ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગોંડલમાં ક્રાઈમ બ્રાન્ચનો નકલી ASI ઝડપાયો, વેપારીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પાંચ લાખનો તોડ કર્યો

ગોંડલનાં ગ્રાફિકના વેપારીને છેડતી અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ક્રાઈમ બ્રાન્ચના ASIની ઓળખ આપી રાજકોટના શખ્સે ગોંડલ આવી રૂપિયા પાંચ લાખનો તોડ કર્યા બાદ વધુ બે લાખની માંગણી કરી હતી.
05:20 PM Jan 22, 2025 IST | PIYUSHSINH SOLANKI
ગોંડલનાં ગ્રાફિકના વેપારીને છેડતી અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ક્રાઈમ બ્રાન્ચના ASIની ઓળખ આપી રાજકોટના શખ્સે ગોંડલ આવી રૂપિયા પાંચ લાખનો તોડ કર્યા બાદ વધુ બે લાખની માંગણી કરી હતી.

ગોંડલનાં ગ્રાફિકના વેપારીને છેડતી  અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી  ક્રાઈમ બ્રાન્ચના ASIની ઓળખ આપી રાજકોટના શખ્સે ગોંડલ આવી રૂપિયા પાંચ લાખનો તોડ કર્યા બાદ વધુ બે લાખની માંગણી કરી હતી. જેને લઈને વેપારીએ પોલીસને જાણ કરતા, ASI બની તોડ કરતો શખ્સ નકલી હોવાનું સામે આવ્યું. જેને લઈને પોલીસે નકલી ASIની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી. ગોંડલમાં ઝડપાયેલા નકલી એએસઆઇ  સામે તાજેતરમાં રાજકોટમાં પણ ગેસ્ટહાઉસમાંથી બહાર નિકળતા કપલને ધમકાવી 31 હજારનો તોડ કર્યાની ફરિયાદ રાજકોટ એ ડીવીઝન પોલીસમાં થયેલી છે.

આરોપીએ પોતાનું નામ મયુરસિંહ ઝાલા જણાવેલ

બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના ભોજરાજપરામાં રહેતા અને જેતપુર રોડ ત્રણ ખુણીયા પાસે બંશી ગ્રાફિક નામે ઓફિસ ચલાવતા કેયુરભાઇ કમલેશભાઈ કોટડીયા ઉ.28 ગત તા.21/12 ના રોજ ઓફિસના કામે રાજકોટ ગયા હતા. જ્યાં ગીરીશભાઈ પરમાર પાસેથી પેમેન્ટ લેવાનું હોય પેમેન્ટ લઈ લીમડા ચોકથી બસસ્ટેન્ડ જવા રીક્ષામાં બેઠેલ આ સમયે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સે પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચના એએસઆઇ તરીકે આપી કેયુરભાઇ પાસે આધારકાર્ડ માંગ્યુ હતુ. બાદમાં તું શું કામ કરે છે? તેવુ પુછતા કેયુરભાઇ એ ગોંડલમાં ગ્રાફિક્સનું કામ કરુ છું. તેવુ કહેતા પોલીસની ઓળખ આપનાર શખ્સે દુકાનનું કાર્ડ માંગતા તે આપ્યુ હતુ. બાદમાં  આધારકાર્ડ પરત કરી હું તપાસમાં ગોંડલ આવીશ તેવુ કહી જતો રહેલ. કેયુરભાઇ બપોરનાં રાજકોટથી ગોંડલ પરત ફરી પોતાની ગ્રાફિક્સની ઓફીસે હતા. ત્યારે રાજકોટ મળેલો શખ્સ ઓફિસમાં આવી પોતાની ઓળખ ક્રાઈમ બ્રાંચનાં અધિકારી મયુરસિંહ ઝાલા તરીકે આપી કેયુરભાઇને ધમકાવેલ કે તે રાજકોટમાં એક છોકરીની છેડતી કરી છે. તારી ઉપર ફરિયાદ દાખલ થવાની છે. આથી ગભરાયેલા કેયુરભાઇએ મેં કોઇની છેડતી કરી નથી. ત્યારે આ શખ્સે ફરી ધમકાવી કહેલ કે તારે છેડતીનાં ગુન્હામાં ફિટ થવુ છે કે વહીવટ કરી પતાવટ કરવી છે. એવુ કહી કેયુરભાઇનો મોબાઇલ લઇ લીધો હતો. મોબાઇલમાં ગુગલ પે  ચેક કરતા પંદર લાખનું બેલેન્સ હોય આ શખ્સે હું સાહેબ સાથે વાત કરી લ઼ઉ તેમ કહી ઓફિસ બહાર ગયેલ હતો. થોડીવારમાં પરત થઇ કેયુરભાઇને કહેલ કે છેડતીનો કેસ રફેદફે કરવો હોય તો પાંચ લાખ આપવા પડશે. કેયુરભાઇએ આજીજી કરેલ કે મારી પાસે આટલા પૈસા નથી. તો આ શખ્સે છેડતી અને બળાત્કારના ગુન્હામાં ફિટ કરી દઇશ તો દસ વર્ષ સુધી જેલમાંથી છુટીશ નહી તેવુ કહી ધમકી આપતા ગભરાઇ ગયેલા કેયુરભાઇએ બેંક માંથી રૂપિયા પાંચ લાખ ઉપાડી આ શખ્સને આપતા તે પૈસા લઇ ચાલ્યો ગયો હતો.

