'પાકિસ્તાને યુદ્ધવિરામની ભીખ માંગી', અમેરિકાના તજજ્ઞએ આતંકિસ્તાનને ખુલ્લું પાડ્યું
- ઓપરેશન સિંદૂર બાદથી આજદિન સુધી પાકિસ્તાનની ફજેતી જારી
- અમેરિકાના તજજ્ઞ દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતાના ગુણગાન ગવાયા
- પાકિસ્તાને ભીખ માંગતા યુદ્ધવિરામ માટે અમેરિકાનું શરણ લીધું
OPERATION SINDOOR : અમેરિકાના પેન્ટાગોનના પૂર્વ અધિકારી અને અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટના સિનિયર ફેલો માઈકલ રુબિનું કહેવું છે કે, 'ઓપરેશન સિંદૂર' (OPERATION SINDOOR) અંતર્ગત ભારતની સર્જિકલ સ્ટ્રાઈક પછી પાકિસ્તાનને રાજદ્વારી અને લશ્કરી મોરચે ક્યારે ના જોઇ હોય તેવી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ANI ને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે પાકિસ્તાનની ભૂમિકાની આકરી ટીકા કરવાની સાથે ભારત દ્વારા કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહીની પ્રશંસા કરી છે.
ફરી એકવાર પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો
રુબિને કહ્યું કે, પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતે જે રીતે આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, તેનાથી વિશ્વનું ધ્યાન પાકિસ્તાનના આતંકવાદી નેટવર્ક તરફ ગયું હતું. અને ફરી એકવાર પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો હતો.
વિશ્વની નજર પાકિસ્તાન સમર્થિત આતંકવાદ પર કેન્દ્રિત થઇ
રૂબિને કહ્યું કે, 'ભારતે આ સંઘર્ષમાં પાકિસ્તાનને લશ્કરી અને રાજદ્વારી બંને મોરચે હરાવ્યું છે. ભારતની રાજદ્વારી જીતનું સૌથી મોટું કારણ એ છે કે હવે વિશ્વની નજર પાકિસ્તાન સમર્થિત આતંકવાદ પર કેન્દ્રિત થઇ છે.
લશ્કરી ઠેકાણાઓ અને એરબેઝને નિશાન બનાવી મોટું નુકશાન પહોંચાડ્યું
તેમણે કહ્યું કે, 7 મેના રોજ ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK) માં આતંકવાદી છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. જેમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ પછી પાકિસ્તાને પણ જવાબી કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેના વળતા જવાબમાં ભારતે પાકિસ્તાના લશ્કરી ઠેકાણાઓ અને એરબેઝને નિશાન બનાવી મોટું નુકશાન પહોંચાડ્યું હતું.
આતંકવાદી અને સૈનિક વચ્ચેનો તફાવત અદ્રશ્ય થઈ જાય
રૂબિને કહ્યું કે, 'આ ઓપરેશનથી પાકિસ્તાની સેના અને આતંકવાદીઓ વચ્ચેના સંબંધોનો ખુલાસો આખી દુનિયા સમક્ષ થયો છે.' પાકિસ્તાની સેનાના અધિકારીઓ યુનિફોર્મ પહેરીને આતંકવાદીઓની અંતિમયાત્રામાં જોડાય છે, ત્યારે આતંકવાદી અને સૈનિક વચ્ચેનો તફાવત અદ્રશ્ય થઈ જાય છે.
હાલત ફફડી ઉઠેલા કૂતરા જેવી થઈ ગઈ
તેમણે ટિપ્પણી કરતા કહ્યું, 'ચાર દિવસના આ યુદ્ધમાં પાકિસ્તાનની હાલત ફફડી ઉઠેલા કૂતરા જેવી થઈ ગઈ હતી. જે યુદ્ધવિરામની ભીખ માંગવા માટે પગ વચ્ચે પૂંછડી રાખીને દોડતો હતો. પાકિસ્તાન હવે આ હાર કોઈપણ રીતે છુપાવી શકે નહીં. તેણે આ ખરાબ હારને સ્વીકારી લીધી છે.
ભારતે ફક્ત વ્યાજબી બદલો લીધો
રુબિને સ્પષ્ટતા કરી કે, આ યુદ્ધ ભારત દ્વારા શરૂ કરવામાં આવ્યું ન્હતું, પરંતુ તેના પર લાદવામાં આવ્યું હતું. 'દરેક દેશને પોતાના નાગરિકોનું રક્ષણ કરવાનો અધિકાર છે. ભારતે ફક્ત વ્યાજબી બદલો લીધો હતો. ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો કે, તે સરહદ પારથી થતા આતંકવાદી હુમલાઓને ક્યારેય સહન કરશે નહીં.
ડોનાલ્ડ ટ્રમ્પના 'મધ્યસ્થી'ના દાવાઓ પર કટાક્ષ કર્યો
રૂબિને એમ પણ કહ્યું કે, ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન અમેરિકા ઘણીવાર પડદા પાછળ રાજદ્વારી પ્રયાસો કર્યા હતા. જેથી તણાવ પરમાણુ ઉગ્રતા સુધી ના પહોંચે. આ સાથે તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 'મધ્યસ્થી'ના દાવાઓ પર કટાક્ષ કર્યો અને કહ્યું, 'જો તમે ટ્રમ્પને પૂછો, તો તે કહેશે કે તેમણે એકલા હાથે વર્લ્ડ કપ જીત્યો છે, ઇન્ટરનેટની શોધ કરી છે અને કેન્સરનો પણ ઇલાજ કર્યો છે !'
આ પણ વાંચો --- Donald Trump: ખતરનાક આતંકી સંગઠનના પ્રમુખ સાથે ટ્રમ્પની મુલાકાતથી અમેરિકામાં ખળભળાટ