સાચો પ્રેમ કોને કહેવાય છે તે દરેક પરિણીત કપલે આ વૃદ્ધ દંપતી પાસેથી શીખવું જોઈએ, Video
એવું કહેવાય છે કે પ્રેમને સાબિત કરવા માટે અને જતાવવા માટે કોઈ ઉંમર નથી હોતી, આપણે પણ ઘણા વૃદ્ધ દંપતીઓને જોઈએ છીએ, જે ઉંમરનો એક પડાવ પૂર્ણ થયા બાદ પણ પોતાના પ્રેમને જતાવતા રહે છે. ઇન્ટરનેટ પર એવા ઘણા બધા વીડિયો પણ તમે જોયા હશે ત્યારે હાલમાં વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
એક વૃદ્ધ દંપતી દ્વારા રિમ ઝિમ ગીરે સાવન ગીતનું રિક્રિએશન કરવામાં આવ્યું છે અને તેનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ કિલપ આનંદ મહિન્દ્રા દ્વારા પણ શેર કરવામાં આવી છે. મુંબઈના વરસાદ વચ્ચે આ કપલ ગીતના સીનને સીન બાય સીન રિક્રિએટ કરતા જોઈ શકાય છે.
આનંદ મહિન્દ્રાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું, 'તે યોગ્ય રીતે વાયરલ થઈ રહ્યો છે. એક વૃદ્ધ દંપતીએ મુંબઈમાં લોકપ્રિય ગીત' રિમઝિમ ગીરે સાવનને ફિલ્મની જેમ જ લોકેશન પર રિક્રિએટ કર્યું. હું તેની પ્રશંસા કરું છું. તેઓ અમને કહે છે કે જો તમે તમારી કલ્પનાને મુકત કરો છો, તો તમે જીવનને તમે ઈચ્છો તેટલું સુંદર બનાવી શકો છો!
આ પણ વાંચો : ખુલ્લા આકાશમાં ન્હાતી જોવા મળી Sofia Ansari, જુઓ Video