Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dwarka અનંત અંબાણીનું કરાયું સ્વાગત, દ્વારકાધીશ મંદિરે મંગળા આરતીનાં દર્શન કર્યા

રિલાયન્સ ગ્રુપનાં અનંત અંબાણી પદયાત્રા પૂર્ણ કરી દસમા દિવસે દ્વારકા પહોંચ્યા છે. દ્વારકા ખાતે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે તેઓનું સ્વાગત કર્યું હતું.
dwarka અનંત અંબાણીનું કરાયું સ્વાગત  દ્વારકાધીશ મંદિરે મંગળા આરતીનાં દર્શન કર્યા
Advertisement
  • દ્વારકા ખાાતે અનંત અંબાણીનું કરાયું સ્વાગત
  • પદયાત્રામા નીતા અંબાણી અને રાધિકા પણ જોડાયા
  • અનેક સમાજનાં આગેવાનો દ્વારા અનંત અંબાણીનું સન્માન કર્યું

રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણી દસ દિવસની પદયાત્રા બાદ તેઓ આજે દ્વારકાધીશનાં મંદિરે પહોચ્યા હતા. 28 માર્ચનાં રોજ અનંત અંબાણીએ જામનગર ખાતે આવેલ રિલાયન્સ ટાઉનશીપ-વનતારાથી પદયાત્રા શરૂ કરી હતી. અને તેઓ દરરોજ 10 થી 12 કિલોમીટર ચાલતા હતા. આજે રામનવમીનાં દિવસે અનંત અંબાણીએ પોતાના જન્મ દિવસની ઉજવણી દ્વારકા ખાતે કરી હતી. આજે દ્વારકા ખાતે પદયાત્રામાં તેમનાં પત્નિ તેમજ માતા પણ જોડાયા હતા.

દ્વારકાધીશ મંદિરે મંગળા આરતીનાં દર્શન કર્યા

અનંત અંબાણી આજે વહેલી સવારે દ્વારકા ખાતે પહોંચ્યા હતા.દ્વારકામા હાથી ગેઇટ પાસે પાઠશાળાના બાળકો અને બ્રાહ્મણોએ વૈદિક ઉચ્ચારણથી અનંત અંબાણીનું સ્વાગત કર્યું હતું. દ્વારકા ખાતે પહોંચ્યા બાદ પ્રથમ તેઓએ માતા ગોમતી નદીની પૂજા કરી હતી. જે બાજ અનંત અંબાણી દ્વારકાધીશ મંદિરે મંગળા આરતીનાં દર્શન કર્યા હતા. અનંત અંબાણી દ્વારકા ખાતે પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ અનેક આગેવાનો દ્વારા તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. અનંત અંબાણીએ પદયાત્રા પૂર્ણ કરીને ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement

આ પણ વાંચોઃ Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, ઈફકો પ્લાન્ટના સિડ રિસર્ચ સેન્ટરનું કર્યું લોકાર્પણ

Advertisement

અનંત અંબાણીએ લોકોનો આભાર માન્યો

અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, હું તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું. તમે બધાએ અહીંયા મારૂ સ્વાગત કર્યું. તેમજ આખા વિશ્વનાં રાજાધિરાજ અહીંયા બેઠા છે. એ ચાલે તો આપણે બધા ચાલીએ. આપણે બધા તેના રમકડા છીએ. દ્વારકાધીશનાં દર્શન મને થઈ ગયા એજ મારૂ લક્ષ્ય હતું. જ્યારે જામનગરથી દસ દિવસ પહેલા હું નીકળ્યો હતો. ત્યારે લાગતુ હતું કે ક્યારે પહોંચશું. પણ દ્વારકાધીશનાં આર્શીવાદથી આજે પદયાત્રા પૂર્ણ કરી છે. તેમજ દ્વારકાવાસીઓને રામનવમીની શુભેચ્છા પણ પાઠવી હતી.

આ પણ વાંચોઃ UAE: BAPS હિન્દુ મંદિર અબુધાબી ખાતે રામનવમી અને સ્વામિનારાયણ જયંતીની ઉજવણી કરાઈ

Tags :
Advertisement

.

×