Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Visnagar : EDની મોટી કાર્યવાહી; પિન્ટુ ભાવસારના 10.87 કરોડના શેરબજાર ફ્રોડમાં 110 કિલો ચાંદી-સોનું જપ્ત

Visnagar :  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની અમદાવાદ યુનિટે માસ્ટરમાઇન્ડ હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર અને તેના સાથીદારોના નેટવર્કને ઝડપી પાડ્યું છે. આ આરોપીઓએ શેરબજારમાં ઊંચા વળતરનું લોભ આપીને રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ (PMLA) હેઠળ ચાલી રહેલી તપાસમાં EDએ હિમાંશુ ભાવસાર અને તેની કંપની પાસેથી 110 કિલો ચાંદી, 39.7 કિલો ચાંદીના દાગીના, 1.296 કિલો સોનું, 38.8 લાખ રૂપિયાની રોકડ, વિદેશી ચલણ અને કરોડોની અચલ મિલકતો સંબંધિત દસ્તાવેજો જપ્ત કર્યા છે.
visnagar   edની મોટી કાર્યવાહી  પિન્ટુ ભાવસારના 10 87 કરોડના શેરબજાર ફ્રોડમાં 110 કિલો ચાંદી સોનું જપ્ત
Advertisement
  • Visnagar :  EDની મોટી કાર્યવાહી : પિન્ટુ ભાવસારના (Pintu Bhavsar) 10.87 કરોડના શેરબજાર ફ્રોડમાં 110 કિલો ચાંદી-સોનું જપ્ત
  • શેરબજારમાં ઊંચા રિટર્નની લાલચે કરોડોની ઠગાઈ : EDએ હિમાંશુ ભાવસારનું નેટવર્ક તોડ્યું
  • ગુજરાતમાં સ્ટોક ફ્રોડ કેસ : EDએ જપ્ત કર્યા કરોડોના સોના-ચાંદી, SEBI રજિસ્ટ્રેશન વગરની કંપનીઓ સામે આક્ષેપ
  • 10 કરોડથી વધુની છેતરપિંડી: પિંટૂ ભાવસારની ત્રણ કંપનીઓ પર EDનો શિકંજો, મિલકતો જપ્ત
  • મહેસાણાથી વડનગર સુધી ફેલાયેલું ફ્રોડ નેટવર્ક : EDએ જપ્ત કરી 4 કરોડથી વધુની સંપત્તિ

Visnagar :  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની અમદાવાદ યુનિટે માસ્ટરમાઇન્ડ હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર (Pintu Bhavsar) અને તેના સાથીદારોના નેટવર્કને ઝડપી પાડ્યું છે. આ આરોપીઓએ શેરબજારમાં ઊંચા વળતરનું લોભ આપીને રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ (PMLA) હેઠળ ચાલી રહેલી તપાસમાં EDએ હિમાંશુ ભાવસાર અને તેની કંપની પાસેથી 110 કિલો ચાંદી, (Silver) 39.7 કિલો ચાંદીના  દાગીના, 1.296 કિલો સોનું, (Gold) 38.8 લાખ રૂપિયાની રોકડ, વિદેશી ચલણ અને કરોડોની અચલ મિલકતો સંબંધિત દસ્તાવેજો જપ્ત કર્યા છે.

તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ મહેસાણા, વિસનગર અને વડનગરમાં ઓફિસો ખોલીને ફોન કોલ્સ દ્વારા રોકાણકારોને લલચાવ્યા હતા. આ નેટવર્કે અનેક રાજ્યોમાં કુલ 10.87 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું અનુમાન છે.

Advertisement

EDએ કરોડોની મિલકતો અને રોકડ જપ્ત કરી

અમદાવાદ ઝોનલ ઓફિસે શેરબજાર રોકાણ છેતરપિંડીના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદના હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર અને અન્ય આરોપીઓ વિરુદ્ધ PMLA હેઠળ તપાસ દરમિયાન કરોડોની સંપત્તિ અને નાણાં જપ્ત કરવામાં આવ્યા છે.

