Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gujarat Budget : રૂ. 4.08 લાખ કરોડનાં ઐતિહાસિક બજેટ અંગે DyCM હર્ષભાઈ સંઘવીની પ્રતિક્રિયા

Gandhinagar : આજે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2026-2027 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રૂ.4.08 લાખ કરોડનું આ બજેટ ગુજરાતનાં ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે. બજેટ અંગે DyCM હર્ષભાઈ સંઘવીની પ્રતિક્રિયા આવી છે. તેમણે આ બજેટને ઐતિહાસિક ગણાવ્યું અને કહ્યું કે, ગુજરાતનાં વિકાસની દિશામાં રૂ. 4.08 લાખ કરોડ રૂપિયાનું આ બજેટ છે. આ માટે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈને (Kanubhai Desai) ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
gujarat budget   રૂ  4 08 લાખ કરોડનાં ઐતિહાસિક બજેટ અંગે dycm હર્ષભાઈ સંઘવીની પ્રતિક્રિયા
Advertisement
  1. 2026-2027 ના બજેટને લઈને DyCM હર્ષભાઈ સંઘવીની પ્રતિક્રિયા (Gujarat Budget)
  2. "ગુજરાતનાં વિકાસ અને દરેક ક્ષેત્ર માટે ઐતિહાસિક બજેટ રજૂ"
  3. "ગુજરાતનાં વિકાસની દિશામાં 4.08 લાખ કરોડ રૂપિયાનું બજેટ"
  4. "રાજય સરકારનાં તમામ ક્ષેત્રો અને સમાજ વતી શુભેચ્છાઓ"
  5. "નાણામંત્રી કનુભાઈ દેસાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું"
  6. "દરેક ક્ષેત્રના લોકોને સિધો લાભ મળે તે દિશામાં પ્રયાસ કર્યો"

Gandhinagar : આજે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2026-2027 નું બજેટ (Gujarat Budget) રજૂ કરવામાં આવ્યું હતું. રૂ.4.08 લાખ કરોડનું આ બજેટ ગુજરાતનાં ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે. ત્યારે આ બજેટને લઈ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની (DyCM Harshbhai Sanghvi) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ બજેટને ઐતિહાસિક ગણાવ્યું અને કહ્યું કે, ગુજરાતના વિકાસ અને દરેક ક્ષેત્ર માટે ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતનાં વિકાસની દિશામાં 4.08 લાખ કરોડ રૂપિયાનું આ બજેટ છે. આ માટે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈને (Kanubhai Desai) ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

Advertisement

વિકાસ-દરેક ક્ષેત્ર માટે ઐતિહાસિક Gujarat Budget રજૂ : DyCM હર્ષભાઈ સંઘવી

આજે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપાયો છે. આ વર્ષનું બજેટ (Gujarat Budget) ગુજરાતનાં ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રહ્યું. ગયા વર્ષે (2025-26) ગુજરાતનું બજેટ અંદાજે રુ.3.70 લાખ કરોડ હતું, જ્યારે વર્ષ 2026-27 નું કુલ 4,08,053 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. આ બજેટ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવની (DyCM Harshbhai Sanghvi) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ગુજરાતનાં વિકાસ અને દરેક ક્ષેત્ર માટે આજે ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના વિકાસની દિશામાં 4.08 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Gujarat Budget 2026 Highlights : વન, ઊર્જા અને સુરક્ષા પર સરકારનું વિશેષ ધ્યાન, જાણો કયા વિભાગને શું મળ્યું?

' દરેક ક્ષેત્રના લોકોને સીધો લાભ મળે તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ'

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, રાજ્યનાં સૌ ક્ષેત્ર અને સમાજ વતી રાજ્ય સરકારને શુભેચ્છાઓ પાઠવી છે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. દરેક ક્ષેત્રના લોકોને સીધો લાભ મળે તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ કરાયો છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારનાં (Gujarat Government) પ્રયાસોને નજીકથી જોઈ રહ્યો છું. પ્રવાસન અને રોજગારી માટે ખાસ પ્રયાસ કર્યા છે. આ બજેટથી રાજ્યનાં નાગરીકોને નઘુ લાભ થવાનો છે.

આ પણ વાંચો - Gujarat Budget 2026-27: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બજેટને આવકાર્યું, જાણો શું આપી પ્રતિક્રિયા?

Tags :
Advertisement

.

×