લીધાનો પણ આરોપ

Dwarka : દ્વારકામાં વાડીનાર મરીન પોલીસ દફ્તરનો (Vadinar Marine Police Station) આજે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો છે. પોલીસકર્મીના ત્રાસથી કંટાળીને એક ક્ષત્રિય યુવકે આપઘાત કર્યો હોવાનાં આરોપ સાથે ક્ષત્રિય સમાજનાં યુવાનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને જવાબદાર પોલીસકર્મી સામે કાર્યવાહી કરવા માગ ઉચ્ચારી છે. જ્યાં સુધી પોલિસ ફરિયાદ દાખલ નહિ કરે ત્યાં સુધી પોલીસ દફ્તર નહિ છોડવા ક્ષત્રિય સમાજના (Kshatriya Samaj) યુવાનોએ જણાવ્યું છે.

આ પણ વાંચો - Vadodara : શ્રીજીની આગમનયાત્રામાં ઈંડુ ફેંકનાર ગેંગના વધુ ત્રણ સાગરીતો રાજસ્થાનથી ઝડપાયા

Dwarka માં ક્ષત્રિય યુવાનના આપઘાતને પગલે સમાજમાં ભારે રોષ

તાજેતરમાં દ્વારકા જિલ્લાનાં વાડીનાર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્ષત્રિય સમાજનાં એક યુવકે આપઘાત કર્યો હતો. મૃતક યુવકના પરિવારજનો અને ક્ષત્રિય સમાજનાં આગેવાનોનો આરોપ છે કે પોલીસકર્મીના ત્રાસથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી છે. આરોપી પોલીસકર્મીએ મૃતક યુવકને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ (Drink and Drive) અને મારમારીનાં કેસમાં ફસાવી રૂપિયા 7000 પડાવી લીધાનો આરોપ પણ કર્યો છે. સાથે જ માનહાની થઈ હોવાની લાગણી સાથે યુવાને આપઘાત કર્યાનો દાવો કર્યો છે.

આ પણ વાંચો - Amit Shah in Gujarat : દેશમાં આજે ગુજરાત કાયદો-વ્યવસ્થા, રાષ્ટ્ર સુરક્ષામાં નંબર વન પર : અમિત શાહ

વાડીનાર મરીન પોલીસ સ્ટેશનનો ક્ષત્રિય યુવાનોએ ઘેરાવ કર્યો

આજે મરીન પોલીસ દફ્તરનો (Vadinar Marine Police Station) ઘેરાવ કરી ક્ષત્રિય સમાજના યુવાનોએ જવાબદાર પોલીસકર્મી સામે ફરિયાદ નોંધવા માગણી કરી છે. દરમિયાન, પોલીસ દફ્તર બહાર આગેવાનો અને પોલીસ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ જોવા મળી હતી. પોલીસ ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી પોલીસ સ્ટેશન નહીં છોડવા ક્ષત્રિય સમાજનાં લોકોએ જણાવ્યું છે. આરોપ છે કે મૃતક યુવાને સારવાર દરમિયાન વીડિયો બનાવીને સમગ્ર ઘટનાની આપવીતી વર્ણવી હતી છતાં પણ પોલીસે જે તે પોલીસકર્મી સામે પગલાં નહિ ભરતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે.

આ પણ વાંચો - Jamnagar : તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના બે બાળક સહિત 3 નાં મોત

Tags :
DwarkaDwarka NewsGUJARAT FIRST NEWSKSHATRIYA SAMAJTop Gujarati NewsVadinar Marine Police Station
Next Article