આરોપી વોટ્સએપ પર કોલ કરી રૂપિયાની માંગણી કરતો

દરમિયાન તા.28 ના ફરી કેયુરભાઇને વોટસઅપ કોલ આવ્યો હતો. જેમા તેણે કહેલ કે, હું તારી ઓફિસ પર આવ્યો હતો તે ક્રાઈમ બ્રાન્ચનો એએસઆઇ મયુરસિંહ ઝાલા બોલુ છુ. સાહેબ પાંચ લાખમાં માનતા નથી. વધુ બે લાખ માંગે છે. જે તારે આપવા પડશે. હું ગોંડલ તારી ઓફિસે આવુ છુ. એવુ કહી મયુરસિંહ થોડી કલાકમાં કેયુરભાઇની ઓફિસે આવી વધુ પૈસા માટે ધમકાવી બળાત્કારના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપતા કેયુરભાઇએ પૈસાની વ્યવસ્થા કરવા દસ દિવસનો સમય માંગતા મયુરસિંહ જતો રહેલ. બાદમાં કેયુરભાઇએ તેના મિત્ર અંકીતભાઇ કોટડીયાને બનાવ અંગે જાણ કરતા તેમણે બી'ડીવીઝન પોલીસમાં જાણ કરી હતી.

દરમિયાન આજે બપોરે મયુરસિંહ, કેયુરભાઇની ઓફિસે આવતા ઓફિસ નીચેથી પોલીસે દબોચી લઇ આકરી પુછપરછ કરતા તે મયુરસિંહ ઝાલા નહી પણ મીહીર ભનુભાઇ કુંગશીયા, રહે.પોપટપરા રાજકોટના હોવાનુ જણાવ્યુ હતુ. અસલી પોલીસને જોઇને નકલી એએસઆઇ મીહીર ભાગવા જતા અને પડી જતા પગમાં ઇજા પંહોચી હતી.

પોલીસે નકલી પોલીસ મિહિર કુંગશીયા સામે ગુન્હો નોંધ્યો

મીહીર કુંગશીયાએ થોડા સમય પહેલા રાજકોટના બસસ્ટેન્ડ પાછળ આવેલા ગેસ્ટહાઉસમાંથી ઉતરી રહેલા યુવક યુવતીને પોલીસનો રોફ જમાવી રૂપિયા એકત્રીસ હજારનો તોડ કર્યાની ફરિયાદ રાજકોટ એ ડીવીઝનમાં થઈ છે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Tags :
Crime BranchFake ASIGondalGujaratGujarat FirstGujarat PoliceGujarati NewsRAJKOT
Next Article