Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodra: વિદેશ મંત્રી એસ જયશંકર પારુલ યુનિવર્સિટીની મુલાકાતે, 600 થી વધુ વિદેશી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી

વડોદરાની પારૂલ યુનિવર્સિટી ખાતે યોજાયેલ વિદેશી વિદ્યાર્થીઓનો કોન્વોકેશન યોજાયો હતો. જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે વિદેશી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી હતી.
vadodra  વિદેશ મંત્રી એસ જયશંકર પારુલ યુનિવર્સિટીની મુલાકાતે  600 થી વધુ વિદેશી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી
Advertisement
  • વિદેશ મંત્રી એસ જયશંકર પારુલ યુનિવર્સિટીની મુલાકાતે
  • વિદેશી વિધાર્થીઓના કોન્વોકેશનમાં વિદેશમંત્રી હાજર
  • એસ જયશંકર વિદેશી વિધાર્થીઓને ડિગ્રી કરી એનાયત
  • યુનિવર્સિટીના સંચાલક, વાઇસ ચાન્સેલર સહિત મહાનુભાવો હાજર

વિદેશ મંત્રી એસ.જયશંકર પારૂલ યુનિવર્સિટીની મુલાકાતે છે. વિદેશી વિદ્યાર્થીઓનો કોન્વોકેશનમાં વિદેશમંત્રી હાજર રહ્યા હતા. એસ. જયશંકરે વિદેશી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી હતી. યુનિવર્સિટીના સંચાલક, વાઈસ ચાન્સેલર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. 20 થી વધુ દેશના 600 થી વધુ વિદેશી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

Advertisement

Advertisement

ભારત આતંકવાદને લઈ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવશે:જયશંકર

આ પ્રસંગે વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારત એક પરિવાર છે, વસુદેવ કુટુંબકમમાં માને છે. 600 અન્ડર ટેકિંગ પ્રોજેક્ટ અમે અનેક દેશોમાં શરૂ કર્યા છે. કોરોના સમયે વેક્સિન 99 દેશોમાં સપ્લાય કરી હતી. જલ જીવન મિશન મોદી સરકારનો એક મહત્વનો પ્રોજેક્ટ છે. ભારતના કેન્સર મશીન આજે અનેક વિદેશી દેશોમાં છે. ભારતની દવાઓ વિદેશમાં ઉપયોગમાં આવે છે. પહલગામ આતંકી હુમલા પર એસ. જયશંકરે નિવેદન આપતા કહ્યું હતું કે, આતંકવાદી પ્રવૃતિ કરનારને મોટી કિંમત ચૂકવવી પડી છે. ભારત આતંકવાદને લઈ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવશે. ન્યુક્લિયર બ્લેકમેઈલથી ભારત નહી ડરે. આતંકવાદ સામે લડવાનો અમારો અધિકાર છે.

આ પણ વાંચોઃ Surat : સ્ટેશનરી મર્ચન્ટ એસો.ને આવેદનપત્ર આપી કરી રજૂઆત, શાળાઓમાં ચાલતો વેપલો બંધ કરવાની માંગ

આ પ્રસંગે પારૂલ યુનિવર્સિટીના સંચાલક દેવાંશુ પટેલ, પારૂલ પટેલ, વાઈસ ચાન્સેલર સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. વિદેશી વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે. નેપાળ, ઝિમ્બાવે, તાન્ઝાનિયા, બાંગ્લાદેશ, મડાગાસ્કર મલાવી, મોઝામ્બિક, ધાના, લેસોથો સહિત 20 દેશોના વિદ્યાર્થીઓ યુનિ.માં અભ્યાસ કરે છે.

આ પણ વાંચોઃ Amareli : સાવરકુંડલા લીલાપીર નજીક ડેમમાં 2 બાળકો ડૂબી જતા મોત, પરિવારજનો પર આભ તૂટી પડ્યું

Tags :
Advertisement

.

×