Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Election Results: ભાજપના Bhupat Bhayani અને AAP ના Manoj Sorathiya ની હાર

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટા ઉલટફેર જોવા મળ્યા છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક પર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનો 1500 મતોથી પરાજય થયો છે. બીજી તરફ, સુરતના વોર્ડ નં. 4 માં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા મનોજ સોરઠિયાની પણ હાર થઈ છે, જે બંને પક્ષો માટે ચિંતાનો વિષય છે.
election results  ભાજપના bhupat bhayani  અને aap ના manoj sorathiya ની હાર
Advertisement
  •  Election Results: ભેસાણ બેઠક પર ભાજપના ભૂપત ભાયાણીની હાર
  • તેઓ આ ચૂંટણીમાં 1500 મતોના અંતરથી પરાજિત
  • સુરતમાં 'આપ'ના દિગ્ગજ નેતા મનોજ સોરઠિયા પણ હારી ગયા

Election Results: જૂનાગઢ (Junagadh) જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક પર ચૂંટણીના પરિણામોએ સૌને ચોકાવ્યા છે.  પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, તેમનો કારમો પરાજય થયો છે. ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડનારા ભૂપત ભાયાણીને અંદાજે 1500 મતોના અંતરથી હારનો સામનો કરવો પડ્યો છે.

Advertisement

સુરતમાં AAP નેતા મનોજ સોરઠિયાની હાર

બીજી તરફ, સુરત મહાનગરપાલિકાની (Municipal Corporation) વોર્ડ નંબર 4 ની બેઠક પર પણ મોટું ઉલટફેર જોવા મળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને દિગ્ગજ નેતા મનોજ સોરઠિયા આ ચૂંટણીમાં હારી ગયા છે. સુરતના રાજકારણમાં આ પરિણામ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે કારણ કે મનોજ સોરઠિયા પક્ષના સંગઠનમાં ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવતા હતા, છતાં જનતાનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યા છે.

Advertisement

આમ આદમી પાર્ટીએ પોતાનો જનાધાર ગુમાવ્યો

ચૂંટણી પરિણામો સ્પષ્ટ કરે છે કે મતદારો હવે સ્થાનિક મુદ્દાઓ અને ઉમેદવારની વિશ્વસનીયતાને (Credibility) વધુ મહત્વ આપી રહ્યા છે. ભાજપ માટે જૂનાગઢમાં પૂર્વ ધારાસભ્યની હાર એ આત્મમંથનનો (Introspection) વિષય છે, જ્યારે સુરતમાં આમ આદમી પાર્ટીએ પોતાનો જનાધાર ગુમાવ્યો હોય તેવું પ્રતીત થાય છે.

આ પણ વાંચોઃ Election Results: Nadiad માં ભાજપનો દબદબો યથાવત, Petlad ની આ બેઠકના પરિણામે સૌને ચોકાવ્યા

Tags :
Advertisement

.

×