સંસદની સ્થાયી સમિતિઓનું પુનર્ગઠન, 8 વિભાગથી સંબંધિત સમિતિઓ બદલાઈ
રાજ્યસભાના સભાપતિના વહીવટી અધિકારક્ષેત્ર હેઠળ આવતી સંસદીય સ્થાયી સમિતિઓ બદલી દેવામાં આવી છે. રાજ્યસભાના સભાપતિએ લોકસભાના અધ્યક્ષની સલાહથી આઠ વિભાગ સાથે સંબંધિત સંસદિય સ્થાયી સમિતિઓનું પુનર્ગઠન કર્યું છે.
પી. ચિદમ્બરમ ગૃહ પેનલમાં
રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર દ્વારા પુનઃરચના કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના રાજ્યસભાના વરિષ્ઠ સાંસદ પી ચિદમ્બરમની 31 સભ્યોની ગૃહ પેનલમાં નિમણૂકનો સમાવેશ થાય છે. પી ચિદમ્બરમની નિમણૂક આવી કારણ કે કોંગ્રેસના પી ભટ્ટાચાર્યની નિવૃત્તિ પછી આ સ્થાન ખાલી હતું. પાર્ટીના લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરી પહેલેથી જ બીજેપી સાંસદ બ્રિજલાલની આગેવાની હેઠળની હોમ પેનલના સભ્ય છે
કોણ-ક્યાં
ઉપરાંત રાજ્યસભાના અધ્યક્ષે કોંગ્રેસના સાંસદ જયરામ રમેશને વિજ્ઞાન અને ટેક્નોલોજી, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. દરમિયાન, છ મુખ્ય સંસદીય સમિતિઓના અધ્યક્ષો - ગૃહ, આઇટી, સંરક્ષણ, વિદેશ, નાણાં અને આરોગ્ય - તમામ ભાજપ અથવા તેના સાથી પક્ષો પાસે છે.
શું હોય છે સંસદની સ્થાયી સમિતિ
સંસદીય સમિતિ સાંસદોની તે પેનલને કહેવામાં આવે છે જેનું ગૃહ દ્વારા નિયુક્ત કે ચૂંટવામાં આવે છે કે પછી અધ્યક્ષ/સભાપતિ દ્વારા નોમિનેટ કરવામાં આવે છે. મુખ્યરૂપથી સાંસદ બે કામ કરે છે. પહેલું કાયદો બનાવવાનું અને બીજુ કામ સરકારની કાર્યાત્મક શાખાની દેખરેખ કરવાનું.
હવે સંસદની અંદર જ આ કામોને સારી રીતે પુર્ણ કરવા માટે આ સમિતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ સમિતિઓ અધ્યક્ષ/સભાપતિના નિર્દેશનમાં કામ કરે છે. સાથે જ તે પોતાનો રિપોર્ટ ગૃહ કે અધ્યક્ષ/સભાપતિને રજુ કરે છે. સંસદીય સ્થાયી સમિતિ નાના-નાના સમુહ કે જેમાં ઓછામાં ઓછા 10 સાંસદો હોય છે તે સમુહ અલગ-અલગ પાર્ટીના સાંસદોના હોય છે. આ સંસદીય સમિતિઓમાં સામેલ થનારા સાંસદોને તેમના વ્યક્તિગત રસ અને વિશેષજ્ઞતાના આધારે વહેંચવામાં આવે છે. જેથી તે કોઈ પણ વિષય પર વિચાર વિમર્શ કરી શકે.
આ પણ વાંચો : G20 પહેલા પુતિને PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.