Gujarat નકલી બાબતે તમામ રેકોર્ડ તોડ્યા, હવે નકલી કિન્નરો મામલે પોલીસ ફરિયાદ દાખલ
- નકલી કિન્નરોએ અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યા
- નકલી બાબતોમાં ગુજરાત સતત મહારથ પ્રાપ્ત કરી રહ્યું છે
- પોલીસ દ્વારા નકલી કિન્નરો મામલે કેસ દાખલ કરી તપાસ આદરી
Bharuch News : Gujarat માં નકલીનો રાફડો ફાટ્યો છે. નકલી PMO અધિકારી હોય, નકલી આઇપીએસ હોય કે પછી નકલી આઇએએસ અધિકારી હોય કે નકલી ખેડૂત હોય ખેતર હોય કે ખાતર હોય. ગુજરાત હવે દેશનું ચાઇના બની ચુક્યું છે. જ્યાં તમામ વસ્તુઓ જથ્થાબંધ નકલી મળી રહી છે. નકલી ઘી, નકલી પનીર અને નકલી માવા સહિત મસાલા અને દરેક વસ્તુમાં નકલીની ભરમાર છે.
નકલી બાબતોમાં ગુજરાત ચીનને પછાડવા સમર્થ
જો કે હવે ગુજરાત નકલી બાબતે કંઇક નવી જ ઉંચાઇઓ સર કરવા જઇ રહ્યું હોય તેવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં નકલી કિન્નરો
ઝડપાયા છે. ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં નકલી કિન્નરોનો ત્રાસ વધી ગયો છે. નકલી કિન્નરોએ પૂર્વ પટ્ટીના વિસ્તારમાં વશીકરણ દ્વારા અનેક લોકો પાસેથી 10 હજારથી માંડીને 30 હજાર રૂપિયા સુધી પડાવ્યા હોવાની ફરિયાદ મળી છે.
આ પણ વાંચો : Bharuch: સામાન્ય દાઢના ઓપરેશનમાં મહિલાનું મોત થતાં પરિવારે કર્યા આક્ષેપો, નોંધાઈ પોલીસ ફરિયાદ
ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં નકલી કિન્નરોનો ત્રાસ
ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારની સોસાયટીઓમાં નકલી કિન્નરે વશીકરણ સાથે રૂપિયા પડાવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં સ્થાનિક લોકો અને અસલી કિન્નરોએ પણ હોબાળો મચાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અસલી કિન્નરની ઓળખાણ આપી અનેક સોસાયટીમાંથી 10,000 થી 30,000 સુધીની રકમ પડાવી હોવાના મામલા આવ્યા સામે આવતા અસલી કિન્નરો પોલીસ મથકે પહોંચ્યા હતા.
અસલી કિન્નરો અને સ્થાનિક લોકોનો હોબાળો
સ્થાનિક લોકો દ્વારા કિન્નર સમાજના અગ્રણીને સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી. ભોગ બનેલા રહીશોએ અસલી કિન્નર અગ્રણીઓને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જે મામલે આખરે પોલીસે તપાસ કરીને કાર્યવાહી કરવા માટેની બાંહેધરી આપ્યા બાદ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. હાલ તો પોલીસ દ્વારા અસલી કિન્નરો ભોગ બનેલા પરિવારજનો સાથે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે.
આ પણ વાંચો : રાહુલને ગીફ્ટ આપનાર વ્યક્તિના ઘરે દરોડા, દંપત્તીએ આપઘાત કરતા કોંગ્રેસે લગાવ્યા ગંભીર આક્ષેપ
પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ આદરી
નકલી કિન્નરે અનેક સોસાયટીમાં પરિવારો સાથે વાત કરી પટાવી ફોસલાવી રકમો પડાવી હોવાની ફરિયાદ પોલીસે દાખલ કરી લીધી છે. એક મકાનમાં સીસીટીવી કેમેરામાં નકલી કિન્નર કેદ થયા હતા. જેથી પોલીસ દ્વારા સમગ્ર મામલે સીસીટીવીના આધારે તપાસ આદરવામાં આવી છે.
આ પણ વાંચો : ટ્રમ્પના શપથ ગ્રહણ પર કેદીઓને માફી, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો થશે દેશ નિકાલ