Bhavnagar : સોની વેપારીને ફોન કરી બોગસ PSI એ કહ્યું - ચોરે તમારી દુકાનમાં..!
- Bhavnagar માં નકલી PSI ના ખેલનો પર્દાફાશ
- C ડિવિઝન પોલીસે ડુપ્લીકેટ PSI ની ધરપકડ કરી
- નકલી PSI એ તોડ કરવાનાં ઈરાદે સોની વેપારીને કોલ કર્યો
- સોની વેપારીને ધમકાવી 31,500 હજાર રૂપિયાની માગ કરી હતી
ભાવનગર (Bhavnagar) શહેરના સી. ડિવિઝન પોલીસે નકલી PSI ની ધરપકડ કરી છે. તોડ કરવાનાં ઈરાદે ભાવનગર શહેરનાં સોની વેપારીને નકલી PSI એ ફોન કરીને ધમકાવ્યા હતા અને સેટલમેન્ટ કરવા માટે 31,500 રૂપિયાની માગણી કરી હતી. આ મામલે વેપારીએ પોલીસ ફરિયાદ કરતા C ડિવિઝન પોલીસે નકલી PSI ની ધરપકડ કરી છે અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad : Waqf બોર્ડે AMC ની 31 જમીન પર કબજો કર્યો! લિગલ કમિટીની કાર્યવાહી તેજ
નકલી PSI એ તોડ કરવાનાં ઈરાદે સોની વેપારીને કોલ કર્યો
પ્રાથમિક અહેવાલ અનુસાર, ભાવનગરમાં (Bhavnagar) રહેતા સોની વેપારી અલ્પેશભાઈ ધ્રાંગધરિયાને 7 ઓક્ટોબર 2024 નાં રોજ બપોરે 12:50 કલાકે એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. આ ફોન પર સામેની વ્યક્તિએ પોતાની ઓળખ PSI વિજયસિંહ ગોહિલ તરીકે આપી હતી. નકલી PSI એ ફોન પર સોની વેપારીને કહ્યું હતું કે, સુરતમાંથી (Surat) સોનાનાં દાગીનાની ચોરી કરનાર ઈસમની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ દરમિયાન ચોરી કરેલી સોનાની 5 ગ્રામની ચેન તમારી દુકાનમાં વેચી છે તેવું કબુલ્યું છે. ત્યાર બાદ નકલી PSI વેપારીને ધમકાવીને ડરાવ્યા હતા.
આ પણ વાંચો - Amreli : ક્યારે આવો છો જાફરાબાદનો બાજરો લઇ દિલ્હી ? : PM Narendra Modi
ફરિયાદ બાદ અસલી પોલીસે નકલી PSI ની ધરપકડ કરી
ત્યાર પછી મામલો સમાપ્ત કરવા PSI દ્વારા સોની વેપારી પાસે 31, 500 રૂપિયાની માગ કરી ઓનલાઈન ટ્રાન્સફર કરવાની વાત કરી હતી. જો કે, સોની વેપારીને શંકા જતાં આ મામલે તેમણે પોલીસ ફરિયાદ કરી હતી. વેપારીની ફરિયાદનાં આધારે સી. ડિવિઝન પોલીસે (C Division Police) નકલી PSI ની ધરપકડ કરી છે અને સાથે જ નકલી PSI વિરુદ્ધ BNS ની કલમ 204, 308 (2) મુજબ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - IPS હસમુખ પટેલની GPSC નાં ચેરમેન તરીકે નિમણૂંક કરાઈ


