ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોરોનાવાયરસથી પણ ખતરનાક, 5 કરોડ લોકોના મૃત્યુની સંભાવના, જાણો કયા રોગને લઇ નિષ્ણાતો થયા ચિંતિત

કોરોનાવાયરસથી આજે પણ વિશ્વ પૂરી રીતે બહાર આવ્યું નથી અને નિષ્ણાતોને નવા રોગના આગમનનો ડર સતાવી રહ્યા છે. જેને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ એલર્ટ જાહેર કર્યું છે. આ નવી બીમારીઓને X નામથી ઓળખવામાં આવી રહી છે. WHO દ્વારા...
12:25 PM Sep 25, 2023 IST | Hardik Shah
કોરોનાવાયરસથી આજે પણ વિશ્વ પૂરી રીતે બહાર આવ્યું નથી અને નિષ્ણાતોને નવા રોગના આગમનનો ડર સતાવી રહ્યા છે. જેને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ એલર્ટ જાહેર કર્યું છે. આ નવી બીમારીઓને X નામથી ઓળખવામાં આવી રહી છે. WHO દ્વારા...

કોરોનાવાયરસથી આજે પણ વિશ્વ પૂરી રીતે બહાર આવ્યું નથી અને નિષ્ણાતોને નવા રોગના આગમનનો ડર સતાવી રહ્યા છે. જેને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ એલર્ટ જાહેર કર્યું છે. આ નવી બીમારીઓને X નામથી ઓળખવામાં આવી રહી છે. WHO દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નવા રોગ X થી 5 કરોડ લોકોના મૃત્યુ થવાની સંભાવના છે. વળી એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આ રોગ કોવિડ મહામારી કરતા 20 ગણો વધુ ખતરનાક છે.

વૈશ્વિક સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે Disease X સ્પેનિશ ફ્લૂની જેમ વિનાશ લાવી શકે છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડા Dr. Tedros Adhanom Ghebreyesus એ જણાવ્યું છે કે આ રોગ જેમાં લાખો લોકોના મોત થવાની આશંકા છે. આ રોગચાળાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા 'Disease X' નામ આપવામાં આવ્યું છે. તેમણે તેને ખૂબ જ ખતરનાક ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આનાથી બચવા માટે વૈજ્ઞાનિકોએ રસી બનાવવા પર કામ શરૂ કરી દીધું છે. WHO અનુસાર, કોરોના મહામારીને કારણે લગભગ 25 લાખ લોકોના મોતનો અંદાજ છે, પરંતુ આ નવો રોગ તેના કરતા ઘણો ઘાતક છે. જેના કારણે લગભગ 5 કરોડ લોકોના મોત થવાની આશંકા છે. વળી, વૈશ્વિક સ્વાસ્થ્ય નિષ્ણાતોએ આ નવા રોગ વિશે કહ્યું છે કે એવું માનવામાં આવે છે કે Disease X સ્પેનિશ ફ્લૂની જેમ વિનાશ લાવી શકે છે. જણાવી દઈએ કે વર્ષ 1918-20માં સ્પેનિશ ફ્લૂના કારણે સમગ્ર વિશ્વમાં 5 કરોડથી વધુ લોકોના મોત થયા હતા.

લોકો કોરોનામાંથી સાજા થઈ રહ્યા હતા

કોવિડ અંગે એક વાત સાચી હતી. ભલે આ રોગચાળાએ 20 મિલિયનથી વધુ લોકોના જીવ લીધા. પરંતુ આ રોગથી પીડિત મોટાભાગના લોકો સ્વસ્થ પણ થવામાં સફળ થયા. X વાયરસ ઇબોલા અને ઓરી જેવો જીવલેણ છે. જેમાં મૃત્યુ દર 67 ટકા સુધી રહે છે. રોગચાળો ફેલાવવા માટે 3 મુખ્ય કારણો છે. વનનાબૂદી, ઝડપથી વધતી વસ્તી અને વૈશ્વિકરણ. જેના કારણે વાયરસ વધુ ફેલાયો છે. આનો સામનો કરવા માટે જમીન પર કામ કરવાની જરૂર છે. આનો સામનો કરવા માટે આપણે ખર્ચની મર્યાદા જોવાની જરૂર નથી. જ્યારે કોવિડ ફેલાયો, ત્યારે વિશ્વને આશરે 16 ટ્રિલિયન ડોલરનું નુકસાન સહન કરવું પડ્યું હતું.

રસીની તૈયારીઓ શરૂ

અહેવાલ છે કે, બ્રિટનમાં વૈજ્ઞાનિકોએ Disease X સામે રસી તૈયાર કરવાનું કામ શરૂ કરી દીધું છે. યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA) ના વડા પ્રોફેસર ડેમ જેની હેરીસ કહે છે કે ક્લાઈમેટ ચેન્જ જેવા ઘણા પરિબળો ભવિષ્યમાં રોગચાળાની શક્યતાઓ વધારી રહ્યા છે. તેમણે આ મામલે તૈયારીઓમાં સક્રિય ભૂમિકા ભજવવાની અપીલ કરી છે.

આ પણ વાંચો - અમેરિકામાં કોરોનાના કેસમાં વધારો, શિયાળામાં વિકરાળ સ્વરૂપ કરી શકે છે ધારણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CoronaCoronaVirusCovid19Disease Xdisease x alertDr. Tedros Adhanom GhebreyesusWHO
Next Article