AAP માટે સારા સમાચાર, અવધ ઓઝા પાર્ટીમાં જોડાયા, અરવિંદ કેજરીવાલલે અપાવી સદસ્યતા
- અવધ પ્રતાપ ઓઝા AAP માં જોડાયા
- અરવિંદ કેજરીવાલે આપી સદસ્યતા
- દિલ્હી ડેપ્યુટી CM ની હતા હાજર
શિક્ષણ ક્ષેત્રે મોટું નામ અવધ પ્રતાપ ઓઝા AAP માં જોડાયા છે. AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે તેમને સદસ્યતા આપી છે. આ દરમિયાન દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયા પણ હાજર હતા. પાર્ટી વતી મનીષ સિસોદિયાએ કહ્યું કે, અવધ ઓઝાએ દિલ્હીના શિક્ષણ ક્રાંતિથી પ્રભાવિત થઈને પાર્ટીનું સભ્યપદ લીધું છે.
વિધાનસભાની ચૂંટણી લડી શકે છે?
AAP માં જોડાયા બાદ અવધ ઓઝા આગામી ચૂંટણીને લઈને પ્રચાર કરી શકે છે. સાથે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પણ લડી શકે છે. આ પહેલા પણ તેમણે કહ્યું હતું કે, હું લોકસભા ચૂંટણી લડવા માટે ઈચ્છુક છું.
આ પણ વાંચો : PM Internship Scheme ની આજથી શરૂઆત, PM મોદી યુવાનો સાથે કરશે સંવાદ...
શિક્ષણ ક્ષેત્રે કામ કરવા ઈચ્છુક – ઓઝા
પાર્ટીમાં જોડાયા બાદ ઓઝાએ કહ્યું કે જો તેમને રાજનીતિ અને શિક્ષણ વચ્ચે પસંદગી કરવાનું કહેવામાં આવશે તો તેઓ શિક્ષણ જ પસંદ કરશે. અવધ ઓઝાએ એમ પણ કહ્યું કે રાજકારણમાં આવવાનો અર્થ એ છે કે તેઓ શિક્ષણ ક્ષેત્રે સર્વોચ્ચ કામ કરશે. તેઓ પાર્ટીની શિક્ષણ નીતિથી ખૂબ પ્રભાવિત થયા છે. એટલા માટે તે આમ આદમી પાર્ટી (AAP)નો ભાગ બન્યો.
આ પણ વાંચો : 'Cyclone Fengal' એ તબાહી મચાવી, ભૂસ્ખલનના કારણે બાળક સહિત 7 લોકો દટાયા
ઓઝા સર UP ના ગોરખપુરના રહેવાસી...
શું તમે જાણો છો કે અવધ ઓઝાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેઓ ઓઝા સર તરીકે ઓળખાય છે. અવધ ઓઝા ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાનો રહેવાસી છે. તે પોતાના વિદ્યાર્થીઓને ખાસ શૈલીમાં ભણાવે છે. તેથી શિક્ષણ ક્ષેત્રે તેમની એક વિશેષ ઓળખ છે.
આ પણ વાંચો : Delhi-NCR માં કડકડતી ઠંડી પડશે કે નહીં? 10 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, વાંચો IMD નું અપડેટ