કર્ણાટકના કોંગ્રેસ ધારાસભ્ય KC Veerendra ની EDએ કરી ધરપકડ, 12 કરોડ રોકડા અને 6 કરોડના સોનાના દાગીના સાથે 10 કિલો ચાંદી જપ્ત કરાઇ
- કોંગ્રેસ ધારાસભ્ય KC Veerendra ની EDએ કરી ધરપકડ
- MLA પાસેથી 12 કરોડ રોકડા મળી આવ્યા
- EDની બેંગલુરુ ઝોન આ કેસની તપાસ કરી રહી છે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય KC Veerendra 'પપ્પી' ની સિક્કિમથી ગેરકાયદેસર ઓનલાઈન અને ઓફલાઈન સટ્ટાબાજીના કેસમાં મની લોન્ડરિંગ કાયદા હેઠળ ધરપકડ કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ કહ્યું હતું કે શુક્રવારે અનેક રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા બાદ તેમણે 12 કરોડ રૂપિયા રોકડા અને એક કરોડના વિદેશી ચલણ સાથે 6 કરોડ રૂપિયાના સોનાના દાગીના, અને 10 કિલો ચાંદી ઉપરાંત ચાર વાહનો જપ્ત કર્યા હતા.
કોંગ્રેસ ધારાસભ્ય KC Veerendra ની EDએ કરી ધરપકડ
નોંધનીય છે કે ED ના જણાવ્યા અનુસાર 50 વર્ષીય ચિત્રદુર્ગના ધારાસભ્ય કેસી વીરેન્દ્ર 'પપ્પી' ને શુક્રવારે સિક્કિમની રાજધાની ગંગટોકમાં નિયુક્ત મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને બેંગલુરુની ન્યાયિક કોર્ટમાં રજૂ કરવા માટે ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ED નો બેંગલુરુ ઝોન આ કેસની તપાસ કરી રહી છે.ઇડીએ વધુમાં જણાવ્યું હતું કે ધારાસભ્ય અને તેમના સહયોગીઓ સાથે કેસિનો ભાડે લેવા માટે બિઝનેસ ટ્રીપ પર ગંગટોક ગયા હતા. વીરેન્દ્રના ભાઈ કે.સી. નાગરાજ અને તેમના પુત્ર પૃથ્વી એન. રાજના પરિસરમાંથી મિલકત સંબંધિત અનેક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. "તેમના અન્ય સહયોગીઓ, જેમ કે બીજા ભાઈ કે.સી. થિપ્પેસ્વામી, દુબઈથી ઓનલાઈન ગેમિંગ કામગીરી સંભાળી રહ્યા છે.
કોંગ્રેસ ધારાસભ્ય KC Veerendra ના ઠેકાણા પર EDએ દરોડા પાડ્યા
એક દિવસ પહેલા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગેરકાયદેસર ઓનલાઈન અને ઓફલાઈન સટ્ટાબાજીમાં કથિત સંડોવણી બદલ કે.સી. વીરેન્દ્ર, તેમના ભાઈ અને અન્ય ઘણા લોકો સામે મની લોન્ડરિંગ કેસમાં છ રાજ્યોમાં 30 સ્થળોએ દરોડા પાડ્યા હતા. EDના બેંગલુરુ ઝોનલ ઓફિસે ચિત્રદુર્ગ (છ), બેંગલુરુ (૧૦), જોધપુર (ત્રણ), હુબલી (એક), મુંબઈ (બે) અને ગોવા (આઠ) માં ફેલાયેલા 30 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં પાંચ મુખ્ય કેસિનો - પપીઝ કેસિનો ગોલ્ડ, ઓશન રિવર્સ કેસિનો, પપીઝ કેસિનો પ્રાઇડ, ઓશન 7 કેસિનો અને બિગ ડેડી કેસિનોનો સમાવેશ થાય છે.
કોંગ્રેસ ધારાસભ્ય KC Veerendra સટ્ટાબાજીની ગેરકાયદેસર વેબસાઇટ ચલાવી રહ્યા હતા
અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચિત્રદુર્ગના ધારાસભ્ય વીરેન્દ્ર અને તેમના સહયોગીઓ કિંગ567, રાજા567, પપીઝ003 અને રત્ના ગેમિંગ જેવા નામોથી ઘણી ગેરકાયદેસર સટ્ટાબાજી વેબસાઇટ ચલાવી રહ્યા હતા. તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે વીરેન્દ્રનો ભાઈ, કેસી થિપ્પેસ્વામી, દુબઈ સ્થિત ત્રણ એન્ટિટી, ડાયમંડ સોફ્ટેક, ટીઆરએસ ટેક્નોલોજીસ અને પ્રાઇમ9 ટેક્નોલોજીસ ચલાવી રહ્યો હતો, જે કોલ સેન્ટર અને ગેમિંગ કામગીરીમાં સામેલ હતી.
આ પણ વાંચો: ભવિષ્ય માટે તૈયાર થઈ રહ્યું છે ભારતીય ઓટો ઉદ્યોગ, આ કંપની Flex Fuel એન્જિન કરી રહી છે ડેવલોપ