'પાકિસ્તાન માટે આતંકવાદ રાષ્ટ્રીય સંપત્તિ અને આતંકવાદીઓની ફેક્ટરી રાષ્ટ્રીય ઉદ્યોગ' - મુખ્તાર અબ્બાસ નકવી
- ભારતના પૂર્વ કેન્દ્રિય મંત્રીએ પાકિસ્તાન અને આતંકવાદ વિરૂદ્ધ આકરી પ્રતિક્રિયા આપી
- ભારત દ્વારા આતંકવાદ વિરૂદ્ધ કરાતી કાર્યવાહીની સરાહના કરી
- તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, દેશ આર્થિક ગરીબી હોવા છતાં આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યો છે, તો તેના ઇરાદા સમજાય તેવા છે
EX CABINET MINISTER OF INDIA SLAM PAKISTAN : ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી (EX CABINET MINISTER OF INDIA - MUKHTAR ABBAS NAQVI) અને ભારતીય જનતા પાર્ટી ના વરિષ્ઠ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને જોરદાર ઘેર્યું (SLAM PAKISTAN)છે. તેમણે કહ્યું કે, આતંકવાદીઓ પાકિસ્તાનની 'રાષ્ટ્રીય સંપત્તિ' છે. આતંકવાદના વિરૂદ્ધમાં વૈશ્વિક એકતાની જરૂરિયાત પર ભાર મૂકતા નકવીએ કહ્યું કે, આતંકવાદીઓ પાકિસ્તાનની રાષ્ટ્રીય સંપત્તિ છે, અને આતંકવાદીઓની ફેક્ટરી તેનો રાષ્ટ્રીય ઉદ્યોગ છે. આવી સ્થિતિમાં વૈશ્વિક શાંતિ અને માનવતા માટે આતંકવાદીઓ અને તેમને ઉછેરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી જરૂરી છે.
દુનિયામાં માનવતાના સૌથી મોટા દુશ્મન બની ગયા
તેમણે પાકિસ્તાન પર આતંકવાદીઓને આશ્રય આપવાનો સણસણતો આરોપ લગાવતા કહ્યું કે, પાકિસ્તાન દ્વારા પ્રેરિત આતંકવાદીઓ આજે દુનિયામાં માનવતાના સૌથી મોટા દુશ્મન બની ગયા છે, આ માટે તેમના આશ્રયદાતા પણ એટલા જ જવાબદાર છે.
તેઓ માનવતાના જ નહીં પરંતુ ઇસ્લામના પણ દુશ્મન છે
તેમણે ઇસ્લામના નામે માનવતા પર હુમલો કરનારાઓની આકરી ટીકા કરી કરતા કહ્યું કે, “જેઓ ઇસ્લામને ઢાલ તરીકે ઉપયોગ કરીને માનવતાનું લોહી વહેવડાવી રહ્યા છે, તેઓ માનવતાના જ નહીં પરંતુ ઇસ્લામના પણ દુશ્મન છે. આતંકવાદ સામેની લડાઈમાં કોઈપણ પ્રકારની ઢીલ ચાલશે નહીં. હું આતંકવાદ સામે નિર્ણાયક લડાઈ લડવા માટે દુનિયાને એક થવા માટેની અપીલ કરું છું.
તેના ઇરાદા સ્પષ્ટ સમજાય તેવા છે
પહલગામમાંથ થયેલી આતંકવાદી હુમલાની ઘટનાનો ઉલ્લેખ કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી નકવીએ કહ્યું કે, “જે માનવતાના દુશ્મનોએ આપણી બહેનોની સુહાગ ઉજાડ્યા છે, નિર્દોષ લોકોના જીવ લીધા, તેમના દેશના પાયા હવે હચમચી રહ્યા છે. આજે સમગ્ર વિશ્વ એકમત થઈને આતંકવાદ સામે એકસૂરે નિર્ણાયક કાર્યવાહીની માંગ કરી રહ્યું છે. જો કોઈ દેશ આર્થિક ગરીબી હોવા છતાં આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યો છે, તો તેના ઇરાદા સ્પષ્ટ સમજાય તેવા છે.
ભીષણ યુદ્ધ લડવું પડશે
તેમણે આખરમાં ઉમેર્યું કે, ભારત આતંકવાદ વિરૂદ્ધ મજબૂત રીતે લડી રહ્યું છે, અને આ લડાઈમાં દુનિયા ભારતની સાથે છે. આ સમય વિનંતી કરવાનો નથી, લડવાનો છે. આતંકવાદ અને તેના આકાઓ સામે ભીષણ યુદ્ધ લડવું પડશે. આતંકવાદના મૂળિયા નેસ્તનાબુદ ના થાય ત્યાં સુધી તેના વિરૂદ્ધની લડાઈ ચાલુ રહેવી જોઈએ.
આ પણ વાંચો --- પાકિસ્તાની સાંસદે PM શરીફને 'કાયર' ગણાવ્યા, કહ્યું 'તે મોદીનું નામ લેતા પણ ફફડે છે'