Kutch Earthquake: કચ્છમાં ભૂકંપનો સિલસિલો યથાવત, ભચાઉ કેન્દ્રબિંદુ નોંધાયું!
- Kutch Earthquake: ફરી એકવાર ધ્રુજી કચ્છની ધરા
- કચ્છના ભચાઉમાં અનુભવાયો આંચકો
- બપોરે 1.56 કલાકે અનુભવાયો ભૂકંપ
- રિક્ટલ સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.5 નોંધાઇ
Kutch Earthquake:કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાઓ આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે બપોરે ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને ભચાઉ (Bhachau) પંથકમાં આ આંચકો સ્પષ્ટપણે અનુભવાયો હતો.
ભચાઉથી 11 કિમી દૂર એપી સેન્ટર
પ્રાપ્ત માહિતી અનુસાર આજે બપોરે 1:56 કલાકે કચ્છના ભચાઉ (Bhachau) વિસ્તારમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. રિક્ટર સ્કેલ (Richter Scale) પર આ ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ (Epicenter) ભચાઉથી માત્ર 11 કિલોમીટર દૂર નોંધાયું છે. આંચકો આવતા જ લોકો ઘરો અને ઓફિસોની બહાર દોડી આવ્યા હતા.
Kutch Earthquake: ફરી ધ્રુજી કચ્છની ધરા!, Bhachauમાં 3.5ની તીવ્રતાનો આંચકો...| Gujarat First
ફરી એકવાર ધ્રુજી કચ્છની ધરા
કચ્છના ભચાઉમાં અનુભવાયો આંચકો
બપોરે 1.56 કલાકે અનુભવાયો ભૂકંપ
રિક્ટલ સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.5 નોંધાઇ
ભચાઉથી 11 કિમી દૂર ભૂકંપનું એપી સેન્ટર#Kutch… pic.twitter.com/6Pt3s9grNj— Gujarat First (@GujaratFirst) January 29, 2026
જાન્યુઆરી મહિનામાં ભૂકંપનો બીજો આંચકો
કચ્છમાં ભૂકંપ આવવાની ઘટના નવી નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેની ફ્રિકવન્સી વધી છે. અગાઉ ગત 17 જાન્યુઆરીના (17th January) રોજ પણ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તે સમયે ખાવડા (Khavda) નજીક રાત્રિના 1:22 વાગ્યે ધરા ધ્રુજી હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (National Centre for Seismology) મુજબ, તે આંચકાની તીવ્રતા 4.1 રિક્ટર સ્કેલ નોંધાઈ હતી અને તેનું કેન્દ્રબિંદુ ખાવડાથી 55 કિમી દૂર હતું.
શા માટે કચ્છમાં વારંવાર આવે છે ભૂકંપ?
ભૂસ્તરશાસ્ત્રીઓના મતે કચ્છ જિલ્લો સિસ્મિક ઝોન-5 (Seismic Zone 5) માં આવે છે, જે ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ ગણાય છે. અહીંની જમીન નીચે રહેલી ફોલ્ટ લાઈન્સ (Fault Lines) માં થતી હલચલને કારણે વારંવાર નાના-મોટા આંચકાઓ અનુભવાતા રહે છે. જોકે, આજની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે માલહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
આ પણ વાંચોઃ Kheda: પોલીસ બનવાના સપના જોતા 2 યુવાનોની કારકિર્દી પર પાણી ફર્યું! નોંધાઈ FIR


