ભૂગર્ભ જળને પેટાળમાંથી ખેંચવાથી પૃથ્વી એક તરફ 31.5 ઈંચ સુધી નમી ગઈ
- અક્ષીય ઝુકાવના ફેરફારમાં ભૂજળ આવ્યું સામે
- અક્ષીય ઝુકાવના કારણે પૃથ્વી ઉપર દરેક ઋતુઓ છે
- 2150 ગીગાટન ભૂગર્ભમાંથી પાણી નીકાળવામાં આવ્યું
Earth's Tilt To Shift By 31.5 Inches : છેલ્લા 2 દશકોથી વધારે પ્રમાણમાં પૃથ્વીના પેટાણમાંથી પાણી મેળવવા માટે જે રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. તેના કારણે અંદાજે પૃથ્વી 31.5 ઈંચ સુધી એક બાજુ નમી ગઈ છે. તાજેતરમાં આ અંગે એક આંતરરાષ્ટ્રિય સ્તરે વૈજ્ઞાનિક રિપોર્ટ શેર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત પાણીના આ પ્રકારને રીડિસ્ટ્રીબ્યૂશનને કારણે ગ્લોબલ વોર્મિંગમાં પણ વધારો થયો છે. તેના કારણે સાગરનું સ્તર વધીને આશેર 0.24 ઈંચ ઉપર આવી ગયું છે. તો જિયોફિજિકલ રિચર્સ લેટર્સમાં રજૂ કરવામાં આવેલા અહેવાલમાં આ માહિતી દર્શાવવામાં આવી છે.
2150 ગીગાટન ભૂગર્ભમાંથી પાણી નીકાળવામાં આવ્યું
Seoul National University ના Ki-Weon Seo દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. તો Geophysical Research Letters માં જણાવવામાં આવ્યું છે કે, groundwater extraction અને depletion ને કારણે પૃથ્વી તેની ધરીમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. વર્ષ 1933 થી 2010 સુધી આશરે 2150 ગીગાટન ભૂગર્ભમાંથી પાણી નીકાળવામાં આવ્યું છે. તેના કારણે પૃથ્વીની ધરીમાં ફેરફાર થયો છે. જોકે આ પાણી વર્ષો સુધી પેટાળમાં રહેલું હતું, પરંતુ તેને બહાર નીકાળવાથી તે ફરી પાછું સાગરમાં જઈને વસ્યું છે. તેના કારણે સાગરની સપાટીમાં પણ વધારો આવી રહ્યો છે.
આ પણ વાંચો: હવે, રનવે ઉપર દોડશે Spaceplane, વર્ષ 2025 માં પ્રથમ ઉડાન ભરશે
#VantageOnFirstpost: Earth's axis has tilted by 31.5 inches, according to a study. This is due to excessive groundwater pumping that is tilting the Earth's rotation. How is water affecting the Earth’s tilt? @Palkisu tells you. pic.twitter.com/flAiNVETxA
— Firstpost (@firstpost) November 25, 2024
અક્ષીય ઝુકાવના ફેરફારમાં ભૂજળ આવ્યું સામે
Geophysical Research Letters માં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે પૃથ્વીની ધરીનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારે તેમાં ફેરફાર મળ્યો હતો. આ ફેરફારનું કારણે અભ્યાસમાં ભૂગર્ભમાંથી નીકળવામાં આવેલા પાણીનો ભંડાર સામે આવ્યું છે. જે આજે સાગરમાં સમયેલું છે. જોકે આ પાણીને ભૂજળ પણ કહેવામાં આવે છે. આ ભૂજળ માટી, પથ્થરો અને પહોડોની વચ્ચે ફસાયેલું હોય છે. આ પાણી મોટાભાગે વરસાદ અને અન્ય કુદરતી ઘટનાઓને કારણે નિર્માણ થયેલું હોય છે. ત્યારે આ પાણીનો લાંબાગાળા માટે ઉપયોગ ન કરવામાં આવતા, તે પાતાળમાં જતું રહે છે.
અક્ષીય ઝુકાવના કારણે પૃથ્વી ઉપર દરેક ઋતુઓ છે
નાસાના પ્રમાણે આ પૃથ્વીના અક્ષીય ઝુકાવના કારણે પૃથ્વી ઉપર દરેક ઋતુઓનો અનુભવ થાય છે. જોકે આ અક્ષીય ઝુકાવ જ્યારે પૃથ્વીના નિર્માણ થતું હતું, ત્યારે મંગળની સાથે થયેલી ટક્કરને કારણે થયું હતું. આ અથડામણે પૃથ્વીને તેની ધરી પર કાયમ માટે નમેલી, વસંત, ઉનાળો, પાનખર અને શિયાળાનું ચક્ર બનાવ્યું. અભ્યાસ મુજબ તાજેતરના ઝુકાવથી હવામાન બદલાશે નહીં, પરંતુ તે વૈશ્વિક આબોહવાની ઘટનાઓને અસર કરી શકે છે.
આ પણ વાંચો: અંતરિક્ષમાંથી 1,28,000 ફૂટની ઊંચાઈએથી સ્કાઈજંપરે લગાવી છલાંગ, જુઓ વીડિયો