Education : ટેકનિકલ કોલેજોના વિઝિટિંગ ફેકલ્ટીને હવે મળશે બમણાથી વધુ મહેનતાણું
Education : ગુજરાત સરકારની ઈજનેરી અને પોલીટેકનિક કોલેજો તેમજ ફાર્મસીમાં મુલાકાતી અધ્યાપકોને ચૂકવાતા વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારની જાહેરાત મુજબ, ડિગ્રી ઈજનેરી અને ફાર્મસીમાં લેક્ચરદીઠ રૂ.750 અને ડિપ્લોમામાં રૂ.650 ચૂકવવામાં આવશે. અત્યાર સુધીમાં રૂ.250 થી 350 જ ચૂકવાતા હોવાથી પૂરતા પ્રમાણમાં ફેકલ્ટી મળતી ન હોવાની વારંવાર ફરિયાદો ઉઠતી હતી. જેથી વેતનમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.
ફેકલ્ટીનો નવો વેતનદર નક્કી કર્યો છે
રાજ્યની સરકારી ઈજનેરી, પોલીટેકનિક અને ફાર્મસી કોલેજોમાં ખાલી પડેલી જગ્યાઓને કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા વિઝિટિંગ ફેકલ્ટીના વેતનમાં મોટો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી કાયમી ભરતીના અભાવે સરકારી કોલેજોમાં અધ્યાપકોની અછત વર્તાતી હતી. પહેલા લેક્ચરદીઠ માત્ર રૂ.250 થી રૂ.350 ચૂકવાતા હોવાથી કોઈ ફેકલ્ટી આવવા
તૈયાર થતી નહોતી અને વર્તમાન સ્ટાફ પર વર્કલોડ વધતો હતો. શિક્ષણ વિભાગે હવે જૂની દરખાસ્ત સ્વીકારીને નવો વેતનદર નક્કી કર્યો છે.
705 સંસ્થાઓ પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી હતી : Education
FRC (ટેકનિકલ) દ્વારા ગુજરાતની ૫૨૨ ટેકનિકલ કોલેજોની વર્ષ 2026-27 થી ત્રણ વર્ષ માટેની વાર્ષિક ફી જાહેર કરવામાં આવી છે. આ કોલેજોની ફીમાં 5 ટકાની મર્યાદામાં વધારો આપવામાં આવ્યો છે. મંજૂર થયેલા ફી માળખામાં 111 જેટલી કોલેજોના યુજી-પીજી કોર્સમાં 1 લાખથી વધુ ફી મંજૂર કરવામાં આવી છે. એ સિવાય રાજ્યની 103 કોલેજોએ 5 ટકાથી વધુનો ફી વધારો કરવા માટે કમિટી સમક્ષ દરખાસ્ત કરી છે, જેનું ફી માળખું આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. ગુજરાત રાજ્યની ફી નિયમન સમિતિ (ટેકનિકલ) દ્વારા સ્વનિર્ભર ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓ માટે વર્ષ 2026-27 થી 2028-29 ના ત્રિ-વાર્ષિક ગાળા માટે ફી જાહેર કરાઈ છે. જે સંસ્થાઓએ ચાલુ ફી માળખામાં પ% થી ઓછો વધારો માંગ્યો હતો, તેવી 522 સંસ્થાઓની ફી 17 માર્ચ 2026ના રોજ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : Rajkot : ચોમાસા પહેલા કોર્પોરેટરો ફિલ્ડમાં કરશે નિરીક્ષણ, પાણી ભરાવાની સમસ્યા પર અપાશે વધુ ધ્યાન


