Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat First Impact : સુરતનો ગુલ્લીબાજ આચાર્ય હવે છટકી નહીં શકે..

સુરતની અમરોલી સ્કૂલના ગુલ્લીબાજ આચાર્ય અંગેની ગુજરાત ફર્સ્ટની ખબરની અસર અમરોલીના આચાર્યને સસ્પેન્ડ કરવા આદેશ. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપ્યા આદેશ આજ સાંજ સુધીના આચાર્ય ને સસ્પેન્ડ કરવામાં આવશે. Gujarat First Impact : સુરતની અમરોલી સ્કૂલના ગુલ્લીબાજ આચાર્ય અંગે...
gujarat first impact   સુરતનો ગુલ્લીબાજ આચાર્ય હવે છટકી નહીં શકે
Advertisement
  • સુરતની અમરોલી સ્કૂલના ગુલ્લીબાજ આચાર્ય અંગેની ગુજરાત ફર્સ્ટની ખબરની અસર
  • અમરોલીના આચાર્યને સસ્પેન્ડ કરવા આદેશ.
  • શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપ્યા આદેશ
  • આજ સાંજ સુધીના આચાર્ય ને સસ્પેન્ડ કરવામાં આવશે.

Gujarat First Impact : સુરતની અમરોલી સ્કૂલના ગુલ્લીબાજ આચાર્ય અંગે ગુજરાત ફર્સ્ટે (Gujarat First Impact) બુધવારે અહેવાલ પ્રદર્શીત કર્યાના ગણતરીના કલાકોમાં જ ગુલ્લીબાજ આચાર્યને સસ્પેન્ડ કરવાનો આદેશ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળાના શિક્ષક હોવા છતાં સંજય પટેલે દુબઈ ખાતે એક નહીં પરંતુ ત્રણ-ત્રણ કંપનીઓ શરૂ કરી હતી અને શાળામાંથી ગુલ્લીઓ મારી વર્ષમાં 16 વખત વિદેશ પ્રવાસ કર્યો હતો.

શિક્ષણ વિભાગમાં આજની તારીખે પણ બેફામ પોલમપોલ

આમ તો રાજ્યમાં વગર રજાએ લાંબી ગુલ્લી મારી આખો પગાર લેતા સરકારી શિક્ષકના અનેક કિસ્સા થોડા મહિનાઓ અગાઉ સામે આવ્યા હતા. જેના પગલે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે તપાસ પણ આરંભી હતી. જો કે, શિક્ષણ વિભાગમાં આજની તારીખે પણ બેફામ પોલમપોલ ચાલી રહી છે.

Advertisement

Advertisement

શિક્ષક અને તેમની પત્નીનું Dubai માં રોકાણ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (Surat Municipal Corporation) સંચાલિત શાળાના મુખ્ય આચાર્ય સંજય પટેલ અને તેમના પત્ની હિનલબહેન UAE ના રેસીડન્સ વિઝા ધરાવે છે. સંજય પટેલે દુબઈ ખાતે એક નહીં પરંતુ ત્રણ-ત્રણ કંપનીઓ શરૂ કરી છે. છેલ્લાં એક વર્ષમાં સંજય પટેલ પોતાના અને પત્નીના નામે યુમકીન જનરલ ટ્રેડિંગ, શિવાલીક ટ્રાવેલ એન્ડ ટુર્સ અને સ્વરસ ઈન્ફોર્મેશન ટેકનૉલૉજી સૉલ્યુશન નામની કંપની ચલાવી રહ્યાં છે. કંપની શરૂ કરવા માટે લાખો-કરોડો રૂપિયા સંજય પટેલ Dubai કોની મદદથી અને કેવી રીતે લઈ ગયા છે તે એક તપાસનો વિષય છે.

આ પણ વાંચો----ગુજરાતની સરકારી શાળાનો એક એવો શિક્ષક જે Dubai માં કરે છે લાખો-કરોડોના ધંધા

ગુલ્લીઓ મારી વર્ષમાં 16 વખત વિદેશ પ્રવાસ

મૂળ પાટણના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામના સંજય પટેલ વર્ષોથી શિક્ષકની નોકરીમાં ગુલ્લીઓ મારતા આવ્યા છે. કરોડો રૂપિયાના વ્યવહાર અને વિદેશમાં મોટી રકમનું રોકાણ કરનારા સંજય પટેલ માટે મુશ્કેલી સર્જી છે. સંજય પટેલના UAE પ્રવાસનો દસ્તાવેજ જોતા તેઓ વર્ષ 2023ની 16 જુલાઈથી લઈને 22 જૂન 2024 દરમિયાન 16 વખત સંયુક્ત આરબ અમીરાતનો પ્રવાસ ખેડી ચૂક્યા છે. રોકાણ અને ધંધાના કામે જતા સંજય પટેલે મોટાભાગે સુરત એરપોર્ટ ખાતેથી વિદેશ પ્રવાસ ખેડ્યો છે. દસ્તાવેજ અનુસાર UAE માં સંજય પટેલ દુબઈ એરપોર્ટ અથવા શારજહા એરર્પોટ ખાતે ઉતરાણ કરતા હતા.