Advertisement

તપાસના ભાગરૂપે 110 કિલો ચાંદી (આશરે 2.4 કરોડની કિંમતની), 1.296 કિલો સોનું (1.7 કરોડની કિંમતનું), 39.7 કિલો ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 38.8 લાખ રૂપિયાની ભારતીય રોકડ અને 10.6 લાખની કિંમતનું વિદેશી ચલણ પણ મળી આવ્યું છે. અચલ મિલકતોના વિવિધ દસ્તાવેજો પણ જપ્ત કરાયા છે.

AI Generated Image

AI Generated Image

આરોપીઓએ શેરબજારમાં ઊંચા વળતરનું વચન આપીને અનેક રોકાણકારોને છેતર્યા હતા. આ સમગ્ર મામલાની વધુ તપાસ ચાલુ છે અને સંડોવાયેલા અન્ય લોકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

10 કરોડથી વધુની છેતરપિંડી સામે આવી

EDએ મહેસાણા જિલ્લાના ખેરાલુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRના આધારે તપાસ શરૂ કરી હતી. ફરિયાદ મુજબ, આરોપીઓએ ફરિયાદીને શેરબજારમાં રોકાણ કરીને મોટો નફો અપાવવાનું વચન આપીને પૈસા લીધા અને પછી પરત કર્યા નહીં. રોકાણકારોના પૈસા કોઈ કંપનીના શેરમાં રોકાયા નહીં, પરંતુ વ્યક્તિગત લાભ માટે વાપર્યા હતા.

તપાસમાં વધુ ખુલાસો થયો કે ભારતના વિવિધ રાજ્યોમાં પોલીસમાં નોંધાયેલી ઓછામાં ઓછી 6 અન્ય FIRમાં કુલ 10.87 કરોડની છેતરપિંડી સામેલ છે.

Visnagar  સહિત ત્રણ સ્થળોએ ઓફિસો ખોલીને લોકો સાથે કરી કરોડોની છેતરપિંડી

તપાસમાં જાણવા મળ્યું છે કે માસ્ટરમાઇન્ડ હિમાંશુ ઉર્ફે પિંટુ ભાવસાર અને અન્ય આરોપીઓએ સામાન્ય લોકોને શેરબજાર રોકાણના નામે પૈસા ઉઘરાવવા માટે મહેસાણા, વિસનગર અને વડનગરમાં અનેક ઓફિસો ખોલી હતી. તેઓએ અનેક કર્મચારીઓને નોકરીએ રાખ્યા હતા જેથી સંભવિત રોકાણકારોને નિયમિત ફોન કરીને ઊંચા વળતરની લાલચ આપીને પૈસા ઉઘરાવી શકાય.

રોકાણ સલાહકાર તરીકે કામ કરવા SEBIનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ નહોતું

PMLA હેઠળની તપાસમાં ખુલાસો થયો છે કે હિમાંશુ ભરતકુમાર ભાવસારે વ્યક્તિગત રીતે SEBI તરફથી મળેલું રોકાણ સલાહકાર સર્ટિફિકેટ વિશ્વાસ સ્ટોક્સ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ, દલાલ સ્ટોક્સ એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડ અને દેવકી સ્ટોક્સ પ્રાઇવેટ લિમિટેડના લાભ માટે વાપર્યું હતું, જે કંપનીઓએ નોંધણી વગર રોકાણ સલાહ આપતી પ્રવૃત્તિઓ કરી હતી.

