Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ponzi Scheme : કરોડો ખંખેરનાર ભૂપેન્દ્રના ઘેરથી લક્ઝ્યુરિયસ કાર્સ જપ્ત

એજન્ટ મયુર દરજીની વૈભવી લાઈફ સ્ટાઈલના વીડિયો વાયરલ
ponzi scheme   કરોડો ખંખેરનાર ભૂપેન્દ્રના ઘેરથી લક્ઝ્યુરિયસ કાર્સ જપ્ત
Advertisement
  • સાબરકાંઠા BZ ગ્રુપની ઓફિસોમાં CID ક્રાઈમની તપાસ
  • CID ક્રાઈમની ટીમ સતત ત્રીજા દિવસે હિંમતનગર પહોંચી
  • BZ ગ્રુપના સીએ રુષિત મહેતાના ઘરે સીઆઈડીની તપાસ
  • હિંમતનગરના મહાવીરનગરમાં ઓફિસ અને ઘરે તપાસ હાથ ધરી
  • અરવલ્લી BZ ગ્રુપના એજન્ટની વૈભવી લાઈફ સ્ટાઈલ
  • એજન્ટ મયુર દરજીની વૈભવી લાઈફ સ્ટાઈલના વીડિયો વાયરલ
  • મયુર દરજીની ઠાઠ માઠ વાળી જીંદગીનો હોવાનું સામે આવ્યું
  • લક્ઝુરિયસ કારમાં BZનું બોર્ડ લગાવી ફરતો હતો મયુર દરજી
  • લાખોના ડોલર ગણી રોફ જમાવતો મયુરનો વીડિયો વાયરલ
  • મહાઠગ ભુપેન્દ્રસિંહ ઝાલાની લગઝરીયર્સ ગાડીઓ જપ્ત કરવામાં આવી.
  • ભુપેન્દ્રસિંહ ઝાલાના નિવાસ્થાનેથી ગાડીઓ સીઆઈડી ની ઓફીસ લવાઇ.
  • વોલ્વો, મરસિડિઝ,પોર્સે અને ફોર્ચ્યુનર જેવી મોંઘીદાટ ગાડીઓ જપ્ત કરાઇ

Ponzi Scheme : રાજ્યમાં પોંઝી સ્કીમ (Ponzi Scheme) થકી રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપ (BZ GROUP Scam)નો સંચાલક ભૂપેન્દ્ર ઝાલા હજું પણ ફરાર છે ત્યારે સતત ત્રીજા દિવસે પણ સાબરકાંઠા BZ ગ્રુપની ઓફિસોમાં CID ક્રાઈમની તપાસ ચાલી રહી છે. દરમિયાન CID ક્રાઇમે ઝડપેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાના નજીકના ગણાતા એજન્ટ મયુર દરજીની વૈભવી લાઈફ સ્ટાઈલના વીડિયો વાયરલ થયો છે. એજન્ટ મયુર દરજી ઠાઠ માઠ વાળી જીંદગીનો હોવાનું સામે આવ્યું છે. દરમિયાન મહાઠગ ભુપેન્દ્રસિંહ ઝાલાની લગઝરીયર્સ ગાડીઓ જપ્ત કરવામાં આવી છે. ભુપેન્દ્રસિંહ ઝાલાના નિવાસ્થાનેથી વોલ્વો, મરસિડિઝ,પોર્સે અને ફોર્ચ્યુનર જેવી મોંઘીદાટ ગાડીઓ જપ્ત કરાઇ છે.

મયુર દરજી ભૂપેન્દ્રસિંહ ઝાલાના નજીકનો

Advertisement

પોંઝી સ્કીમ થકી રૂ. 6 હજાર કરોડનું મસમોટા કૌભાંડમાં CID ક્રાઇમે BZ ગ્રૂપનાં એક એજન્ટ મયુર દરજી સહિત સ્ટાફ મળી કુલ 7 લોકોની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપી મયુર દરજીનાં 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે અન્ય 6 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. મયુર દરજી (Mayur Darji) કંપનીનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાના નજીકનો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

Advertisement

CID ક્રાઈમની ટીમ સતત ત્રીજા દિવસે હિંમતનગર પહોંચી

દરમિયાન સાબરકાંઠા BZ ગ્રુપની ઓફિસોમાં CID ક્રાઈમની તપાસ હજું પણ ચાલી રહી છે. CID ક્રાઈમની ટીમ સતત ત્રીજા દિવસે હિંમતનગર પહોંચી છે અને BZ ગ્રુપના સીએ રુષિત મહેતાના ઘરે સીઆઈડીની તપાસ ચાલી રહી છે. ઉપરાંત હિંમતનગરના મહાવીરનગરમાં ઓફિસ અને ઘરે તપાસ શરુ કરાઇ છે.

આ પણ વાંચો----BZ GROUP Scam : આરોપી મયુર દરજીના 2 દિવસના રિમાન્ડ મંજૂર, 6 કસ્ટડીમાં ધકેલાયા

મયુર દરજીની વૈભવી લાઈફ સ્ટાઈલના વીડિયો વાયરલ

આ ઉપરાંત ચોંકાવનારી માહિતી આવી છે કે લોકોને લલચાવી કરોડો રુપિયા ચાઉં કરનારા ભૂપેન્દ્ર ઝાલાનો સાગરીત એજન્ટ મયુર દરજી વૈભવી લાઈફ સ્ટાઈલ જીવતો હતો. એજન્ટ મયુર દરજીની વૈભવી લાઈફ સ્ટાઈલના વીડિયો વાયરલ થયા છે જેમાં મયુર દરજીની ઠાઠમાઠ વાળી જીંદગીનો હોવાનું સામે આવ્યું છે. મયુર દરજી લક્ઝુરિયસ કારમાં BZનું બોર્ડ લગાવી ફરતો હતો. લાખોના ડોલર ગણી રોફ જમાવતો મયુરનો વીડિયો વાયરલ થયો છે.

CID ક્રાઈમે 3 લક્ઝુરિયસ કાર જપ્ત કરી

આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં વિશાલસિંહ ઝાલા, દિલીપસિંહ સોલંકી, આંશિક ભરથરી, સંજયસિંહ પરમાર, રાહુલ કુમાર રાઠોડ, મયુર કુમાર દરજી અને રણવીરસિંહ ચૌહાણ સામેલ છે. તપાસ અનુસાર, આરોપી મયુર દરજીએ રોકાણકારોનાં નાણામાંથી મોંઘીદાટ ગાડીઓ ખરીદી હતી. જ્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા એજન્ટોને પણ મોંઘીદાટ ગાડીઓ ગિફ્ટમાં આપવામાં આવી હતી. બીજી તરફ BZ ગ્રૂપની ઓફિસોમાં CID ક્રાઈમની તપાસ હાલ પણ યથાવત છે. ઝાલાનગર-ભૂખ્યાડેરા ગામે આવેલી ઓફિસોમાં CID ક્રાઈમની ટીમ પહોંચી હતી અને લક્ઝુરિયસ 3 કાર જપ્ત કરી હતી. CID ક્રાઈમની ટીમે BZ ગ્રૂપનાં સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

આ પણ વાંચો----BZ GROUP Scam : વધુ એક નામ આવ્યું સામે, BZ ગ્રૂપે ખાનગી શાળા ખરીદી હોવાનો પણ ખુલાસો!

Tags :
Advertisement

.

×