RCB માંથી બહાર થયા બાદ ફાફે વ્યક્ત કર્યું દુઃખ, શેર કરી ઈમોશનલ પોસ્ટ
- RCBએ ઘણા ખેલાડીઓને રિટેન કર્યા નથી
- RCBએ ઓક્શનમાં ફાફને ન ખરીદ્યો
- ફાફ ડુ પ્લેસિસની દિલ્હીની ટીમમાં એન્ટ્રી
- ફાફ ડુ પ્લેસિસનું દર્દ છલકાયું
Faf du Plessis:RCBએ IPL 2025 માટે ઘણા ખેલાડીઓને રિટેન કર્યા નથી. આમાં ફાફ ડુ પ્લેસિસ(Faf du Plessis)નું નામ પણ સામેલ છે. RCBએ આગામી સિઝનના ઓક્શનમાં ફાફ પર દાવ પણ લગાવ્યો ન હતો. ફાફ પ્રથમ રાઉન્ડમાં વેચાયો ન હતો. પરંતુ બાદમાં દિલ્હી કેપિટલ્સે તેને પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો. હવે ફાફ ડુ પ્લેસિસનું દર્દ છલકાયું છે. તેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ લખી છે.
ફાફ ડુ પ્લેસિસ એ શેર કરી પોસ્ટ
હવે ફાફ (Faf du Plessis)દિલ્હી કેપિટલ્સનો ભાગ છે. તે આગામી સિઝનમાં દિલ્હી તરફથી રમશે. પરંતુ સીઝનની શરૂઆત પહેલા ફાફે આરસીબી વિશે ઈમોશનલ મેસેજ લખ્યો છે. તેને કહ્યું કે RCB સાથેનો મારો અધ્યાય પૂરો થઈ રહ્યો છે, હું તે વિશે વિચારવા માંગુ છું કે તે કેટલી શાનદાર સફર રહી છે. જ્યારે હું વર્ષ 2022માં જોડાયો ત્યારે મને ખ્યાલ ન હતો કે આ સફર કેવી રીતે આગળ વધશે. પરંતુ હું બેંગલુરુ શહેર અને RCBના અદ્ભુત લોકોના પ્રેમમાં પડી ગયો. આ સ્થળ અને તેના લોકો મારા વ્યક્તિત્વનો એક ભાગ બની ગયા છે અને હું હંમેશા મારી સાથે આ યાદો અને સંગાથને લઈ જઈશ. આ ત્રણ વર્ષોને ખાસ બનાવવા બદલ આભાર.
View this post on Instagram
આ સિવાય ફાફ ડુ પ્લેસિસની પત્નીએ પણ RCBને લઈને એક ઈમોશનલ નોટ શેર કરી હતી. તેને ફાફની 3 વર્ષની સફરને સુંદર અને અદ્ભુત પણ ગણાવી હતી.
Faf Du Plessis's wife comments on #RCB post 👇 pic.twitter.com/c79LjYJydd
— RCBIANS OFFICIAL (@RcbianOfficial) November 27, 2024
આ પણ વાંચો -RCBની એક પોસ્ટથી સોશિયલ મીડિયામાં વિવાદ
3 વર્ષ સુધી કરી કેપ્ટનશીપ
RCBએ IPL 2022 પહેલા ફાફને પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો. તેણે વિરાટ કોહલીની જગ્યાએ કેપ્ટનશીપ સંભાળી હતી. વર્ષ 2024માં, ફાફે તેની કેપ્ટનશીપમાં આરસીબીને પ્લેઓફમાં પણ લઈ ગઈ હતી.ફાફ ડુ પ્લેસિસે IPL 2022માં RCB માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને 15 મેચમાં 29.20ની એવરેજથી 438 રન રમ્યા હતા. આ સિવાય તેને 4 અડધી સદી પણ પોતાના નામે કરી હતી. વર્ષ 2023માં તેણે 14 મેચમાં 56.15ની એવરેજથી પોતાના બેટથી 730 રન બનાવ્યા છે.


