EPFO ATM UPI Withdrawal: પી.એફ. ધારકો માટે ખુશખબર, હવે એ.ટી.એમ.થી ઉપડશે રૂપિયા, જૂનથી શરૂ થશે સુવિધા
પીએફના નાણા દરેક કંપનીમાં કામ કરતા દરેક કર્મચારીઓનો અધિકાર છે. પરંતુ આ પીએફના નાણા ઉપાડવા માટે લાંબી અને જટિલ સમસ્યામાંથી પસાર થવું પડે છે. પરંતુ હવે કર્મચારીઓને માટે આ જટિલ પ્રક્રિયામાંથી છૂટકારો મળશે. કારણ કે, હવે પીએફના નાણા એટીએમથી ઉપાડી શકાશે. હવે આ કેવી રીતે થશે તે જાણવા માટે જુઓ આ સંપૂર્ણ આર્ટિકલ..
Advertisement
EPFO ATM UPI Withdrawal: ઈપીએફઓ (EPFO) સભ્યો માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે પી.એફ. ખાતામાં જમા થયેલી રકમને એ.ટી.એમ. અને યુ.પી.આઈ. (UPI)ના માધ્યમથી સરળતાથી ઉપાડી શકાશે. શ્રમ મંત્રાલયે આ સુવિધાને આ મહિનાના અંત સુધીમાં અમલી બનાવવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી લાખો પીએફ ધારકોને નાણાકીય કટોકટીના સમયે મોટી રાહત મળશે અને પૈસા મેળવવાની પ્રક્રિયા વધુ ઝડપી બનશે.

