ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

લોકપ્રિય સિંગર Zubeen Garg નું મોત, સિંગાપુરમાં સ્કુબા ડાઇવીંગ કરતા અકસ્માત

Zubeen Garg Dies : આસામ સરકારના કેબિનેટ મંત્રી અશોક સિંઘલે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં ઝુબીન ગર્ગના મૃત્યુની પુષ્ટિ કરી છે
04:55 PM Sep 19, 2025 IST | PARTH PANDYA
Zubeen Garg Dies : આસામ સરકારના કેબિનેટ મંત્રી અશોક સિંઘલે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં ઝુબીન ગર્ગના મૃત્યુની પુષ્ટિ કરી છે

Zubeen Garg Dies : પ્રખ્યાત ગાયક ઝુબીન ગર્ગ (Famous Singer Zubeen Garg Dies) નું 52 વર્ષની વયે અવસાન થયું છે. શુક્રવારે સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ (Singapore Scuba Diving) કરતી વખતે તેમનું દુ:ખદ અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. ગર્ગે બોલિવૂડ ફિલ્મ "ગેંગસ્ટર" ના સુપરહિટ ગીત "યા અલી" થી દેશભરમાં લોકપ્રિયતા મેળવી હતી.

મંત્રી અશોક સિંઘલે તેમના મૃત્યુની પુષ્ટિ કરી

આસામના કેબિનેટ મંત્રી અશોક સિંઘલે (Assam Cabinet Minister Ashok Singhal) સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમણે લખ્યું, "આપણા પ્રિય ઝુબીન ગર્ગના (Famous Singer Zubeen Garg Dies) અકાળ અવસાનથી ખૂબ દુઃખ થયું. આસામે માત્ર એક અવાજ જ નહીં, પણ એક હૃદયની ધડકન પણ ગુમાવી દીધી છે. ઝુબીન દા (Famous Singer Zubeen Garg Dies) માત્ર એક ગાયક જ ન્હોતા, તેઓ આસામ અને રાષ્ટ્રના ગૌરવ હતા, જેમના ગીતોએ આપણી સંસ્કૃતિને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડી છે. તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. તેમના આત્માને શાંતિ મળે અને તેમનો વારસો પ્રેરણા આપતો રહે. ઓમ શાંતિ."

સિંગાપોરમાં અકસ્માત કેવી રીતે થયો ?

મીડિયા અહેવાલો અનુસાર, અકસ્માત થયો ત્યારે ઝુબીન ગર્ગ (Famous Singer Zubeen Garg Dies) સ્કુબા ડાઇવિંગ કરી રહ્યા હતા. પોલીસે તેમને તાત્કાલિક દરિયામાંથી બચાવ્યા હતા અને હોસ્પિટલ લઈ ગયા હતા, અને ડોકટરોએ તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહીં.

ઝુબિન ગર્ગ નોર્થ ઈસ્ટ ફેસ્ટિવલમાં પરફોર્મ કરવાના હતા

ઝુબિન ગર્ગ (Famous Singer Zubeen Garg Dies) નોર્થ ઈસ્ટ ફેસ્ટિવલમાં પરફોર્મ કરવા માટે સિંગાપોર પહોંચ્યા હતા. પરંતુ તે પહેલાં જ દુર્ઘટના ઘટી ગઈ છે. તેમના અચાનક મૃત્યુથી માત્ર તેમના ચાહકો જ નહીં પરંતુ સમગ્ર આસામી સમુદાય અને ભારતીય સંગીત ઉદ્યોગ ખૂબ જ દુઃખી છે.

આ પણ વાંચો ------  Janhvi Kapoor: જાહ્નવી કપૂર કાઉગર્લ લુકમાં ચમકી, સ્ટ્રેપલેસ કોર્સેટ અને શોર્ટ્સમાં બોલ્ડ સ્ટાઇલ

Tags :
FamousSingerGujaratFirstgujaratfirstnewsGujaratiNewsScubaDivingSingaporeSingaporeAccidentZubeenGargDies
Next Article