ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Post Office Scamમાં રાજ્યમાં 19 સ્થળે EDના દરોડા

પોસ્ટ ઓફિસ કૌભાંડમાં રાજ્યમાં 19 સ્થળે EDની રેડ રાજકોટ, કચ્છ, જામનગર, સુરેન્દ્રનગરમાં EDના દરોડા CBIના ACBએ નોંધેલી ફરિયાદના આધારે કાર્યવાહી EDએ દરોડા દરમિયાન 1 કરોડની રોકડ રકમ જપ્ત કરી 1.50 કરોડથી વધુની મિલકતના દસ્તાવેજ જપ્ત કરાયા મેંગણી, ચોટીલા, રાવલવાડી,...
11:29 AM Dec 02, 2024 IST | Vipul Pandya
પોસ્ટ ઓફિસ કૌભાંડમાં રાજ્યમાં 19 સ્થળે EDની રેડ રાજકોટ, કચ્છ, જામનગર, સુરેન્દ્રનગરમાં EDના દરોડા CBIના ACBએ નોંધેલી ફરિયાદના આધારે કાર્યવાહી EDએ દરોડા દરમિયાન 1 કરોડની રોકડ રકમ જપ્ત કરી 1.50 કરોડથી વધુની મિલકતના દસ્તાવેજ જપ્ત કરાયા મેંગણી, ચોટીલા, રાવલવાડી,...
ED raids in Gujarat

Post Office Scam : રાજ્યમાં પોસ્ટ ઓફિસ કૌભાંડ (Post Office Scam)માં 19 સ્થળે EDના દરોડા પડ્યા છે. રાજ્યના વિવિધ સ્થળો પર EDના અધિકારીઓએ આજે સવારથી જ દરોડા પાડીને દસ્તાવેજોની ચકાસણી શરુ કરી છે. ઉલ્લેખનિય છે કે 2021થી રાજ્યના વિવિધ શહેરોમાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓ સહિતના શખ્સો દ્વારા કૌંભાડ આચરવામાં આવ્યું હતું.

EDએ દરોડા દરમિયાન 1 કરોડની રોકડ રકમ જપ્ત કરી

રાજકોટ, કચ્છ, જામનગર, સુરેન્દ્રનગરમાં EDના દરોડા પડ્યા છે. મળેલી માહિતી મુજબ CBIના ACB વિભાગે આ કૌંભાડમાં નોંધેલી ફરિયાદના આધારે કાર્યવાહી EDની કાર્યવાહી શરુ કરાઇ છે. EDએ દરોડા દરમિયાન 1 કરોડની રોકડ રકમ જપ્ત કરી છે.

પોસ્ટ ઓફિસમાં 606 જેટલા આરડી ખાતા ખોલીને આ કૌંભાડ આચરવામાં આવ્યું

EDએ વિવિધ શહેરોમાં દરોડા પાડીને 1.50 કરોડથી વધુની મિલકતના દસ્તાવેજ જપ્ત કર્યા છે અને આ દસ્તાવેજોની ઉંડી ચકાસણી કરવામાં આવી છે. પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ વિવિધ પોસ્ટ ઓફિસમાં 606 જેટલા આરડી ખાતા ખોલીને આ કૌંભાડ આચરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો----BZ Group Scam : લોકોના રૂપિયા પર તાગડધિન્ના કરતા ઠગ એજન્ટ મયુર દરજીનો Video Viral

18.60 કરોડની સરકારી રકમની ઉચાપત

મળેલી માહિતી પ્રમાણે મેંગણી, ચોટીલા, રાવલવાડી, જામનગરમાં આ કૌભાંડ આચરાયું હતું અને કુલ રૂ.18.60 કરોડની સરકારી રકમની ઉચાપત કરી હતી.

રાવલવાડી પોસ્ટ ઓફિસમાં પણ થયું હતું કૌંભાડ

ઉલ્લેખનિય છે કે ભુજમાં રાવલવાડી પોસ્ટ ઓફિસમાં 8.25 કરોડથી વધુ રકમની સરકારી નાણાંની ઉચાપત કરાઇ હતી જેમાં કૌંભાડી દંપતિ પ્રજ્ઞા સચિન ઠક્કર અને બે સબ પોસ્ટ માસ્તરો સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાઇ હતી.

આ પણ વાંચો----Rajkot: ધોરાજીમાં આવેલા છાડવાવદર ગામની જે.જે. કાલરીયા સ્કૂલમાં લાલિયાવાડી, વાંચો આ ચોંકાવનારો અહેવાલ

Tags :
ACBCash SeizedCBIED raidsED raids in GujaratEmbezzlement of government fundsGujaratpost office scamRD accountRD account scamScam
Next Article