ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : વરાછામાં નકલી તમાકુ-પાન મસાલાનો 29.67 લાખનો મુદ્દામાલ ઝડપાપો

Surat ના વરાછામાં નકલી તમાકુ અને પાન મસાલાનો મસમોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. વરાછા પોલીસે બાતમીના આધારે 19 લાખ રૂપિયાથી વધુનો નકલી તમાકુ અને પાન મસાલાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ નકલી તમાકુના જથ્થેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.. તો નકલીના કાળા કારોબાર સાથે કોણ સંકળાયેલું છે તેના વિશે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. તો વાંચો સંપૂર્ણ અહેવાલ
05:03 PM Oct 29, 2025 IST | Mujahid Tunvar
Surat ના વરાછામાં નકલી તમાકુ અને પાન મસાલાનો મસમોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. વરાછા પોલીસે બાતમીના આધારે 19 લાખ રૂપિયાથી વધુનો નકલી તમાકુ અને પાન મસાલાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ નકલી તમાકુના જથ્થેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.. તો નકલીના કાળા કારોબાર સાથે કોણ સંકળાયેલું છે તેના વિશે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. તો વાંચો સંપૂર્ણ અહેવાલ

Surat : શહેરના વરાછા વિસ્તારમાં શંકાસ્પદ નકલી તમાકુ અને પાન મસાલાને લઈને પોલીસે મોટી કાર્યવાહી કરી છે. નેહરુનગર ઝૂંપડપટ્ટીમાં ઓચિંતી રેડ પાડીને વરાછા પોલીસે 29.67 લાખ રૂપિયાના મુદ્દામાલની જપ્ત કર્યો છે. આ રેડમાં MARUTI GOLD પાન મસાલા, MGT તમાકુ, HMD Tobacco, J.K. Tobacco સહિત વિવિધ બ્રાન્ડના હજારો પેકેટો મળ્યા છે, જે ગેરકાયદેસર રીતે વેચાણ માટે તૈયાર કરવામાં આવ્યા હતા. પોલીસ કમિશ્નરના આદેશ પર શરૂ થયેલી આ કાર્યવાહીથી નકલી માલસામાનના ગેરકાયદેસર ધંધાના માસ્ટરમાઇન્ડ્સને પોલીસે પોતાના સંકજામાં લીધો હોવાની માહિતી સામે આવી રહી છે.

રેડ બાતમીના આધારે કરવામાં આવી હતી, જેમાં આઇકોન પ્લાઝાની બાજુની ગલીમાં આવેલા એક ગુપ્ત સ્થળ પરથી આ વિશાળ જથ્થો મળી આવ્યો છે. વરાછા પોલીસની ટીમે ઝડપથી કાર્યવાહી કરતાં MARUTI GOLD પાન મસાલાના 10,200 પેકેટ અને MGT તમાકુના 10,200 મોટા પેકેટ જપ્ત કર્યા. આ ઉપરાંત HMD Tobaccoના 1,680 પેકેટ (કિંમત 2.68 લાખ), J.K. Tobaccoના 1,200 પેકેટ, ચૈની તંબાકુના 330 પાઉચ (કિંમત 50,490) અને India’s Finest Blendના 6 પેકેટ (કિંમત 15,000) પણ મળી આવ્યા છે. આ નકલી ઉત્પાદનોમાં જોખમી રસાયણોનો ઉપયોગ થયો હોવાની આશંકા છે, જે વપરાશકર્તાઓના આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.

પોલીસ અધિકારીઓ અનુસાર, આ જથ્થો ગેરકાયદેસર રીતે શહેરના વિવિધ વિસ્તારોમાં વેચાણ માટે તૈયાર કરવામાં આવ્યો હતો. "આ નકલી તમાકુ અને પાન મસાલાના ધંધાથી લાખો રૂપિયાના કાળા કેર વેચાઈ રહ્યા હતા. અમે હવે આ સપ્લાય ચેઇનનું ભંડાફોડ કરીશું અને મુખ્ય આરોપીઓને પકડીશું," તેમ વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું છે. આ રેડમાં કોઈ ગુનેગારોને હાજર ન મળતાં પોલીસે તપાસ શરૂ કરી છે અને CCTV ફૂટેજ તપાસીને આરોપીઓની શોધખોળ કરી રહી છે.

સુરતમાં તાજેતરમાં નકલી માલસામાન વિરુદ્ધ કડક કાર્યવાહી વધી છે, જેમાં પોલીસ કમિશ્નરના સીધા આદેશ પર આવી રેડ્સ શરૂ થઈ છે. આવા ગેરકાયદેસર ધંધાથી ન માત્ર સરકારને આવકનું નુકસાન થાય છે, પરંતુ વપરાશકર્તાઓના આરોગ્યને પણ જોખમમાં મુકાય છે. આ રેડને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો- Amreli જિલ્લામાં કમોસમી વરસાદે વરસાવ્યો કાળો કેર, અન્નદાતાના જીવનમાં છવાયું અંધકાર

Tags :
HMD J.K. Tobaccoillegal quantity seizedMARUTI GOLD MGT tobaccoNehrunagar Police actionPan Masala RedSurat Varachha fake tobacco
Next Article