Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara: મહિલા અનામત મુદ્દે DyCM હર્ષભાઈ સંઘવીના વિપક્ષના 'પરિવારવાદ' પર આકરા પ્રહાર

વડોદરામાં જનમેદનીને સંબોધતા DyCM હર્ષભાઈ સંઘવીએ મહિલા અનામત બિલને દેશનો નવો સૂર્યોદય ગણાવ્યો છે. પરંતુ આ દરમિયાન તેમણે વિપક્ષના મોટા નેતાઓ અને તેમના પરિવારવાદ પર જે રીતે શાબ્દિક પ્રહારો કર્યા, તેનાથી રાજકારણ ગરમાયું છે.
vadodara  મહિલા અનામત મુદ્દે  dycm હર્ષભાઈ સંઘવીના વિપક્ષના  પરિવારવાદ  પર આકરા પ્રહાર
Advertisement
  • Vadodara માં DyCM ની ગર્જના, "ગુજરાતની દીકરી કેમ સંસદમાં ન બેસી શકે?"
  • મહિલા અનામત બિલને દેશ માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો
  • રાહુલ ગાંધી અને અખિલેશ યાદવના પરિવારવાદ પર આકરા પ્રહાર
  • "ગુજરાતને બદનામ કરનારી કોંગ્રેસના હવે છાપરા પડી ગયા છે"
  • હાર બાદ વિપક્ષ દ્વારા EVM ને દોષ આપવા મુદ્દે આકરો કટાક્ષ
  • સ્થાનિક ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયનો મંત્રીએ અપાવ્યો ચિતાર

વડોદરા (Vadodara): ગુજરાતના DyCM હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) એ વડોદરામાં આયોજિત એક ભવ્ય જનસભા (Public Meeting) ને સંબોધતા વિપક્ષી દળો પર આકરા પ્રહાર કર્યા હતા. ખાસ કરીને મહિલા અનામત બિલ (Women's Reservation Bill) ના મુદ્દે તેમણે કોંગ્રેસ (Congress) અને તેના સાથી પક્ષોને આડેહાથ લીધા હતા. તેમણે આ દિવસને ભારતની નારી શક્તિ માટે 'ઐતિહાસિક દિવસ' (Historic Day) ગણાવ્યો હતો.

'PM મોદીને હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા'

DyCM હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Modi) ના નેતૃત્વમાં દેશની માતાઓ, બહેનો અને દીકરીઓ માટે નેતૃત્વનો નવો સૂર્યોદય (New Dawn) થયો છે. તેમણે મધ્ય ગુજરાત (Central Gujarat) ના પ્રવાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મહિલાઓએ પીએમ મોદીને હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા છે. હવે આવનારા સમયમાં સંસદ (Parliament) માં 33 ટકા મહિલાઓ દેશનું સુકાન સંભાળશે.

Advertisement

Vadodara: પરિવારવાદ અને ગુજરાત વિરોધ પર પ્રહાર

DyCM એ કોંગ્રેસના પરિવારવાદ પર નિશાન સાધતા પ્રશ્ન કર્યો કે, "જો રાહુલ ગાંધીની બહેન કે અખિલેશ યાદવની પત્ની સાંસદ બની શકતી હોય, તો શું ગુજરાતની દીકરી (Daughter of Gujarat) સંસદમાં ન બેસી શકે?" તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ હંમેશા ગુજરાતને બદનામ (Defaming Gujarat) કરવાનું કામ કરે છે, પરંતુ જનતાએ ચૂંટણી પહેલા જ તેમનો હિસાબ કરી દીધો છે.

Advertisement

'કોંગ્રેસને હવે ઉમેદવારો પણ મળતા નથી'

DyCM એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) ના પરિણામોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કોંગ્રેસને હવે ઉમેદવારો પણ મળતા નથી અને 720 સીટો પર ભાજપનો સીધો વિજય (BJP Victory) થયો છે. તેમણે કટાક્ષ કર્યો કે હાર બાદ કોંગ્રેસ અને આપ (AAP) બંને EVM પર દોષ મઢે છે. DyCM એ અંતમાં જનતાને આહવાન કર્યું કે જો કોંગ્રેસના નેતાઓ સોસાયટીમાં આવે તો તેમને ગુજરાત વિરોધી માનસિકતા બદલ સવાલ પૂછજો.

આ પણ વાંચો: Gandhinagar: ચૂંટણી પહેલા જ દારૂબંધીના કડક શપથ, ભાજપ-કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ બતાવી એકતા

Tags :
Advertisement

.

×