Mehsana : જોટાણામાં કોંગ્રેસ અગ્રણીના પરિવારને બંધક બનાવી લાખોની લૂંટ
મહેસાણાના જોટાણામાં પરિવારને બંધક બનાવી લૂંટ 35 તોલા સોના સહિત રોકડ રકમની ધોળા દિવસે લૂંટ પિસ્તોલ, છરીઓ સાથે 5 લૂંટારુઓએ આચરી લૂંટ 3 મહિલા અને બે બાળકને બંધક બનાવી ચલાવી લૂંટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મૃગેશ ચાવડાના ઘરે લૂંટારુ ત્રાટક્યા મહેસાણાના...
Advertisement
મહેસાણાના જોટાણામાં પરિવારને બંધક બનાવી લૂંટ
35 તોલા સોના સહિત રોકડ રકમની ધોળા દિવસે લૂંટ
પિસ્તોલ, છરીઓ સાથે 5 લૂંટારુઓએ આચરી લૂંટ
3 મહિલા અને બે બાળકને બંધક બનાવી ચલાવી લૂંટ
તાલુકા કોંગ્રેસ પ્રમુખ મૃગેશ ચાવડાના ઘરે લૂંટારુ ત્રાટક્યા
મહેસાણાના જોટાણામાં ધોળા દિવસે પરિવારને બંધક બનાવીને 5 લૂંટારુઓએ 35 તોલા સોના અને રોકડ રકમની લૂંટ ચલાવતા સનસનાટી સર્જાઇ ગઇ છે. આ ઘટના તાલુકા કોંગ્રેસ પ્રમુખ મૃગેશ ચાવડાના ઘેર બની હતી. લૂંટારુઓએ પિસ્તોલ અને છરીઓ બતાવીને 3 મહિલા તથા 2 બાળકને બંધક બનાવ્યા હતા અને લૂંટ ચલાવી હતી.

જોટાણા ગામમાંથી ચોંકાવનારા સમાચાર
મહેસાણાના જોટાણા ગામમાંથી ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. જોટાણામાં રહેતા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મૃગેશ ચાવડાના ઘરે ધોળા દિવસે લૂંટારુ ત્રાટક્યા હતા. ઘરમાં 3 મહિલાઓ અને 2 બાળકો હતા ત્યારે 5 લૂંટારા ઘરમાં પ્રવેશ્યા હતા અને તમામને પિસ્તોલ અને છરીઓ બતાવી બંધક બનાવ્યા હતા. લૂંટારુઓએ ત્યારબાદ ઘર ફંફોસવાનું શરુ કર્યું હતું.

5 લૂંટારુઓએ અંદાજે દોઢ કલાક સુધી સમગ્ર પરિવારને બંધક બનાવ્યું
5 લૂંટારુઓએ અંદાજે દોઢ કલાક સુધી સમગ્ર પરિવારને બંધક બનાવ્યું હતું અને લૂંટ ચલાવી હતી. અંદાજે 35 તોલા સોનું અને રોકડ રકમની લૂંટ ચલાવી હતી. દોઢ કલાક સુધી તેમણે પરિવારને જાણે કે બાનમાં લઇ લીધું હતું અને પિસ્તોલ તથા છરીઓ બતાવી ડરાવ્યા હતા.

35 તોલા સોના સહિત રોકડ રકમની લૂંટ
લૂંટારુઓ કિયા સેલટોસ કારમાં આવ્યા હોવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. ધોળા દિવસે રાજકીય અગ્રણીના ઘરે જ ત્રાટકીને લૂંટારા
અંદાજે 35 તોલા સોના સહિત રોકડ રકમની લૂંટ ચલાવતા પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં
મહેસાણા LCB , SOG સહિત સાંથલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ તપાસ શરૂ કરી છે. પરિવારની ફરિયાદના આધારે ઉંડી તપાસ શરુ કરાઇ છે.
આ પણ વાંચો----હવે જામતારા નહીં પણ આ શહેરો સાયબર ક્રાઇમ માટે હોટ સ્પોટ…
Advertisement


