Elon Musk નું Grok AI યુઝર્સ માટે માથાનો દુ:ખાવો બન્યું, જાણો કારણ
સાયબર નિષ્ણાતો કહે છે કે, ગુનેગારો કોઈના ઘરનું સરનામું શોધવા, અને તેમનો પીછો કરવા માટે Grok AI નો ઉપયોગ કરી શકે છે. આ તેમના માટે ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે. તપાસ દરમિયાન, એવું પણ જાણવા મળ્યું કે, Grok એ કથિત રીતે વપરાશકર્તાઓને Answer A અને Answer B નો વિકલ્પ આપ્યો હતો, જે ફોન નંબરથી લઈને ઘરના સરનામાં સુધીનો હતો.
Advertisement
- ગોર્ક લોકોના પર્સનલ ડેટા આપતું હોવાનો દાવો
- ગોર્કના યુઝર્સને આંચકો લાગે તેવી માહિતી સામે આવી
- જો આવું જ રહ્યું તો ગોર્કના યુઝરમાં નોંધપાત્ર ઘટાડો થઇ શકે છે
Grok AI Chat Bot Data Leak : Elon Musk નું Grok AI Chat Boat યુઝર્સ માટે "માથાનો દુખાવો" બની ગયું છે. તે યુઝર્સની માહિતીની દરેક વિગતો ઓનલાઈન લીક કરી રહ્યું છે. તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ટ્વિટર X નું સંકલિત ચેટબોટ કોઈપણ યુઝરની વ્યક્તિગત માહિતી લીક કરી શકે છે, જેમાં એવી માહિતીનો પણ સમાવેશ થાય છે, જે જાહેરમાં ઉપલબ્ધ ના હોવી જોઈએ. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, Grok AI સેલિબ્રિટીથી લઈને સામાન્ય યુઝર્સ સુધીના દરેક વિશે માહિતી શેર કરે છે, જેમાં ઘરના સરનામાથી લઈને પરિવારની વિગતોનો સમાવેશ થાય છે.