સરકારી શિક્ષકે 14 કરોડનું રોકાણ કર્યું

અમદાવાદના મણિનગર પોલીસ સ્ટેશન માં સંજયકુમાર બાબુલાલ પટેલે (રહે. એ-701, આલોક રેસીડન્સી, મોટા વરાછા, સુરત) ત્રણ શખ્સો સામે અપહરણની ફરિયાદ આપી છે. ફરિયાદમાં સંજય પટેલે જણાવ્યું છે કે, તેઓ સ્નેહરશ્મિ પ્રાથમિક શાળા નંબર 285 અમરોલી સુરત ખાતે પ્રિન્સિપાલ તરીકે 10 વર્ષથી ફરજ બજાવે છે. 3.50 કરોડ રૂપિયાની લેવડ-દેવડમાં સંજય પટેલનું અપહરણ કરાયું હોવાનો FIR માં ઉલ્લેખ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળાના શિક્ષક હોવા છતાં સંજય પટેલે સરકારી કામ કરવા માટે ભાગીદારીમાં 14 કરોડનું રોકાણ કર્યું હોવાની સત્તાવાર કબૂલાત કરી છે.

પ્રફુલભાઈ પાનશેરીયાએ શું કહ્યું ?

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અમરોલીની સ્નેહરશ્મિ શાળા ક્રમાંક: ૨૮૫ ના આચાર્ય સંજય પટેલને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આચાર્ય સંજય પટેલ શિક્ષક તરીકેની ફરજ દરમિયાન શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર બિનઅધિકૃત રીતે વેપાર અર્થે ૩૩ વખત દુબઈ પ્રવાસે ગયા હતા. રાજ્ય સરકારે આચાર્ય સંજય પટેલ વિરુદ્ધ લીધેલા ત્વરિત પગલા સંદર્ભે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, આજે સુરત તેમજ અન્ય જિલ્લાના શિક્ષકો ૩ મહિના કે ૬ મહિનાથી વધુમાં વધુ રજા પર રહી વિદેશમાં કે અન્ય જગ્યાએ બિઝનેસ અથવા નોકરી કરી રહ્યા હોય એવા બે શિક્ષકો છે. અમરોલીની શાળાના આચાર્ય સંજય પટેલ પોતાની ફરજની સાથે દુબઈમાં વ્યાપાર કરતા હોઈ, આ શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની સૂચના આપી છે. આચાર્ય સંજય પટેલ UAE ના રેસિડન્સ વિઝા ધરાવે છે અને દુબઈમાં બિઝનેસ કરતો હોવાથી અવારનવાર માંદગીના બહાને કે અન્ય સત્તાનો દુરુપયોગ કરી દુબઈ પ્રવાસ કરે છે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયએ કહ્યું કે, રાજ્યના લાખો શિક્ષકો કર્તવ્યનિષ્ઠાથી પોતાની ફરજ નિભાવી રહ્યા છે, ત્યારે આખા સુરતમાં બિનઅધિકૃત રજા પર હોય એવા માત્ર ૨ શિક્ષકોની વિગતો મળી છે.પોતાને મળેલ છૂટનો દુરુપયોગ કરી કાયદાની છટકબારી કરનાર આ શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગ પ્રતિબદ્ધ છે. સરકારી ફરજ સાથે વ્યાપાર કે અન્ય ધંધાકીય પ્રવૃત્તિ કરવી એ બાળકોના ભાવિ સાથે ગંભીર ચેડા છે. જે બાળકોના શિક્ષણ અને ભવિષ્ય પર માઠી અસર કરે છે. પોતાના સ્વાર્થ માટે બાળકોના ભવિષ્ય પર છેડા કરનારા શિક્ષકોને માફ નહિ કરી શકાય. આ શિક્ષકો પર શિક્ષાત્મક પગલાં લેવાની અને રજા પગાર મેળવ્યો હોય તો એ પણ પરત લેવાની સૂચના આપી હોવાનું તેમણે ઉમેર્યું હતું. બેદરકારી દાખવી બાળકોના ભાવિ સાથે ચેડા કરતા શિક્ષકોની મનમાની સામે રાજ્ય સરકાર ગંભીર હોવાનું જણાવી શિક્ષણ રાજ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભૂતિયા શિક્ષકો મુદ્દે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. જે પણ શિક્ષકો પોતાની ફરજ પર હાજર ન રહેતા હોય અને વિદેશગમન કરતા હોય તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષ દરમિયાન આવા શિક્ષકોને શોધી કાઢવાના અભિયાનમાં બિનઅધિકૃત રીતે વિદેશ ગયા હોય ૬૦ જેટલા શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે.ગેરહાજર રહેનારા એક પણ શિક્ષકને સરકાર પગાર નથી ચૂકવતી, ત્યારે હકનો દુરૂપયોગ અટકે તે માટેની છટકબારીમાં શું સુધારો થઇ શકે તે માટે સરકાર એક્શન મોડમાં છે એમ જણાવી રાજ્ય સરકાર શિક્ષણમાં કોઈપણ ગેરરીતિ કે લાલિયાવાડી ચલાવવામાં માંગતી નથી. રાજ્યના કોઈ પણ જિલ્લામાં જે શિક્ષક બિનઅધિકૃત કે વિદેશ ગયા હોય તમામ પ્રકારની માહિતી જિલ્લા શિક્ષણાધિકારીઓ પાસેથી મંગાવી છે. અને આ પ્રકારની વ્યાપારિક માનસિકતા ધરાવતા શિક્ષકોને વહેલામાં વહેલી તકે કાયદાકીય રીતે શિક્ષા કરવામાં આવશે એમ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો----Gandhinagar : સરકારી અને ગૌચર જમીનને પચાવી પાડવાનું કાવતરું ? Gujarat First ની રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો!

Tags :
Advertisement

.

×