ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

European airports: યુરોપના અનેક એરપોર્ટ પર સાયબર હુમલો, ચેક-ઇન સિસ્ટમ ઠપ થતા હજારો મુસાફરો અટવાયા! અનેક ફલાઇટ રદ

European airports: શનિવારે યુરોપના ઘણા મોટા એરપોર્ટો પર સાયબર હુમલાઓ થયા, લંડનના હીથ્રો, બેલ્જિયમના બ્રસેલ્સ અને જર્મનીના બર્લિન એરપોર્ટ પણ આ હુમલાનો શિકાર બન્યા હતા
07:22 PM Sep 20, 2025 IST | Mustak Malek
European airports: શનિવારે યુરોપના ઘણા મોટા એરપોર્ટો પર સાયબર હુમલાઓ થયા, લંડનના હીથ્રો, બેલ્જિયમના બ્રસેલ્સ અને જર્મનીના બર્લિન એરપોર્ટ પણ આ હુમલાનો શિકાર બન્યા હતા
European airports

યુરોપના એરપોર્ટ પર સાયબર હુમલાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શનિવારે યુરોપના ઘણા મોટા એરપોર્ટો પર સાયબર હુમલાઓ થયા. લંડનના હીથ્રો, બેલ્જિયમના બ્રસેલ્સ અને જર્મનીના બર્લિન એરપોર્ટ પણ આ હુમલાનો શિકાર બન્યા હતા.આ સાયબર હુમલાથી અરપોર્ટ પર અનેક મુસાફરો અટવાયા હતા અને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

European airports પર ચેક-ઇન સિસ્ટમ  પર એટેક 

આ હુમલામાં ચેક-ઇન અને બોર્ડિંગની સેવા આપતી કંપની કોલિન્સ એરસ્પેસને ટાર્ગેટ કરવામાં આવી હતી. ચેકઇન સિસ્ટમ પર એટેક કરવામાં આવતા હજારો મુસાફરો અટવાઇ ગયા હતા.   આ સાયબર હુમલાના લીધે અનેક અનેક ફ્લાઇટ રદ કરવામાં આવી.  ફ્લાઇટમાં વિલંબ થયો અને હજારો મુસાફરોને અટવાઇ ગયા. ઘણા યુરોપિયન એરપોર્ટે મુસાફરોને તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપી છે. એરલાઇન્સે અસુવિધા માટે માફી પણ માંગી છે.

European airports પર  મેન્યુઅલ ચેક-ઇન ચાલુ છે

બ્રસેલ્સ એરપોર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલાનો અર્થ એ છે કે ફક્ત મેન્યુઅલ ચેક-ઇન અને બોર્ડિંગ સેવા કાર્યરત  છે. બર્લિનના બ્રાન્ડેનબર્ગ એરપોર્ટના અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે પેસેન્જર હેન્ડલિંગ સિસ્ટમ માટે સેવા પ્રદાતા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે એરપોર્ટ ઓપરેટરોને સિસ્ટમ ડિસ્કનેક્ટ કરવાની ફરજ પડી હતી.યુરોપના સૌથી વ્યસ્ત એરપોર્ટ, હીથ્રોએ તેને ટેકનિકલ સમસ્યા ગણાવી હતી. એરપોર્ટે કહ્યું હતું કે તેનાથી ચેક-ઇન અને બોર્ડિંગ સેવાઓ પ્રભાવિત થઈ છે. હીથ્રોએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે વિશ્વભરના ઘણા એરપોર્ટ પર ચેક-ઇન અને બોર્ડિંગ સિસ્ટમ સેવાઓ પૂરી પાડતી કંપની ટેકનિકલ સમસ્યાનો અનુભવ કરી રહી છે. આનાથી મુસાફરોને પ્રસ્થાન કરવામાં વિલંબ થઈ શકે છે. ફ્રાન્સે જણાવ્યું હતું કે સાયબર હુમલાની અસર ફક્ત થોડા એરપોર્ટ પર જ અનુભવાઈ હતી. પેરિસના રોઈસી, ઓર્લી અને લે બોર્ગેટ એરપોર્ટ પર કોઈ સમસ્યા નહોતી.

European airports સાયબર એટેકને થતા ચેક ઇન સિસ્ટમ ખોરવાઇ હતી

યુરોપની ઉડ્ડયન સલામતી સંસ્થા, યુરોકન્ટ્રોલે અહેવાલ આપ્યો છે કે એક મોટી તકનીકી સમસ્યાએ એરપોર્ટ પર ફ્લાઇટ્સની સંખ્યા શનિવાર 04:00 GMT થી રવિવાર 02:00 GMT સુધી અડધી કરી દીધી છે. આ અસર બ્રસેલ્સ, હીથ્રો (લંડન) અને બર્લિન એરપોર્ટ પર અનુભવાઈ રહી છે. શનિવારે BST મુજબ 11:30 વાગ્યા સુધીમાં હીથ્રો એરપોર્ટ પર 140 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. બ્રસેલ્સમાં 100 અને બર્લિનમાં 62 ફ્લાઇટ્સ મોડી પડી હતી.આયર્લેન્ડમાં ડબલિન એરપોર્ટ પર ટર્મિનલ 2 ને સાવચેતી રૂપે ખાલી કરાવવામાં આવ્યું છે. ગયા સપ્ટેમ્બરમાં, વૈશ્વિક IT ક્રેશમાં પણ ફ્લાઇટ્સ ખોરવાઈ હતી. આ સમસ્યા ક્રાઉડસ્ટ્રાઇક નામની કંપનીના ખામીયુક્ત સોફ્ટવેર અપડેટને કારણે થઈ હતી. આ દર્શાવે છે કે હવાઈ મુસાફરી ડિજિટલ સિસ્ટમ્સ પર કેવી રીતે વધુને વધુ નિર્ભર બની રહી છે.

આ પણ વાંચો:   પાકિસ્તાનના રક્ષા મંત્રી Khawaja Asif એ કર્યો મોટો દાવો, ભારત-પાકિસ્તાન યુદ્ધમાં સાઉદી અરેબિયા પણ કરશે હુમલો!

Tags :
airport newsBerlin airportBrusselscheck-in systemCollins Aerospacecyber attackEuropean airportsFlight cancellationsflight delaysGujaratFirstheathrowpassenger disruption
Next Article