Anand: સાંસેજ ગામે મતદાન મથક પર કરૂણાંતિકા, એકાએક ફરજ પરના કર્મચારીનું મોત
- Anand: પેટલાદના સાંસેજ ગામે ચૂંટણી ફરજ પરના કર્મચારીનું મોત
- અમિતભાઈ સોલંકીનું હાર્ટ એટેકથી નિધન થયાની આશંકા
- ચૂંટણીના મતદાન દરમિયાન ફરજ પર હતા અમિતભાઈ
- પાટણમાં
Anand: આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સાંસેજ ગામે તાલુકા પંચાયતની ચૂંટણી (Taluka Panchayat Election) માટે મતદાન (Voting) પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન બૂથ નંબર 1 પર ફરજ બજાવી રહેલા કર્મચારી અમિતભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી (Amit Solanki) ની તબિયત અચાનક લથડી હતી. અમિતભાઈ મૂળ સાંસેજ (SanSej) ગ્રામ પંચાયતમાં પટાવાળા (Peon) તરીકે સેવા આપતા હતા અને ચૂંટણી કાર્યમાં વ્યસ્ત હતા. ફરજ દરમિયાન તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા અને હાર્ટ એટેક (Heart Attack) આવવાની આશંકા જણાતા બૂથ પર હાજર અન્ય કર્મચારીઓ અને ગ્રામજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
તારાપુર હોસ્પિટલની હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા
ઘટનાની ગંભીરતાને જોઈને સ્થાનિક ગ્રામજનો (Villagers) દ્વારા અમિતભાઈને તાત્કાલિક સારવાર માટે તારાપુર સરકારી હોસ્પિટલ (Government Hospital) ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ (Doctors) તેમની તપાસ કરી હતી અને કમનસીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ નિધન હૃદયરોગના હુમલાને કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ (Post-Mortem) માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ધારાસભ્ય અને અધિકારીઓની હોસ્પિટલે દોડ
ચૂંટણી ફરજ (Election Duty) દરમિયાન કર્મચારીના મોતના સમાચાર મળતા જ સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ (MLA Vipul Patel) તાત્કાલિક તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમણે મૃતક કર્મચારીના પરિવારજનોને સાંત્વના આપી હતી અને ઘટના અંગે વહીવટી તંત્ર પાસેથી વિગતો મેળવી હતી. ચૂંટણીના માહોલ વચ્ચે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પેટલાદ પંથકમાં અને સરકારી કર્મચારી વર્ગમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
પાટણમાં મતદારનું મોત
બીજી તરફ પાટણના બી.એમ. હાઈસ્કૂલ મતદાન કેન્દ્ર પર પણ કરૂણાંતિકા સર્જાઈ છે. અહીં મતદાન કર્યા બાદ 65 વર્ષીય વૃદ્ધા કમળાબેન સોલંકીનું મતદાન મથકે જ મોત થઈ ગયું છે.
મતાધિકારનો ઉપયોગ કરી બહાર નીકળતી વખતે ઢળી પડ્યા હતા.હોસ્પિટલ લઈ જતી વખતે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બાદ પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે.
આ પણ વાંચોઃ Rajkot: જરીનાબેનનો વોટ કોણ આપી ગયું? કોંગ્રેસ ઉમેદવારે ઉઠાવ્યો સવાલ


