ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

EDએ મની લોન્ડરિંગ કેસમાં AAPના નેતા સત્યેન્દ્ર જૈનની 7.44 કરોડની સંપત્તિ જપ્ત કરી

મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ  EDએ સત્યેન્દ્ર જૈન સાથે સંકળાયેલી કંપનીઓની રૂ. 7.44 કરોડની સંપત્તિઓ જપ્ત કરી છે
07:40 PM Sep 23, 2025 IST | Mustak Malek
મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ  EDએ સત્યેન્દ્ર જૈન સાથે સંકળાયેલી કંપનીઓની રૂ. 7.44 કરોડની સંપત્તિઓ જપ્ત કરી છે
સત્યેન્દ્ર જૈન

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને ભૂતપૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ  EDએ સત્યેન્દ્ર જૈન સાથે સંકળાયેલી કંપનીઓની રૂ. 7.44 કરોડની સંપત્તિઓ જપ્ત કરી છે.

સત્યેન્દ્ર જૈન પર કરી મોટી કાર્યવાહી

આ કાર્યવાહી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દાખલ કરાયેલા પૂરક આરોપપત્રના આધારે કરવામાં આવી છે. EDએ સત્યેન્દ્રજૈન, તેમની પત્ની પૂનમ જૈન અને અન્ય લોકો સામે મની લોન્ડરિંગની તપાસ ત્યારે શરૂ કરી હતી. જ્યારે તેમના પર દિલ્હી સરકારમાં મંત્રી તરીકે કાર્યકાળ દરમિયાન (14.02.2015 થી 31.05.2017) આવક કરતાં વધુ સંપત્તિ કમાવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

સત્યેન્દ્ર જૈનની 7.44 કરોડની સંપત્તિ જપ્ત

તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે નવેમ્બર 2016માં,નોટબંધીના તરત બાદ, સત્યેન્દ્ર જૈને અંકુશ જૈન અને વૈભવ જૈને ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ (IDS), 2016 હેઠળ બેંક ઓફ બરોડામાં રૂ. 7.44 કરોડ રોકડ જમા કરાવ્યા હતા. આવકવેરા વિભાગ અને દિલ્હી હાઈકોર્ટે આ બંનેને સત્યેન્દ્ર જૈનના બેનામીદાર જાહેર કર્યા હતા, જેના પર સુપ્રીમ કોર્ટે પણ પોતાની મહોર મારી હતી.

EDએ પોતાની પ્રાથમિક તપાસમાં રૂ. 4.81 કરોડની સ્થાવર સંપત્તિઓ પહેલેથી જ જપ્ત કરી હતી અને હવે CBI પાસેથી મળેલી નવી માહિતીના આધારે રૂ. 7.44 કરોડની વધારાની સંપત્તિઓ ઓળખીને તેને જોડી દીધી છે. આ સંપત્તિઓમાં મેસર્સ અકિંચન ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ, મેસર્સ પ્રયાસ ઈન્ફોસોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ, મેસર્સ મંગલાયતન પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ અને મેસર્સ ઇન્ડો મેટલ ઇમ્પેક્સ પ્રાઈવેટ લિમિટેડ જેવી કંપનીઓની સંપત્તિઓ શામેલ છે, જેની માલિકી અને નિયંત્રણ સત્યેન્દ્ર જૈન પાસે હતા. EDએ ટૂંક સમયમાં આ કેસમાં પૂરક પ્રોસિક્યુશન કમ્પ્લેઇન્ટ (Prosecution Complaint) દાખલ કરવાની વાત કહી છે. આ કેસની સુનાવણી રાઉઝ એવન્યુ કોર્ટ, નવી દિલ્હીમાં ચાલી રહી છે.

આ પણ વાંચો:    NOTAM: ભારતે પાકિસ્તાની વિમાનો માટે Airspace 24 ઓક્ટોબર સુધી બંધ રાખવાની કરી જાહેરાત

Tags :
AAP LeaderassetsCBIDelhi GovernmentGujarat FirstMoney launderingSatyendar Jain
Next Article