DyCM Delhi visit: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ફરી દિલ્હીમાં, 10 દિવસમાં ત્રીજી મુલાકાત
DyCM Delhi visit: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે ફરી દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે. છેલ્લા 10 દિવસમાં તેમની આ ત્રીજી દિલ્હી મુલાકાત છે. અગાઉ તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જગદીશભાઈ સાથે દિલ્હી ગયા હતા અને ગત રવિવારે પણ મુલાકાત કરી હતી. આજનો દિલ્હી પ્રવાસ કોમનવેલ્થ ગેમ્સ અંતર્ગત હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મોડી સાંજે ગુજરાત પરત ફરશે.
Advertisement
DyCM Delhi visit: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે ફરી એક વખત દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે. છેલ્લા 10 દિવસમાં તેમની આ ત્રીજી દિલ્હી મુલાકાત હોવાનું સામે આવ્યું છે. હર્ષભાઈ સંઘવીની વારંવારની દિલ્હી મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જોવા મળી રહી છે. જોકે, તેમની આજની મુલાકાત કોમનવેલ્થ ગેમ્સ અંતર્ગત હોવાનું જાણવા મળ્યું છે.

