ચૂંટણી પંચની મોટી જાહેરાત, દેશના 12 રાજ્યોમાં મતદાર યાદી સુધારણાનો બીજો તબક્કો આવતીકાલથી થશે શરૂ
- બિહારની જેમ દેશના 12 રાજ્યોમાં લાગુ થશે SIR
- આવતીકાલથી જ ગુજરાતમાં SIR લાગુ થઈ જશે
- ગુજરાત સહિત 12 જેટલા રાજ્યોમાં SIR લાગુ થશે
- ગુજરાત, ઉત્તરપ્રદેશ, રાજસ્થાનમાં લાગુ થશે SIR
- તમિલનાડુ, કેરલ, પ. બંગાળમાં SIR લાગુ કરાશે
- ચંદીગઢ, કેન્દ્રશાસિત પ્રદેશમાં લાગુ કરાશે SIR
- ફેબ્રુઆરી 2027 સુધીમાં SIRની કામગીરી પૂર્ણ કરાશે
- જ્યાં SIR લાગુ થશે ત્યાં મતદાર યાદી ફ્રીઝ થઈ જશે
- તમામ દળોને બૂથ એજન્ટનું નામ આપવા કરી અપીલ
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે આજે એક પત્રકાર પરિષદમાં રાષ્ટ્રવ્યાપી SIR (વિશેષ સઘન સુધારા) અભિયાનના બીજા તબક્કાની જાહેરાત કરી છે. આ મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા હેઠળ દેશના 12 રાજ્યોમાં મતદાર યાદીઓને અપડેટ કરવાનું, નવા મતદારોને ઉમેરવાનું અને તેમાં રહેલી ભૂલોને સુધારવાનું કામ હાથ ધરવામાં આવશે.દેશના 12 રાજ્યોમાં SIR 28 ઓકટોબર મંગળવારથી થશે શરૂ
આ 12 રાજ્યોમાં શરૂ થશે મતદાર યાદી સુધારણા
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે વિશેષ સઘન સુધારા (SIR) અભિયાનના બીજા તબક્કાની જાહેરાત કરી, જેમાં કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો નો સમાવેશ થાય છે. 1. અંદમાન અને નિકોબાર, 2. છત્તીસગઢ, 3. ગોવા, 4. ગુજરાત, 5. કેરળ, 6. લક્ષદ્વીપ, 7. મધ્ય પ્રદેશ, 8. પુડુચેરી, 9. રાજસ્થાન, 10. તમિલનાડુ, 11. ઉત્તર પ્રદેશ, અને 12. પશ્ચિમ બંગાળ. આ તમામ પ્રદેશોમાં હવે મતદાર યાદીઓને અપડેટ કરવા, નવા મતદારો ઉમેરવા અને ભૂલો સુધારવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
#WATCH | Delhi: Chief Election Commissioner Gyanesh Kumar says, "...The second phase of SIR (Special Intensive Revision) is about to be carried out in 12 States/UTs." pic.twitter.com/bKE65UFDay
— ANI (@ANI) October 27, 2025
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આજે એક પત્રકાર પરિષદમાં કરી આ જાહેરાત
દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, "આજે અમે ખાસ સઘન સુધારા (SIR)ના બીજા તબક્કાના પ્રારંભની જાહેરાત કરવા માટે અહીં છીએ. હું ખાસ કરીને બિહારના મતદારોને મારી શુભેચ્છાઓ પાઠવું છું અને આ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા બદલ તેમને સલામ કરું છું."જ્ઞાનેશ કુમારે વધુમાં માહિતી આપી હતી કે પંચે અત્યાર સુધીમાં દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓ સાથે મુલાકાત કરીને આ પ્રક્રિયાની વિગતવાર ચર્ચા કરી છે.
ભારતમાં આઠ વાર SIR ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે
નોંધનીય છે કે, ૧૯૫૧ થી ૨૦૦૪ દરમિયાન દેશમાં આઠ વખત સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સ્વીકાર્યું હતું કે રાજકીય પક્ષોએ અનેક વખત મતદાર યાદીઓની ગુણવત્તાનો મુદ્દો ઉઠાવ્યો છે, જેના પગલે આ સુધારા અભિયાનને મહત્ત્વ અપાયું છે.CEC જ્ઞાનેશ કુમારે જાહેરાત કરી કે, જે 12 રાજ્યોમાં SIRનો આ તબક્કો હાથ ધરવામાં આવશે, ત્યાં આજે રાત્રે મતદાર યાદીઓ સ્થિર (Freeze) કરવામાં આવશે. આ પ્રક્રિયા બાદ સુધારાનું કાર્ય સત્તાવાર રીતે શરૂ થશે.
મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા મુજબ, મતદાર યાદી સુધારણા માટે મુદ્રણ અને તાલીમનું કામ 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર, 2025 સુધી ચાલશે. ત્યારબાદ, ઘર-ઘર ગણતરીનો તબક્કો 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર, 2025 સુધી હાથ ધરવામાં આવશે. ડ્રાફ્ટ (ખરડા) મતદાર યાદીનું પ્રકાશન 9 ડિસેમ્બર, 2025ના રોજ થશે. દાવા અને વાંધા નોંધાવવાની અવધિ 9 ડિસેમ્બર, 2025 થી 8 જાન્યુઆરી, 2026 સુધીની રહેશે, અને આ દાવાઓ પરની સુનાવણી તથા ચકાસણી 9 ડિસેમ્બર, 2025 થી31 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે. અંતે, અંતિમ મતદાર યાદીનું પ્રકાશન 7 ફેબ્રુઆરી, 2026ના રોજ કરવામાં આવશે.
આ પણ વાંચો: અમેરિકાએ હરિયાણાના 50 યુવાનોને હાથકડી બાંધીને ડિપોર્ટ કર્યા, ડંકી રૂટથી લાખો ખર્ચીને US ગયા હતા


