Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vladimir Putin : પુતિનની કારમાં વિસ્ફોટ, રશિયામાં અરાજકતા, શું હત્યાનું કાવતરું હતું?

પુતિનના સત્તાવાર કારના કાફલામાં સામેલ એક લક્ઝુરિયસ લિમોઝિન કારમાં ભયાનક વિસ્ફોટ થતા આખી કાર ભડભડ કરતી સળગી
vladimir putin   પુતિનની કારમાં વિસ્ફોટ  રશિયામાં અરાજકતા  શું હત્યાનું કાવતરું હતું
Advertisement
  • પુતિનના કાફલાની લિમોઝિન વિસ્ફોટ સાથે ભડભડ સળગી
  • વિસ્ફોટની ઘટના બાદ ષડયંત્ર કે દુર્ઘટના તેને લઈ ચર્ચા તેજ
  • FSB મુખ્યાલય પાસે સત્તાવાર કાફલાની કાર બની અગનગોળો

Vladimir Putin : રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના સત્તાવાર કારના કાફલામાં સામેલ એક લક્ઝુરિયસ લિમોઝિન કારમાં ભયાનક વિસ્ફોટ થતા આખી કાર ભડભડ કરતી સળગી ગઈ હતી. આ ઘટના મધ્ય મોસ્કોમાં બનતા રશિયન પ્રમુખ પુતિનની સુરક્ષા સામે સવાલો ઊઠવા લાગ્યા છે આ સાથે ક્રેમલિનમાં જ આંતરિક ખતરો હોવાની શંકાઓ થવા લાગી છે. જોકે આ ઘટના થોડા દિવસ પહેલા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી દ્વારા પુતિનનું મોત નજીક હોવાની ભવિષ્યવાણી બાદ બની છે.

Advertisement

આગ એન્જિનથી નીકળી અને બાદમાં વાહનની અંદર ફેલાઈ ગઈ

માહિતી અનુસાર આગ એન્જિનથી નીકળી અને બાદમાં વાહનની અંદર ફેલાઈ ગઈ હતી. વિસ્ફોટની પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે તેમજ કોઈ જાનહાનિની ઘટના પણ સામે નથી આવી. કથિત રૂપે વાહનનું સંચાલન રાષ્ટ્ર પ્રમુખના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવે છે, જે પુતિનના પરિવહનને સંભાળે છે. હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે ઘટનાના સમય કારની અંદર કોઈ બેઠું હતું કે નહીં. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સુરક્ષા કડક બનાવી દીધી છે. આ ઘટના મધ્ય મોસ્કોમાં બની હોવાનું કહેવાય છે. કારનું નામ ઓરસ લિમોઝિન છે. આ કાર રશિયામાં બનાવવામાં આવે છે. કાર સળગાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે.

Advertisement

પુતિને કિમ જોંગને આ કાર ભેટમાં પણ આપી છે

પુતિનના સત્તાવાર કાફલાનો ભાગ રહેલી ઓરસ લિમોઝીનની કિંમત 275,000 પાઉન્ડ છે. પુતિન મોટાભાગે આ કારનો ઉપયોગ કરે છે. પુતિને આ કાર ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન સહિત ઘણા નેતાઓને ભેટમાં આપી છે. ગયા બુધવારે, યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુરોવિઝન ન્યૂઝને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. કિવ ઈન્ડિપેન્ડન્ટ વેબસાઇટ અનુસાર, ઝેલેન્સકીએ પુતિનના મૃત્યુની આગાહી કરી હતી. ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે પુતિનની તબિયત સારી નથી. તેમની તબિયત બગડી રહી છે. તે જલ્દી જ મરી જશે. યુદ્ધ પણ ટૂંક સમયમાં સમાપ્ત થશે.

આ પણ વાંચો: Gujarat : બસના ભાડા વધવા છતાં ST બસની સુવિધાનો અભાવ જોવા મળ્યો

Tags :
Advertisement

.

×