Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Palanpur : ચેખલા જુવોલ સૂરજપુરા શાળામાં શિક્ષકની વિદાય : બાળકો અને ગામલોકો ચૌધાર આંસુએ રડ્યા

Palanpur : બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાની ચેખલા જુવોલ સૂરજપુરા પ્રાથમિક શાળામાં એક એવો ભાવુક વિદાય સમારોહ જોવા મળ્યો કે જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ હજારો લોકોની આંખો ભીની થઈ ગઈ. છેલ્લા 18 વર્ષથી આ શાળામાં ફરજ બજાવતા શિક્ષક જીવરાજભાઈ નિનામાની બદલી થતાં શાળાના બાળકો, વાલીઓ અને આખું ગામ હિબકે ચડ્યું હતું.
palanpur   ચેખલા જુવોલ સૂરજપુરા શાળામાં શિક્ષકની વિદાય   બાળકો અને ગામલોકો ચૌધાર આંસુએ રડ્યા
Advertisement
  • Palanpur :  18 વર્ષની સેવા બાદ શિક્ષકની બદલી : વિદાય વખતે આખું ગામ હિબકે ચડ્યું, વીડિયો વાયરલ
  • આ દ્રશ્યો જોઈને આંખો ભીની થશે : પાલનપુર શાળાના બાળકો શિક્ષકને વિદાય આપતા ધ્રુસકે ધ્રુસકે રડ્યા
  • જીવરાજભાઈ નિનામાની ભાવુક વિદાય : વાલીઓ-બાળકો રડતા રડતા ભેટ્યા, વીડિયો વાયરલ
  • શિક્ષક-વિદ્યાર્થીના અતૂટ બંધનનું ઉદાહરણ : પાલનપુરની પ્રાથમિક શાળામાં ભાવુક વિદાય સમારોહ

Palanpur : બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાની ચેખલા જુવોલ સૂરજપુરા પ્રાથમિક શાળામાં એક એવો ભાવુક વિદાય સમારોહ જોવા મળ્યો કે જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ હજારો લોકોની આંખો ભીની થઈ ગઈ. છેલ્લા 18 વર્ષથી આ શાળામાં ફરજ બજાવતા શિક્ષક જીવરાજભાઈ નિનામાની બદલી થતાં શાળાના બાળકો, વાલીઓ અને આખું ગામ હિબકે ચડ્યું હતું.

Palanpur  ચૌધાર આસુંએ રડ્યા બાળકો

વીડિયોમાં જોવા મળે છે કે વિદાય સમયે નાના-નાના બાળકો ચૌધાર આંસુએ રડતા જીવરાજભાઈને વળગી પડ્યા છે. કેટલાક બાળકો તો એટલા ભાવુક થયા કે તેમને સાંત્વના આપીને શાંત રાખવા પડ્યા હતા. વાલીઓ અને અન્ય શિક્ષકો પણ રડતા રડતા શિક્ષકને ભેટી પડ્યા અને તેમની સેવાની પ્રશંસા કરી હતી. આખું ગામ વિદાય સમારોહમાં ઉમટી પડ્યું હતું, જે શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેના અતૂટ બંધનનું જીવંત ઉદાહરણ છે.

Advertisement

18 વર્ષ પછી થઈ બદલી

જીવરાજભાઈ નિનામા છેલ્લા 18 વર્ષથી આ શાળામાં ફરજ બજાવી રહ્યા હતા. તેમની સમર્પિત સેવા અને બાળકો પ્રત્યેના પ્રેમને કારણે તેઓ શાળા તેમજ ગામમાં ખૂબ જ પ્રિય હતા. બદલીના આદેશ પછી વિદાય સમારોહ યોજાયો, જેમાં બાળકોએ શિક્ષકને ભેટ આપી, ગીતો ગાયા અને ભાવુક વાતાવરણ સર્જાયું. વીડિયોમાં બાળકોના નિર્દોષ આંસુ અને વાલીઓની લાગણીઓ જોઈને કોઈનું પણ હૃદય પીગળી જાય તેવા દ્રશ્યો છે.

Advertisement

સોશિયલ મીડિયા ઉપર લોકો કરી રહ્યાં છે શિક્ષકની પ્રશંસા

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોએ શિક્ષકની પ્રશંસા કરી છે. ઘણા યુઝર્સે કોમેન્ટમાં લખ્યું કે આવા શિક્ષકો જ સાચા ગુરુ હોય છે, જેઓ બાળકોના હૃદયમાં કાયમ માટે સ્થાન બનાવી લે છે. કેટલાકે તો પોતાના શાળાના શિક્ષકોની યાદો શેર કરીને ભાવુક થયા છે.

બાળકોની સાથે-સાથે ગામલોકો પણ થયા ભાવૂક

ગુજરાતમાં આવા ભાવુક વિદાય સમારોહ અગાઉ પણ જોવા મળ્યા છે, જેમ કે અમરેલી, ભાવનગર કે અન્ય વિસ્તારોમાં શિક્ષકોની બદલી કે નિવૃત્તિ વખતે બાળકો અને ગામલોકોની લાગણીઓ ઉભરાઈ આવી હતી. આ ઘટના શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકોના મહત્વને દર્શાવે છે અને બતાવે છે કે સાચી સેવા કેવી રીતે લોકોના હૃદયમાં અમીટ છાપ છોડી જાય છે.

આ વીડિયો જોઈને ઘણા લોકો ભાવુક થયા છે અને તેને વ્યાપકપણે શેર કરી રહ્યા છે. આવા દ્રશ્યો આપણને યાદ અપાવે છે કે શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નહીં, પરંતુ જીવનના માર્ગદર્શક પણ હોય છે.

આ પણ વાંચો- Surat : પાટીદાર સગીરાના અપહરણ કેસમાં આરોપીની ધરપકડ : પોલીસ પર પુષ્પવર્ષા

Tags :
Advertisement

.

×