Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Extortion Scandal : દમણ પોલીસ તોડ કાંડમાં કોર્ટનો કડક વલણ - PSI સહિત 9 કર્મીઓના જામીન ફગાવ્યા

Extortion Scandal : બારડોલીના ત્રણ યુવકો દમણ ફરવા માટે ગયા હતા. પરંતુ તેઓ ત્યાં કોઈ અસામાજિક તત્વો નહીં પરંતુ પોલીસના સકંજામાં જ ફસાઈ ગયા હતા. દમન ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય યુવકોને બંધક બનાવીને તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તેમના પાસેથી 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. દમણમાં પાર્ટી કરવા ગયેલા યુવકોએ સ્વપ્ને પણ વિચાર્યું નહતું કે તેમના સાથે જનતાની રક્ષા કરવા નિમેલા પોલીસ કર્મચારીઓ જ ગેરકાયદેસર અને ગંભીર કૃત્ય કરશે..
extortion scandal   દમણ પોલીસ તોડ કાંડમાં કોર્ટનો કડક વલણ   psi સહિત 9 કર્મીઓના જામીન ફગાવ્યા
Advertisement
  • Extortion Scandal દમણ પોલીસ તોડ કાંડ : કોર્ટે અંકુશ સિંહ સહિત આરોપીઓની જામીન અરજી નકારી, ચાર્જશીટમાં કલમો હટાવવાનું કારણ નહીં
  • બારડોલીના યુવકો પર તોડ-ખંડણી : 9 પોલીસકર્મીઓની જામીન ફગાવાઈ, આજીવન કેદની કલમ હટાવવા કોર્ટ કડક
  • મોટો કિસ્સો : દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI સહિત 9 પોલીસ પર તોડનો આરોપ, જામીન અરજી નામંજૂર

Extortion Scandal દમણ : દમણમાં પોલીસ વિભાગના કેટલાક કર્મીઓ પર તોડ અને ખંડણીના આરોપો લાગ્યા હોવાથી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ કેસમાં મોટા સમાચાર એ આવ્યા છે કે, કોર્ટે આરોપી પોલીસ કર્મી અંકુશ સિંહ અને અન્યોની જામીન અરજી નામંજૂર કરી દીધી છે. આ નિર્ણય દ્વારા કોર્ટે પોલીસ વિભાગની અંદરની ગંભીર નિષ્ઠાવિરોધી વર્તન સામે કડક વલણ દાખવ્યો છે, જે નાગરિકોમાં ન્યાય અને કાયદાના શાસન પ્રત્યે વિશ્વાસ વધારવા માટે કારણભૂત બની શકે છે.

દમન ફરવા ગયેલા પર્યટકો સાથે Extortion Scandal

આ ઘટના 26 ઓગસ્ટ 2025ની છે, જ્યારે દમણમાં પર્યટન માટે આવેલા બારડોલીના ત્રણ યુવકોને ક્રાઇમ બ્રાન્ચના પીએસઆય (પોલીસ સબ-ઇન્સ્પેક્ટર) અને અન્ય પોલીસ કર્મીઓએ બંધક બનાવ્યા હતા. પોલીસ કર્મચારીઓએ યુવકોને મારમારી કરીને તેમની પાસેથી 10 લાખ રૂપિયાની ખંડણી વસૂલી હતી. આ યુવકો ગુજરાતના બારડોલીના હતા અને તેઓ દમણમાં મનોરંજન માટે આવ્યા હતા, પરંતુ તેમનું આ વેકેશન તોડ-ધમકી અને મારમારીમાં બદલાઈ ગયું હતુ.

Advertisement

પીએસઆય સહિત 9 પોલીસ કર્મીઓ સામે ગુનો

આ ઘટના પછી યુવકોએ ફરિયાદ નોંધાવતા દમણ પોલીસે તરત જ કાર્યવાહી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના પીએસઆય સહિત 9 પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધીને તેમને ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ વિરુદ્ધ તે સમયે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ 140(2) હેઠળ કેસ નોંધાયો હતો, જેમાં આજીવન કેદ અને ભારે દંડની જોગવાઈ છે. આ કલમ તોડ અને ગંભીર ગુના સાથે જોડાયેલા કેસોમાં લાગુ થાય છે, જે આરોપીઓની ગુનાહિતાને વધુ ગંભીર બનાવે છે.

Advertisement

આ પણ વાંચો- કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન, CM ભૂપેન્દ્રભાઈ પટેલે સર્વેના આદેશ આપ્યા

પરંતુ, તપાસ પૂર્ણ થયા પછી ચાર્જશીટ દાખલ કરવા વખતે આ મહત્વપૂર્ણ કલમ 140(2) સહિત અન્ય બંને કલમોને હટાવી દેવામાં આવી હતી. આ કલમો હટાવવાનું કોઈ ચોક્કસ કારણ ન દર્શાવવાથી આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી. કોર્ટે આ અરજીની સુનાવણી દરમિયાન તપાસ એજન્સી પાસેથી કારણોની માંગ કરી પરંતુ કોઈ સંતોષકારક જવાબ ન મળતાં અંકુશ સિંહ અને અન્ય 8 આરોપીઓની જામીન અરજીને નામંજૂર કરી દીધી. કોર્ટના આ નિર્ણયને ન્યાયની મોટી જીત માનવામાં આવી રહી છે, કારણ કે તે પોલીસ વિભાગમાં પણ કાયદાના શાસનને મજબૂત કરે છે.

જનતાના રક્ષકો જ બન્યા ભક્ષકો

આ કેસથી ઉજાગર થાય છે કે, કાયદાના રક્ષકો જ્યારે કાયદાનું ઉલ્લંઘન કરે છે, ત્યારે તે સમાજ માટે વધુ જોખમી બને છે. બારડોલીના યુવકોની આ ફરિયાદથી શરૂ થયેલી તપાસ હવે વધુ ઊંડી થવાની અપેક્ષા છે. તપાસ એજન્સીએ ચાર્જશીટમાં કલમો હટાવવાના કારણો સ્પષ્ટ કરવા જોઈએ, જેથી આવા કેસોમાં પારદર્શિતા જળવાઈ રહે. આ ઘટના પર્યટન પ્રદેશોમાં પોલીસની નિગરાની વધારવાની જરૂરિયાત પણ દર્શાવે છે.

આ કેસની આગળની સુનાવણી જલ્દ જ થવાની છે, અને કોર્ટના કડક વલણને જોતા એવું લગી રહ્યું છે કે, કાયદાનું રક્ષણ કરનારાઓ દ્વારા કાયદાને ભંગ કરનારા પોલીસ કર્મચારીઓને કડક સજા મળી શકે છે.

આ પણ વાંચો- Vadnagar : દેશનો પ્રથમ ભવ્ય વૃંદાવન ગૌચર પાર્ક-વૈશ્વિક મૉડલ

Tags :
Advertisement

.

×