Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ફટાકડા-ફૂલોની વર્ષા સાથે DyCM હર્ષભાઈ સંઘવીનો ઓલપાડમાં ભવ્ય સ્વાગત

સુરત જિલ્લાના ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં આજે એક અભૂતપૂર્વ દૃશ્ય જોવા મળ્યું જ્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનું ખેડૂતો અને ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડીને, પુષ્પવર્ષા કરીને અને ઢોલ-નગારાંના ગગનભેદી નાદ વચ્ચે ભવ્ય સ્વાગત કર્યું. ઓલપાડ બજારથી લઈને ઓલપાડ ગ્રામ પંચાયત સુધીના આખા માર્ગ પર અભિવાદન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા.
ફટાકડા ફૂલોની વર્ષા સાથે dycm હર્ષભાઈ સંઘવીનો ઓલપાડમાં ભવ્ય સ્વાગત
Advertisement
  • ઓલપાડમાં  DyCM હર્ષસંઘવીનો ધમાકેદાર વેલકમ : 10,000 કરોડના પેકેજથી ખેડૂતોના દિલ જીત્યા
  • ફટાકડા-ફૂલોની વર્ષા વચ્ચે DyCM હર્ષભાઈને ઓલપાડમાં ભવ્ય સ્વાગત
  • માવઠાના માર બાદ મળી મદદ : હર્ષસંઘવીએ ખેડૂતોને આપી ₹22,000/હે.ની ખાતરી
  • ઓલપાડથી ગ્રામપંચાયત સુધી અભિવાદન રેલી : હર્ષભાઈએ ખેડૂતોના મોઢે લાવી ખુશી
  • “ખેડૂતોના ખાતામાં પૈસા આવશે!” – હર્ષસંઘવીનું ઓલપાડમાં મોટું વચન

ઓલપાડ : સુરત જિલ્લાના ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં આજે એક અભૂતપૂર્વ દૃશ્ય જોવા મળ્યું જ્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું ખેડૂતો અને ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડીને, પુષ્પવર્ષા કરીને અને ઢોલ-નગારાંના ગગનભેદી નાદ વચ્ચે ભવ્ય સ્વાગત કર્યું. ઓલપાડ બજારથી લઈને ઓલપાડ ગ્રામ પંચાયત સુધીના આખા માર્ગ પર અભિવાદન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, સાંસદ મુકેશભાઈ દલાલ તેમજ અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ આ ઉત્સાહમાં સામેલ થઈને ખેડૂતોના આ ઉમળકાને વધુ ઉત્સાહિત કર્યો હતો.

Tags :
Advertisement

.

×