ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Maharashtra : મહાયુતિની બેઠક પહેલા એકનાથ શિંદે હોસ્પિટલમાં દાખલ...

Maharashtra ના કાર્યવાહક CM એકનાથ શિંદેની તબિયત લથડી તબિયત અચાનક બગડતા જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરાયા મહારાષ્ટ્રના CM ના નામની આજે કે કાલે જાહેરાત થઈ શકે છે...! મહારાષ્ટ્ર (Maharashtra)માંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કાર્યવાહક CM એકનાથ શિંદેની...
02:32 PM Dec 03, 2024 IST | Dhruv Parmar
Maharashtra ના કાર્યવાહક CM એકનાથ શિંદેની તબિયત લથડી તબિયત અચાનક બગડતા જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરાયા મહારાષ્ટ્રના CM ના નામની આજે કે કાલે જાહેરાત થઈ શકે છે...! મહારાષ્ટ્ર (Maharashtra)માંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કાર્યવાહક CM એકનાથ શિંદેની...
  1. Maharashtra ના કાર્યવાહક CM એકનાથ શિંદેની તબિયત લથડી
  2. તબિયત અચાનક બગડતા જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરાયા
  3. મહારાષ્ટ્રના CM ના નામની આજે કે કાલે જાહેરાત થઈ શકે છે...!

મહારાષ્ટ્ર (Maharashtra)માંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કાર્યવાહક CM એકનાથ શિંદેની તબિયત અચાનક બગડી ગઈ છે જેના પછી તેમને જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર (Maharashtra)ના CM ના નામની આજે કે કાલે જાહેરાત થઈ શકે છે અને તે પહેલા રાજકીય વર્તુળોમાં કંઈ પણ થઈ શકે છે. આજે જ મહાયુતિની મહત્વની બેઠક યોજાવાની હતી, તે પહેલા જ શિંદેની તબિયત લથડી હતી. ડૉક્ટરોએ એકનાથ શિંદેને કેટલાક ટેસ્ટ કરાવવા માટે કહ્યું છે. એકનાથ શિંદેના પુત્ર ડૉક્ટર અને સાંસદ શ્રીકાંત શિંદે પણ એકનાથ શિંદે સાથે છે. ડોક્ટરોની ટીમ કેટલાક ટેસ્ટ કરશે અને પછી રિપોર્ટ આપશે. શિંદે સતત તાવ અને ગળામાં ઈન્ફેક્શનથી પીડિત છે.

તેમની તબિયત વિશે પૂછવામાં આવતા મહારાષ્ટ્ર (Maharashtra)ના કાર્યવાહક CM એકનાથ શિંદેએ કહ્યું, "સારું છે." સૂત્રોના જણાવ્યા અનુસાર, મહાયુતિની જીત બાદ એકનાથ શિંદેનું સન્માન કરવામાં આવી રહ્યું નથી અને તેમને શપથ સમારોહની તારીખ, સ્થળ અને અન્ય નિર્ણયો લેવા માટે પૂછવામાં આવ્યું નથી, ત્યારે એકનાથ શિંદે અને તેમના ધારાસભ્યોને પણ ગૃહ વિભાગના સન્માનની ચિંતા અને નારાજ છે.

આ પણ વાંચો : Maharashtra માંથી મોટા સમાચાર, માની ગયા એકનાથ શિંદે!, મહાયુતિની બેઠક ચાલુ...

મહાયુતિની બેઠક યોજાવા જઈ રહી છે...

તમને જણાવી દઈએ કે, મહાયુતિની આ બેઠક આજે બપોરે 3 વાગ્યે એકનાથ શિંદેના સત્તાવાર બંગલા વર્ષા ખાતે યોજાવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં ત્રણ નેતાઓ એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સામેલ થવાની ચર્ચા છે. આ બેઠકમાં મંત્રાલયોના વિભાજન અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. મહારાષ્ટ્ર (Maharashtra)ના નવા CM ના નામની જાહેરાત BJP વિધાયક દળના નેતાની પસંદગી થયા બાદ કરવામાં આવશે.

આ પણ વાંચો : Sambhal હિંસા મામલે સંસદમાં હંગામો, અખિલેશે યોગી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા...

Tags :
eknath shinde in hospitalGuajrati NewsIndiajuitar hospitalMaharashtra CMmaharashtra politicsmahayuti meetingMumbai hospitalNational
Next Article