આ ત્રણેય કંપનીઓ પાસે રોકાણ સલાહકાર તરીકે કામ કરવા માટે SEBIનું કોઈ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ નહોતું. SEBIએ પોતાના આદેશમાં આ ત્રણ કંપનીઓ અને તેમના ડિરેક્ટર્સ હિમાંશુ ભરતકુમાર ભાવસાર, પિન્ટુ ભાવસાર વગેરેને રોકાણ સલાહ આપવાના ઉલ્લંઘન માટે જવાબદાર ઠેરવ્યા છે. આ મામલાની વધુ તપાસ ચાલુ છે.

Visnagar ના યુવકોને પિન્ટુ ભાવસાર ડબ્બા ટ્રેડિંગની આપી ટ્રેનિંગ

મહેસાણા જિલ્લામાં ડબ્બા ટ્રેડિંગનું દૂષણ ઘુસાડવામાં પિન્ટુ ભાવસારની સૌથી મોટી ભૂમિકા હોવાની પણ માહિતી સામે આવી રહી છે.  સૌપ્રથમ વખત પિન્ટુ દ્વારા મહેસાણા જિલ્લામાં શેરમાર્કેટના નામે ડબ્બા ટ્રેડિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, ડબ્બા ટ્રેડિંગ ભારતમાં ગેરકાયદેસર છે પરંતુ પિન્ટુ ભાવસાર એન્ડ ગેંગ તો ડબ્બા ટ્રેડિંગમાં પણ લોકો સાથે છેતરપિંડીની એક અલગ જ ટ્રિંક અપનાવી હતી. લોકોને નફો બતાવીને લૂંટી લેવાની આગવી ટ્રીકના કારણે થોડા જ સમયમાં પિન્ટુ ભાવસારે કરોડો રૂપિયાની પ્રોપર્ટી બનાવી લીધી હતી. તેથી તેને અનેક ઓફિસો શરૂ કરીને મોટી સંખ્યામાં યુવાનોને નોકરી ઉપર રાખ્યા હતા.

પિન્ટુ ભાવસારના ડબ્બા ટ્રેડિંગના ગેરકાયદેસર ધંધાનો ખુલાસો થયો અને પોલીસે તેની ધરપકડ કરી તે પછી તેના સાથે કામ કરતાં અનેક લોકો છૂટા પડ્યા અને તેમણે પોત-પોતાની રીતે ટીમ બનાવીને ડબ્બા ટ્રેડિંગના ગેરકાયદેસર ધંધામાં ઝંપલાવી દીધું હતું. ત્યાંથી મહેસાણા જિલ્લામાં ડબ્બા ટ્રેડિંગના નામે છેતરપિંડી કરનારાઓનો જાણે પૂર આવી ગયો હતો.

AI Generated Image

AI Generated Image

સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, વડનગર-વિસનગર અને ખેરાલુઓના ગામડાઓમાં તો ઘરે-ઘરે ડબ્બા ટ્રેડિંગ ચાલું થઈ ગયું હતું. પોલીસ છાસવારે ગેરકાયદેસર રીતે ડબ્બા ટ્રેડિંગ કરતી અનેક ટૂકડીઓને પકડીને જેલના હવાલે કરતી હતી. જોકે, કેટલાક મોટા માથાઓ  મહેસાણા છોડીને અન્ય રાજ્યોમાં ડબ્બા ટ્રેડિંગનું કામ ચાલું કરી દીધું હતું. હજું પણ ડબ્બા ટ્રેડિંગ કરનારાઓની આરોપીઓની ધરપકડ પોલીસ કરતી હોય છે.

આઈપીએસ નિર્લિપ્ત રાયની મહેનતના કારણે ડબ્બા ટ્રેડિંગના દૂષણને નાંથવામાં સફળતા મળી છે. પરંતુ તે છતાં પણ હજું પણ વિસનગરના અનેક મહારથીઓ પોલીસની પક્કડથી દૂર છે.

આ પણ વાંચો- Bhavnagar : જયરાજ આહીરના કેસમાં આવ્યો નવો વળાંક, એક એવો વીડિયો વાયરલ થયો કે ખુલી ગઈ પોલ

Tags :
Advertisement

.

×